- પ્રેગનેન્સી દરમિયાન સમયસર બી.પી. મપાવવું શા માટે જરૂરી છે .
- બી . પી શા માટે સમયસર મપાવવું જોઈએ ?
- સામાન્ય દર્દી કરતાં પ્રેગનેન્સીમાં બી.પી. વધે તો માતાને જોખમ થઈ શકે છે અને શરીરના અગત્યના અંગો જેમ કે લીવર, કિડની, આંખ,મગજ ને પણ નુકશાન થતું હોય છે .
- તેમજ બાળકને અધૂરા મહિને ડિલીવરી થવી અથવા બાળકનું વજન ઓછું આવવું તેમજ કેટલીક વાર મેલી છૂટી પડવાને કારણે ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થવાની શક્યતા રહે છે .
- જો સમયસર અને વારંવાર બી.પી. માપવામાં આવે તો વહેલામાં વહેલું બી.પી જ્યારે પણ વધે અને તેની સારવાર સમયસર કરવામાં આવે તો આવી ગંભીર તકલીફોથી માતા અને બાળક ને બચાવી શકાય છે .
- આ ઉપરાંત કેટલીકવાર સમયસર નિદાન થવાને કારણે પૂરા મહિના સુધી બી.પી કંટ્રોલ રહે તે માટે બી.પી.ની દવા આપીને પૂરા મહિના સુધી પ્રેગનેન્સી ખેચવામાં મદદરૂપ થઈ શકે છે તેમના કારણે બાળકને કાચની પેટીમાં રાખવાની શક્યતા પણ ઘટી જતી હોય છે , બાળકનું વજન પણ સારું આવતું હોય છે & માતાના જોખમો પણ ટળતા હોય છે .
- આ ઉપરાંત કેટલીક વાર વધારે પડતું બી.પી. વધવાને કારણે ઇમરજન્સી સીજેરિયન ઓપરેશન લેવાની જરૂર પડતી હોય છે . તેના બદલે સમયસર બી.પી. માપવાથી અથવા કંટ્રોલ કરવાથી ડિલીવરી માટેનો પણ પ્રયત્ન કરી શકાય છે .
- બીપી શા માટે સમયસર મપાવવું એટલે ક્યારે -ક્યારે મપાવવું જોઈએ ?
- જે દર્દીને કોઈપણ પ્રકારના બી.પી. આવવાનાં જોખમો નથી તેવા દર્દીઓને શરૂઆતના પ્રેગનેન્સીના 7 મહિના સુધી તેમાં દર મહિને જે gynecologist ડોક્ટર પાસે તપાસ માટે જાય છે ત્યારે બી.પી. માપવાવનું હોય છે અને 8માં મહિનામાં દર 15 દિવસે , ૯માં મહિના માં ૭ કે ૧૦ દિવસે બી.પી. મપાવવાની જરૂર પડતી હોય છે પરંતુ જે દર્દીઓને બી.પી. આવવાનું જોખમ વધારે છે તેવા દર્દીઓએ વચ્ચે ૧૦ કે ૧૫ દિવસે અથવા બી.પી. વધવાના લક્ષણો કોઈ લાગે તો વચ્ચે તાત્કાલિક બી.પી. મપાવવું તેમજ ગાયનેકોલોજી ડોકટરની તપાસ કરવાની જરૂરી હોય છે.
- કેવા દર્દીઓને બી.પી. આવવાનું જોખમ હોય છે ?
- ૩૫ વર્ષ કરતાં વધુ ઉમર હોવી .
- જેમનું વજન ખૂબ જ વધારે છે .
- અગાઉની પ્રેગનેન્સીમાં બી.પી. આવેલું હોય .
- Ivf ( ટેસ્ટટયુબ બેબી ) કરાવેલું હોય .
- જુડવા અથવા ત્રિગુણા બાળકની પ્રેગનેન્સી હોય .
- પ્રેગનેન્સી પહેલા બી.પી હોય .
- પ્રેગનેન્સી દરમિયાન ડાયાબિટીસ આવેલું હોય .
- અથવા કેટલાક દર્દી કે જેને લોહી/વા ની બીમારી હોય કે જેમાં પણ બી. પી. આવવાની શક્યતા વધારે રહેતી હોય છે .
- આવા દર્દીઓએ વારંવાર બી.પી. મપાવવાની જરૂર પડી શકતી હોય છે.
- પ્રેગનેન્સી દરમિયાન બી.પી આવે તો તેમને કયા ૪ વિભાગમાં વહેચવામાં આવે છે ?
(૧) chronic hypertension : જેમાં દર્દીને પ્રેગનેન્સી પહેલા પણ અથવા પ્રેગનેન્સીની શરૂઆતના ૪ મહિના દરમિયાન એટલે કે ૨૦ અઠવાડિયા દરમિયાન ખબર પડી જતી હોય છે કે તેમને બી.પી. છે. હકીકતમાં પ્રેગનેન્સી દરમિયાન જ બી.પી. આવેલું બી.પી. નથી હોતું પરંતુ દર્દીને પહેલેથી જ બી.પી. હોય છે કે જેમાં કિડનીની તકલીફો વધારે આવવાની તકલીફો રહેતી હોય છે અથવા કેટલાક હોર્મોન્સની કારણે પણ દર્દીને બી.પી.આવતી હોય છે . આવા કેસોમાં સામાન્ય રીતે જે દર્દીએ બી.પી.ની સારવાર લેતા હોય છે તેવી જ સારવાર લેવાની હોય છે પરંતુ તેની સાથે પ્રેગનેન્સીમાં જે બી.પી વધે એટલે કે તેને pre-eclampsia કહેવામાં આવે છે. જો આ પ્રકારનું બી.પી વધે તો માતા માટે જોખમકારક હોય છે. બાકી જો પ્રેગનેન્સી પહેલાનું બી.પી છે તે એટલું નુકસાન કારક નથી હોતું છતાં પણ તેની સમયસર તપાસ કરાવવી જરૂરી હોય છે .
(૨) gestational hypertension: જેમાં પ્રેગનેન્સી દરમિયાન બી.પી વધે છે પણ પરંતુ માતાને અને બાળકને એવી કોઈ ગંભીર નથી થતી હોતી .
(૩) pre–eclampsia hypertension :જેમાં પ્રેગનેન્સી દરમિયાન બી.પી વધતું હોય છે અને પ્રેગનેન્સી દરમિયાન બી.પી.વધવાનું કારણ તેની placenta અથવા મેલીના કોષોમાં ફેરફાર થતો હોય છે . જે માતા અને બાળકને પણ અસરકર્તા હોય છે
- માતા અને બાળકને કેવી ગંભીર અસર કરે છે?
- માતામાં લોહી લઈ જનારી નસો હોય છે. તેમાં લીકેજ થાય છે એટલે આખા શરીરમાં પાણી ભરાય જાય છે તેથી માતા અને બાળકનું વજન વધી જાય છે , સોજા ખૂબ જ વધારે પડતાં આવી જાય છે. પેટમાં પાણી ભરાય જાય જેને ascities કહેવામાં આવે છે . મગજમાં પાણી ભરાય જાય જેને cerebral oedema કહેવામાં આવે છે. જેના કારણે ખેંચ આવવાની શક્યતા રહે છે.આંખોમાં પાણી ભરાય જવાથી દર્દીને જોવામાં તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત શરીરના અલગ અલગ અંગોમાં લોહી ઓછું મળે છે જેમકે, કિડની & લીવર.. તેથી તેના કામોને તકલીફ પડતી હોય છે.લોહી ન મળવાને કારણે પેશાબ ઓછો થાય અથયા કિડની failure થવાની શક્યતાઓ રહેતી હોય છે. લીવરમાં સોજો આવવાના કારણે દર્દીને જમણા પડખામાં દુ:ખાવો થતો હોય છે.
- ત્યારબાદ low platelet count કે જેમાં લોહી જમાવવા માટેના કાણો છે તે ઓછા થઈ જાય છે .
- આ ઉપરાંત haemolysis કે લોહીના કણો તૂટી જાય છે તેથી દર્દીનું haemoglobin એકદમથી ઓછું થઈ જાય છે અને ત્રાકકણો ઓછા થવાના કારણે bleeding થવાની શક્યતાઓ રહેતી હોય છે અને બાળકને પણ ગંભીર તકલીફ થવાની શકયાતો રહેતી હોય છે અને platelet count ઓછા થવાના કારણે ડિલીવરી પછી જે ટાંકા લીધા હોય છે તેમાં લોહી ભરાવવાની અથવા ટાંકામાંથી bleeding થવાની શક્યતાઓ રહેતી હોય છે .
- કેટલીકવાર આ વધારે પડતી તકલીફોનું જોખમ એટલુ બધુ હોય છે કે જેનાથી માતાને icuમાં દાખલ કરવા પડે છે તેમજ તેના જીવનને પણ જોખમ હોય છે પરંતુ 75% દર્દીઓમાં સામાન્ય રીતે આ બી.પી જે 7 કે 8 મહિને આવતું હોય છે તેમાં ઓછું જોખમ હોય છે પરંતુ જે બી.પી 7 મહિના પહેલા આવે છે તેમાં માતા અને બાળકને જોખમ થવાની શક્યતાઓ રહેતી હોય છે .
(4) atypical pre–eclampsia hypertension :જેમાં દર્દીનું બી.પી વધારે નથી હોતું પરંતુ બી.પી વધવાના અન્ય લક્ષણો છે જેમકે,પેશાબમાં પ્રોટીન આવે (proteinuria) શરીરમાં સોજો હોય,કણો ઓછા થઈ ગયા હોય અથવા લીવર ના enryme વધારે હોય , કિડનીને તકલીફ થયેલી હોય આવા દર્દીઓમાં બી.પી નોર્મલ હોવા છતાં પણ દર્દીને જે બી.પી વધારે હોવાના જોખમો છે તે હોય શકે છે .
- શું પ્રેગનેન્સી દરમિયાન બી.પી આવ્યું છે તે ડિલીવરી પછી નોર્મલ થઈ જાય છે ?? શું તે માપવાની જરૂર નથી પડતી ?
- પ્રેગનેન્સી દરમિયાન જે પણ બી.પી આવેલું છે તે બી.પી ડિલીવરી પછી ના 1.5 મહિના સુધી રહી શકે છે અને ડિલીવરી પછી પણ જોખમો થઈ શકે છે તેથી ડિલીવરી થાય પછી પણ ડોક્ટરની સલાહ અનુસાર સમયસર બી.પી મપાવવું જરૂરી છે. કેટલીકવાર આ બી.પી ડિલીવરી થવાના ત્રણ મહિના પછી વધારે હોય છે. આવા પ્રકારના દર્દીઓને જીવનભર બી.પી વધારે આવવાની શક્યતાઓ રહેતી હોય છે જેને chronic hypertension કહેવામાં આવે છે .
- તો પ્રેગનેન્સીમાં બી.પી. સમયસર મપાવવાથી તેની વહેલામાં વહેલી સારવાર કરી શકાય છે તેમજ માતા અને બાળકનું જોખમ ટાળી શકાય છે.
No Comments