12 Aug
v ચટ મંગની, પટ શાદી & ફટ પ્રેગનેન્સી
Ø વૈજ્ઞાનિક રીતે સામાન્ય રીતે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરે પ્રેગનેન્સી પ્લાન કરી લેવી જોઈએ ,કારણ કે આ ઉંમરે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવતા પણ સારી હોય તેમજ ગર્ભાશયના રોગો થવાની શક્યતાઓ ઓછી હોય છે. તેના કારણે અબોશન થવું ,અધૂરા મહીને ડિલીવરી થવી તે પણ ઓછુ થાય છે. આ ઉપરાંત PHYSICAL FITNESS કે જે પ્રેગનેન્સી રાખવા માટે જરૂરી હોય છે તે પણ પુરતી હોય છે.
v ૩૦-35 વર્ષ પછી પ્રેગનેન્સી પ્લાન કરવામાં વંધ્યત્વ થવાની કેવા પ્રકારની તકલીફ રહેતી હોય છે?
Ø ૩૦ વર્ષ પછી અને ખાસ કરીને 35 વર્ષ પછી એકદમથી સ્રીબીજની સંખ્યા & ગુણવત્તા ઘટતી જતી હોય છે. કોઈ પણ અંડાશયમાં સ્ત્રીબીજનો ચોક્કસ જથ્થો હોય છે. જે એકવાર ઘટવાનું શરૂ થાય પછી તે દર મહીને કે વર્ષે એકાએક ઘટતો જાય છે.
-
૩૦ વર્ષ પછી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટવાનું કારણે વંધ્યત્વ થવાની તકલીફો રહેતી હોય છે.
-
૩૦ વર્ષ પછી જે પ્રેગનેન્સી કુદરતી રીતે રહી શકતી હોય છે તેમાં ૩૦ કે 35 વર્ષ પછી વંધ્યત્વની સારવાર કરવાની જરૂરી પડી શકતી હોય છે કેટલીકવાર એટલી ખરાબ પરિસ્થિતિ થતી હોય છે કે સ્રીબીજની સંખ્યા ખુબ જ ઓછી થાય અથવા નહીવત થવાના કારણે ડોનર સ્રીબીજ લેવાની પણ જરૂરીયાત પડી શકે છે તેમજ આ સ્રીબીજની સંખ્યા અને ગુણવતા ઓછી થવાને કારણે પ્રેગનેન્સીમાં અબોશન થવું તેમજ ગર્ભમાં રંગસુત્રની ખામી આવવી જેવી તકલીફો થતી હોય છે.
૩૦ -35 વર્ષ પ્રેગનેન્સી રાખવાથી પ્રેગનેન્સી દરમિયાન કેવી તકલીફો થઈ શકે?
Ø માતાને ડાયાબિટીસ, બી.પી ,CHOLESTEROLE વધવું આવા પ્રકારની તકલીફો થવાની પણ શકયતાઓ રહેતી હોય છે. આ ઉપરાંત વધારે મોટી ઉમરે પ્રેગનેન્સી રાખવાથી અબોશન થવાની તકલીફો પણ રહે છે.
-
૩૦ કે 35 વર્ષ પછી જે પણ માતા પ્રેગનેન્સી રાખે છે તેમના બાળકની PHYSICAL &MENTAL ABILITY ઓછી હોવાની શકયતાઓ વધારે હોય છે. આ ઉપરાંત ૩૦ -35 વર્ષ પછી પ્રેગનેન્સી રાખવામાં કેટલીકવાર ગર્ભાશયમાં ખામી જેમકે, ગર્ભાશય ફૂલી જવું, ગર્ભાશમાં ગાંઠ થવી, મસો થવો આવી તકલીફો પણ થવાની શકયતાઓ વધારે થતી હોય છે.
-
મોડી પ્રેગનેન્સી રાખવાને કારણે ફિમેલ હેલ્થને શું નુકશાન થઇ શકે?
-
જયારે કોઈ પણ મહિલા પ્રેગનેન્સી રાખે ત્યારે પ્રોજેસ્ટેરોન નામનો હોર્મોન શરીરમાં બનતો હોય છે અને પ્રોજેસ્ટેરોન હોર્મોનને કારણે સ્તન કેન્સર થવાની શકયતાઓ ઘટતી હોય છે તેમજ ધાવણ આપવાના કારણે પણ સ્તન કેન્સર થવાની શક્યતાઓ ઘટતી હોય છે. તો મોટી ઉમરે પ્રેગનેન્સી ન રાખવાના કારણે ખાલી ઈસ્ટ્રોજન હોર્મોન ઉત્પનન થવાથી સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સર થવાની શકયતાઓ રહે છે.
-
આ ઉપરાંત CONTINUE ઈસ્ટ્રોજન નામના હોર્મોનને કારણે માસિક વહેલું જવાની તકલીફો તેમજ ઈસ્ટ્રોજન હોર્મોનને કારણે ગર્ભાશયમાં ગાઠ થવાને કારણો વધારે માસિક આવવુ, માસિક સમયે દુઃખાવો થવો અથવા હોર્મોન્સની તકલીફો થવાની શક્યતાઓ વધતી હોય છે.
-
મોડી પ્રેગનેન્સી રાખવાનાં કારણે સ્ત્રીને સ્ત્રીરોગ તેમજ માનસિક હતાશા પણ વધતી હોય છે કારણ કે સ્ત્રીનો સ્વભાવ માતૃત્વ સ્વભાવ હોય છે.કોઈપણ સ્ત્રી જ્યાં સુધી માતા ન બને ત્યાં સુધી તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂરું નથી થતું,તો જયારે તે માતા બને ત્યારે તેની માતાની સાર્થકતા પૂર્ણ થઇ તેમ કહેવાય છે.
-
૩૦ થી ૩૫ વર્ષની ઉમરે પ્રેગનેન્સી પ્લાન ના કરવી પડે તે માટે જીવનનું આયોજન કેવી રીતે કરવું જોઈએ ?
-
મોંઘવારીના સમય અનુસાર દરેક બહેનોએ શિક્ષણમાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે અને સાથે આર્થિક રીતે પરિવારનો સહારો બને તે માટે વેપાર, રોજગાર અને સ્વનિર્ભર થવાની પણ જરૂર છે. આ ઉપરાંત તેની સ્ત્રી તરીકેની જવાબદારી કે તેને એક વંશજ આપવાનું છે તે ન ભૂલાય તેનું પણ ધ્યાન રાખવું.
-
તો હાલના સમય અનુસાર જેવી રીતે દરેક પરીવારની મહિલાઓએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે તેમ જ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સ્વરોજગાર બનવું જરૂરી છે. તેવી જ રીતે પરિવારને વંશજ આપવા, ઘડતરની લાકડી આપવા માટે એક ઉત્તમ બાળકને જન્મ આપવો પણ જરૂરી છે….
No Comments