25 Apr
- ગર્ભાશયના મુખના કેન્સરની રસી શા માટે આપવી ? કઈ /ક્યારે /કોને આપવી ?
- 1 February 2024 ના રોજ ,2024 ના બજેટની જાણ કરતા સમયે ભારતના Finance Minister શ્રીમતી નિર્મળા સીતારમણએ Announcement કરેલું એમાંથી તેને જાણ કરેલી કે 9 to 14 વર્ષની દીકરીઓને Human Papiloma Virus ની રસી મુકવા માટે અમે પ્રોત્સાહન આપીશું.
- Human Papiloma Virus ની Vaccine આપવાનું કારણ ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે છે.
- ભારતમાં દરવર્ષે ૧ લાખ ૩૩ હજાર બહેનોમાં ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન થાય છે તેમાંથી ૭૭,૦૦૦ બહેનોનું કેન્સર ને કારણે મૃત્યુ થતું હોય છે એટલે કે દર કલાકે ૮ બહેનોનું ગર્ભાશયના મુખના કેન્સરને કારણે મૃત્યુ થતું હોય છે.
કેન્સર થવાનું કારણ :-
- Human Papiloma Virus જવાબદાર હોય છે.
- Human Papiloma Virus (HPV) શું છે ?
- આ HPV એ Sexually Transmitted થતો Viral Infection છે એટલે કે જાતીય સબંધ રાખવાથી આ Virus નો ચેપ લાગી શકે છે. આ Virus 100 પ્રકારના હોય છે પરંતુ તેમાંથી 15 થી 20 Virus ના પ્રકાર Cancer માટે જવાબદાર હોય છે. તેમાંથી Virusનો 16 નંબર 50 % Cancerમાં જવાબદાર હોય છે અને 18 નંબર નો Virus 10% Cancerમાં જવાબદાર હોય છે બાકી 6 & 11 નંબરના Virus ચહેરા પર અથવા જનન અંગો પર અથવા મળમાર્ગ ,ગર્ભાશયના મુખ પર મસા થવા માટે જવાબદાર હોય છે જેને Medical ભાષામાં Warts કહેવામાં આવે છે અને સામાન્ય ભાષામાં મસો અથવા મહ કહેતા હોઈએ છીએ.
- આ Viral Infection 75% લોકોમાં પોતાના જીવનકાળ દરમિયાન એકવાર લાગી જાય છે અને ભારતમાં 6.5% લોકોને Infection લાગતું હોય છે તેમાંથી મોટા ભાગના લોકોને Infection જાતે જ સારું થઇ જતું હોય છે,તેમાંથી માત્ર 1% લોકોને જ Cancer થવાની સંભાવના રહેતી હોય છે અને કેટલાક ને તેમાંથી જનન અંગો પર ,મળમાર્ગ પર ,મો પર મસો અથવા મહ થવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે કે આ Viral Infection લાગવાથી કોઈ મોટી તકલીફ થતી હોતી નથી તેથી Infection લાગી જાય તો પણ દર્દીને જાણ થતી હોતી નથી.
- ગર્ભાશયના 75% Cancer આ Viral Infection ને કારણે થતું હોય છે,કેટલીક વાર Viral Infection ને કારણે Cancer ના થાય પણ PRE-CANCERIOUS સ્થિતિ પણ થતી હોય છે જેને સામાન્ય ભાષામાં કેટલીક વાર ગર્ભાશયના મુખની ચાંદી પણ કહેતા હોઈએ છીએ. જેમાં Biopsy ના રીપોર્ટમાં અલગ- અલગ પ્રકાર બતાવતા હોય છે જેને Intra- Epithelial Neoplasma કહેવામાં આવે છે.CIN1,CIN2,CIN3 અથવા Carcinoma in situ આ PRE-CANCERIOUS CONDITION છે ,જેના માટે પણ HPV Virus જવાબદાર હોય છે.
- આ Viral Infection કોઈ પણ લોકોને લાગવાની શક્યતા હોઈ છે છતાં પણ કેટલીક સ્પેશ્યલ condition છે કે જેમાં આ Viral Infection લાગવાની શક્યતા વધારે થતી હોય છે ,તેવી condition માં Poor Hygine હોય કે ચોખ્ખાઈ વ્યવસ્થિત ના રાખતા હોય અથવા Diet માં Antioxidantનું પ્રમાણ ઓછું હોય અથવા ખૂબ નાની ઉમરે શારીરિક સબંધ રાખેલા હોય તો ,વારંવાર Delivery થયેલી હોય, વધારે પડતા બાળકો હોય તેમજ Tobacco,Smoking ની આદત હોય તેમજ Multiple Sexual Partner તેમજ HIV અથવા Clamidial Vaginal Infection હોય તેવા દર્દીઓને HPV Infection લાગવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે તે માટે આવા High Risk દર્દીઓમાં HPV Vaccine મુકાવવાની જરૂર પડતી હોય છે.
- Human Papiloma Virus ની Vaccine ની Vaccine શા માટે મુકાવવી જોઈએ ?
- ગર્ભાશયના મુખના Cancer થી બચવા માટે રસી મુકાવવી જોઈએ.
- કેટલાક લોકો કહેતા હોય કે અમારે આવી રસી મુકાવવાની જરૂર નથી અમે સમયની જરૂર અનુસાર દર ત્રણ વર્ષે ગર્ભાશયના મુખનો રીપોર્ટ કરાવી લેશું ,ગર્ભાશયના મુખના ( રીપોર્ટ ) તપાસ અનુસાર ગર્ભાશયના મુખમાં cancer થવાની શક્યતા છે કે નહિ તેનું નિદાન ચોક્કસથી કરી શકાય પરંતુ તે Cancer થતું અટકાવી શકાતું નથી અથવા Cancerને અગાઉ નિદાન કરવાની પધ્ધતિમાં મોટા ભાગના લોકો તેના ચેકઅપ કરાવવા માટે આળસ પણ કરતા હોય છે અને ભૂલી પણ જતા હોય છે અથવા કેટલાક લોકોને તેની જાણકારી પણ નથી હોતી.
- ભારત જેવા લોકોમાં જ્યાં જનસંખ્યા છે ત્યાં Screening Test કરવી પણ અઘરી હોય છે.
- Vaccine કેટલા પ્રકારની હોય છે ?
- સામાન્ય રીતે Vaccine ત્રણ પ્રકારની હોય છે,તેમાંથી 2 Vaccine વિદેશી કંપનીની છે અને 1 Vaccine સ્વદેશી કંપની ની છે.
- વિદેશી કંપનીમાં 2 Vaccine છે.
1.Gardasil
2.Cervarix
– સ્વદેશી કંપનીમાં Seram Institute India દ્વારા Cervavac Vaccine તે બંનેમાં ચાર Virus 6 ,11 ,16,18 થી રક્ષણ મળે છે.
– Cervarix થી બે જ Virusથી જ રક્ષણ મળે છે.
કઈ Vaccine મુકાવવી જોઈએ ?
- Gardasil & Cervavac બંને Vaccine Virus નંબર 6 ,11, 18 થી રક્ષણ આપે છે,તેથી આ બંને આપવી જોઈએ.
- બંને Vaccine ની Effect સરખી જ છે.
- LANCET Group દ્વારા હમણાજ 2023 માં એક STUDY કરવામાં આવ્યું કે જેમાં એક ગ્રુપને Gardasil Vaccine આપવામાં આવી & એક ગ્રુપને Cervavac Vaccine આપવામાં આવી.
- બને Vaccine ની Effect સરખી જ છે પરંતુ Gardasil Vaccine નો એક DOSE આશરે 3800/- થી 3900/- નો થતો હોય છે.જયારે Cervavac Vaccine કંપનીનો એક DOSE 2000/- નો થતો હોય છે.એટલે Economic દ્રષ્ટીએ જોઈએ તો સ્વદેશી vaccine વધારે ફાયદા કારક.
આ vaccine કોણે, કઈ ઉમરે & કેટલા dose મુકવા જોઈએ ?
- આ vaccine ભાઈઓ અને બહેનોમાં જે hpv viruse ને કારણે જે Infection લાગે છે અથવા ગર્ભાશયના મુખના Cancer ને અટકાવવા માટે મુકાવવી જોઈએ પરંતુ ભારતમાં ગર્ભાશયના મુખના Cancer ની શક્યતાઓ વધારે છે અને બહેનોએ મુકાવવા નો આગ્રહ રાખવો.
- બહેનો માં 9-26 વર્ષની ઉમર સુધીમાં vaccine મુકાવી શકાય છે પરંતુ આ vaccine શારીરિક સંબંધ રાખ્યા પહેલા મુકવામાં આવે તો તેની અસરકારકતા વધુ હોય છે કારણ કે શારીરિક સંબંધ રાખ્યા પછી hpv virus નું Infection લાગવાની શક્યતાઓ વધારે હોય છે અને hpv virus નું Infection લાગી જાય પછી Infection થી બચવા માટે vaccine ઉપયોગી થતી નથી તેથી સ્ત્રીની શારીરિક સંબંધની ઉમર થાય તેમના પહેલા જ vaccine મુકાવવી જોઈએ.
- એટલે કે સામાન્ય રીતે આ vaccine 15 કે 16 વર્ષમાં મુકાય જાય તે વધારે સારું રહે.
– આ vaccine 15 માં જન્મદિવસ પહેલા મુકાવવામાં આવે તો તેવા બહેનોને 2 dose આપવામાં આવે છે.
(1) 0 એટલે કે dose આપો ત્યારે.
(2) 6 એટલે કે 6 month પછી.
– જેમને 15 મો જન્મદિવસ જતો રહ્યો તેને ત્રણ dose
આપવામાં આવે છે.
0-2-6 month
- આ રસી intramuscular (સ્નાયુ)માં આપવાની હોય ,તે હાથ પર અથવા થાપા પર પણ આવી શકાય.
- vaccine આપવા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં…
- vaccine સામાન્ય રીતે બેઠેલા અથવા સુતેલા સ્થિતિમાં આપવી જોઈએ.vaccine આપ્યાના બાદ 10 to 15 minute સુધી બેઠું અથવા સુતું રહેવું જોઈએ.
- કેટલીક વાર vaccine નો પહેલો dose આપ્યા પછી દર્દી બીજા dose ની તારીખ ભૂલી જતા હોય છે.તો ફરી વાર પહેલો dose લેવાની જરૂર નથી હોતી જયારે પણ યાદ આવે ત્યારે બીજો dose લઇ લેવો પરંતુ ત્રીજો dose તેમાં બીજા & ત્રીજા dose વચ્ચે 12 week નું અંતર હોવું જોઈએ અને પહેલા & ત્રીજા dose ની વચ્ચે 24 week નું અંતર જરૂરી છે પરંતુ આ schedule માં સમયસર આપવાથી તેની અસરકારકતા સારી વધુ રહે છે.
- આ vaccine સાથે કેટલીક વાર ઝેરી કમળાથી બચવા માટે એટલે કે HEPATITIS B થી બચવા માટે ની vaccine તેમજ આ ઉમરે TETANUS ની & DEPTHARIA ની ADULT DOSE ની પણ vaccine આવતી હોય છે.તે પણ આપી શકાય છે.
- આ vacccine ની કોઈ આડઅસર હોઈ છે કે નહિ ?
- vaccine ની કોઈ MAJOR આડઅસર અત્યાર સુધી નોંધાણી નથી .
- vaccine આપેલા દર્દીમાંથી 80% દર્દીને vaccine આપેલી સાઈટ પર થોડો દુઃખાવો રહેતો હોય છે, 25% લોકોને થોડો સોજો રહે અને 4% લોકોને તાવ આવવાની શક્યતા રહે છે,જે સમાન્ય રીતે દરેક રસી અથવા કોઈપણ પ્રકારના INJECTION માં રહેતી હોય છે.આ રસી પ્રેગનેન્સી દરમિયાન ન આપી શકાય અથવા કેટલીક પ્રકારની વધારે પડતી ગંભીર બીમારી હોય તેમાં પણ આ રસી ના આપવી જોઈએ ,પરંતુ કેટલાક દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ હોય અથવા ધાવણ આપનારી માતાઓ પણ આ રસી આપી શકે.
- આ vaccine કેવા દર્દીઓને ના આપવી જોઈએ?
- પ્રેગનેન્સીમાં ના આપવી જોઈએ પરંતુ DELIVERY થયા બાદ ધાવણ આપનારી માતા આપી શકે.
- કોઈને અગાઉ કોઈપણ vaccine થી આડઅસર અથવા એલર્જી થઇ હોય તેને આ vaccine ના આપવી જોઈએ.અથવા ગંભીર બીમારી વાળા દર્દીઓને ના આપવી જોઈએ.
- 26 વર્ષ થી ઉપરના બહેનોએ Gardasil vaccine નો ઉપયોગ કરવો જોઈએ.
- પરંતુ 26વર્ષ પછીની ઉંમરે જે પણ બહેનો vaccine આપે છે અને એ બહેનો શારીરિક સબંધ રાખી ચુકેલા છે અથવા લગ્ન થઈ ચૂકેલા છે અને એ બહેનો HPV VIRUS નું INFECTION લાગી ચૂકેલું છે. તે બહેનોને VACCINE ની અસર આવવાની શક્યતા ઓછી છે.
- પરંતુ જે બહેનોને HPV નું INFECTION નથી લાગ્યું તે બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા VACCINE લાભદાયક નીવડે છે.

No Comments