03 Sep
- પ્રેગ્નેન્સીમાં વધારે થતી ઉલ્ટી અટકાવવા માટે આટલું જરૂર કરો ….
- પ્રેગ્નેન્સીમાં થતી ઉલ્ટીના સામાન્ય લક્ષણો…
- પ્રેગ્નેન્સીમાં ઉલ્ટી પ્રેગ્નેન્સી રહેતાની સાથે જ અમુક બહેનોને ઉબ્કાના રૂપમાં ચાલું થાય છે અને જયારે પ્રેગનેન્સીમાં 2 મહિના એટલે કે ધબકારા આવવાની સાથે ઉલ્ટી એકદમથી વધારે ચાલું થઇ જાય અને 2 .5 અથવા 4 મહીને લગભગ ઉલ્ટી – ઉબ્કા ઓછા થઇ જાય છે પરતું 2-3% દર્દીઓ એવા હોય છે કે જેમકે 9 મહિના સુધી સતત ઉલ્ટી થતી હોય છે અને કેટલાક દર્દીઓને 5 મહીના સુધી ઉલ્ટી થાય છે અને પછી ઓછી થઇ જતી હોય છે. કેટલાક દર્દીઓને મહિના બદલવાનો સમય હોય ત્યારે ઉલ્ટી થતી હોય છે પરંતુ કેટલાક દર્દીઓ એવા હોય છે કે જેને આખી પ્રેગ્નેન્સી દરમિયાન ઉલ્ટીનો કોઈ અહેસાસ નથી થતો ત્યારે આવા દર્દીઓ એવું વિચારે છે કે મને ઉલ્ટી નથી થતી તો તેના કારણે તો મારા ગર્ભને કંઈ નુકસાન તો નહીં થતું હોય ને . કેટલાક દર્દી એવું સમજતાં હોય કે ઉલ્ટી થવી એ પ્રેગ્નેન્સીમાં જરૂરી પણ ગર્ભ તંદુરસ્ત હોય છે.
- સામાન્ય રીતે ઉલ્ટી વહેલી સવારે અથવા ભૂખ્યા પેટે અને સાંજના 5 -6 વાગ્યા બાદ આ ઉલ્ટીનું પ્રમાણ વધતું હોય છે,
- કેટલાક દર્દીઓમાં twins પ્રેગ્નેન્સી હોય અથવા થાઇરોઈડનું પ્રમાણ વધારે હોય અથવા ગેસ કે આંતરડાની તકલીફો વધારે રહેતી હોય અથવા તેમનાં બહેન અથવા માતાને ઉલ્ટીની તકલીફ રહેતી હોય અથવા hydatiform mole નામની પ્રેગ્નેન્સીની તકલીફ હોય છે તેમાં પણ ઉલ્ટીનું પ્રમાણ વધારે હોવાની શક્યતા રહેતી હોય છે.
- કેટલાક દર્દીઓને જમવાનું બનાવવાનો સમય હોય અથવા જમવાનું બનાવવાની સ્મેલ આવતી હોય તેના કારણે પણ ઉલ્ટી વધારે થતી હોય છે.
- પ્રેગેનન્સીમાં ઉલ્ટી થવાના કારણો….
1] પ્રેગ્નેન્સી
2] પ્રેગ્નેન્સી સિવાયના અન્ય કારણોને કારણો પણ ઉલ્ટી વધારે થતી હોય છે.
- 1] પ્રેગ્નેન્સી વખતે ઉલ્ટી થવાનું કારણ જયારે B-HCG નામનો હોર્મોન જયારથી ધબકારા આવે છે ત્યારથી ધીમે ધીમે વધવાનું ચાલું થાય છે. જે આશરે 14-16 અઠવાડિયે ઓછુ થઇ જાય છે તેથી આ સમય દરમિયાન આ હોર્મોન્સને કારણે ઉલ્ટી થવાની તકલીફ વધારે રહેતી હોય છે.
- 2] નોન-પ્રેગ્નેન્સીમાં આંતરડાની તકલીફ હોય ,અપચો હોય,food poisoning થયું હોય અથવા લિવર, કિડનીની કોઈ તકલીફ હોય તેમજ થાઈરોઈડનું પ્રમાણ વધારે આવતું હોય આવા સંજોગોમાં પણ ઉલ્ટી થવાની શકયતાઓ રહેતી હોય છે.
- ઉલ્ટીના લક્ષણો પ્રમાણે સ્થિતિ અનુસાર:- ઘરગથ્થું ઉપચાર, પીવાની દવા ,હોસ્પીટલમાં દાખલ થવું.
- કેટલાક દર્દીને સામાન્ય ઉલ્ટી ઉબકા થતા હોય, જમવાનું બરાબર લઇ શકતા હોય ,પ્રવાહી પ્રમાણમાં લઈ શકતા હોય, માત્ર જમવામાં પ્રમાણ થોડું ઘટે અને ઉબકા જેવું થાય છે આવી તકલીફોમાં દર્દીએ સામાન્ય રીતે ઘરગથ્થું ઉપચાર કરવો જોઈએ.
- કેટલાક દર્દીઓ ખેરાક ઓછો થવાને કારણે અથવા 1 કિલો જેટલું વજન ઓછુ થવાને કારણે ચિંતામાં આવી જતા હોય છે શરૂઆતના 2કે 3 મહિનામાં વજન ઘટતું હોય છે પરંતુ તેનાથી ગર્ભને કોઈ અસર થતી નથી હોતી.
- ઘરગથ્થું ઉપચારમાં દર્દીએ જમવામાં હળવો ખોરાક લેતા જોઈએ, જેમાં તેલ, ઘી, ચીજ, બટર, પનીર ન લેવા જોઈએ, દૂધ ગરમ કરીને તેમાં પાણી ઉમેરી પતલુ દૂધ પીવું, મોળી છાશ અને દહીંનો ઉપયોગ કરવો જોઈએ.ઘઉંનો ઉપયોગ નહિવત કરવો જોઈએ કેમકે ઘઉંને કારણે વધારે ઉલ્ટી થતી હોય છે. અનાજમાં જુવારનો ઉપયોગ વધારે કરવો જોઈએ,મોરૈયા, રવો ,ચોખાની વસ્તુ લેવી, ખાસ કરીને તીખું,તળેલું અને ફુલ પેટ ભરીને ન જમવું જોઈએ.
- જમવાની સાથે ચોક્કસથી પ્રવાહી લેવું અને જમ્યા બાદ તરતથી પેટ દબાય તેવા કામ ન કરવા જોઈએ અથવા જમ્યા બાદ 20 થી 25 મિનીટ સુધી વજ્રાસનમાં બેસવું.અને જમ્યા બાદ વધારે પાણી ન પીવું જોઈએ.
- ઉબ્કા ન થાય તેના માટે દિવસે કંઈક ને કઇંક સ્વાદ આવે તેવું મોઢામાં રાખવું જોઈએ અથવા વરિયાળી, મુખવાસ રાખી શકાય કે જેનાથી ઉબ્કા કે ઉલ્ટી ઓછા થઇ જાય છે. સવારે ઉઠવા સમયે ડાબા પડખે ફરીને પછી જ ઉઠવું જોઈએ જેનાથી ઉબ્કા ઓછા થઇ શકે છે તેમજ લાંબો સમય ભૂખ્યા ન રહેવું અથવા પેટ ભરીને પણ ન જમવું જોઈએ.
- કેટલાક દર્દીને આ ઘરગથ્થું ઉપચાર કરવા છતાં પણ વારંવાર દિવસમાં 2-૩ વાર ઉલ્ટી થતી હોય છે અને પ્રવાહી પણ ટકતું ન હોય તો જરૂરથી gynecologist Doctorની સલાહ લેવી જોઈએ.
- Vit-B6 અને Doxylamine succinate ટેબ્લેટ આપવામાં આવતી હોય છે અને તેમનાં કારણે ગર્ભને કોઈ નુકશાન પણ નથી થતું તેથી જયારે પણ જમવાનું ટકતું નથી,વાંરવાર ઉલ્ટી થયા કરે છે ત્યારે દર્દીએ gynecologist doctor ની સલાહ અનુસાર દવા લેવી જોઈએ.
- દવા લેવા છતા પણ ઉલ્ટી થતી હોય તો કેટલીક ઉલ્ટી ઓછી થવા માટેની પણ દવા આપવામાં આવે છે , કેટલીક વાર દવાઓમાં માતાને ખોરાક ચાલે તે માટે પણ આપવામાં આવતી હોય છે.
- કેટલીક વાર દર્દીને ઘરગથ્થું ઉપચાર કરવા છતા, gynecologist ની સલાહ લેવા છતા પણ સતત ઉલ્ટી થયાં કરે છે, જેમાં પ્રવાહી પણ નથી ટકતું, દર્દીને ચક્કર આવે છે, કમજોરી લાગે છે, દવા પણ નથી પી શકતા તેવા દર્દીઓએ ચોક્કસથી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે.
- આવા દર્દીઓને જ્યારે પણ દાખલ કરવામાં આવે છે ત્યારે પ્રેગનેન્સી સિવાય અન્ય કોઈ ઉલ્ટીનું કારણ તો નથી ને તેના નિદાન માટે પણ blood ના રિપોર્ટ કરવામાં આવે છે જરૂર અનુસાર પેટનો સોનોગ્રાફી કરી આંતરડા,લીવર કીડનીની કોઈ તકલીફ નથી તેનું પણ નિદાન કરવામાં આવે છે તેમજ ગર્ભનો સોનોગ્રાફી કરી twins પ્રેગ્નેન્સી અથવા H-mole પ્રેગ્નેન્સી તો નથી ને તે જાણવામાં આવે છે કેમ કે તેમાં ઉલ્ટી થવાની શક્યતા વધારે હોય છે.
- ઉલ્ટીને કારણે દર્દીમાં પાણી, ગ્લુકોઝ ઓછુ થઇ જાય છે તેથી તેનું શરીરમાં પ્રમાણ સચવાય રહે તે માટે iv drip એટલે કે નસમાં પાણી ચડાવવામાં આવે જેથી દર્દીના શરીરમાં પાણી ઘટે નહીં, ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટે નહીં. કેટલાક દર્દીઓને સવારથી સાંજ સુધીમાં IV Fluid આપવાથી શરીરમાં recovery આવી જતી હોય છે અને ત્યારબાદ પીવાની દવાથી પણ ઉલ્ટી controlમાં આવી જતી હોય છે.
- આ IV Dripની સાથે કેટલીક એસીડીટી અને ઉલ્ટી બંધ કરવા માટેના પણ injection આપવામાં આવે છે કે જેનાથી દર્દીને જલ્દીથી રીકવરી આવી જાય છે.
- કેટલીક વાર Vomiting ને કારણે દર્દીની માનસિક સ્થિતિ પણ બગડતી હોય છે તેથી પરિવારના સભ્યોએ તેને માનસિક આધાર આપવો જરૂરી છે.
No Comments