05 Aug
માસિક સમયે દુ:ખાવો થાય તો ઘરગથ્થુ ઉપચાર શું કરશો ? ક્યારે ડોકટરની સલાહ લેશો ?
- માસિક સમયે દુઃખાવો થવો તેને Dysmenorrhoea કહેવાય.
v માસિક આવવું એટલે શું ?
- માસિક આવવું એટલે આખા મહિના દરમિયાન ગર્ભાશયનાં અંદરનું પડ કે જેને એન્ડોમેટ્રીયમ કહેવામાં આવે છે આ પડ તૂટવું અને તેની સાથે લોહી આવવું તેને માસિક આવવું કહેવું….
- ગર્ભાશય અંદરની દીવાલને જયારે લોહીનું પોષણ ઓછુ મળે છે ત્યારે દિવાલ સુકાય છે અને તૂટે છે તેને ગર્ભાશયની બહાર કાઢવા માટે ગર્ભાશયને સંકોચાવવું પડે છે એટલે કે ગર્ભાશયના સ્નાયુઓ એકદમ સંકોચાય છે અને મુખ ખૂલે છે જેના કારણે સ્રીઓમાં પેઢુંમાં દુઃખાવો થતો હોય છે.
- મેડીકલ સાયન્સ રીતે આ દુઃખાવાને બે ભાગમાં વહેચવામાં આવે છે
1 PRIMARY DYSMENORRHOEA
2 SECONDARY DYSMEORRHOEA
- PRIMARY DYSMENORRHOEA માં દર્દીને કોઈપણ પ્રકારનો રોગ નથી હોતો.
- SECONDARY DYSMENORRHOEA કે જેમાં દર્દીને ગર્ભાશયમાં કંઈ ને કંઈ ખામી હોય છે.
- PRIMARY DYSMENORRHOEAમાં જે નોર્મલી ગર્ભાશય સંકોચાવવાથી દુ:ખાવો થતો હોય છે જેથી આ પીડા વધારે પડતી નથી હોતી ,સહન થઇ શકે તેવી હોય અને સામાન્ય ઉપચાર કરવાથી રાહત થઈ જતી હોય છે.
- SECONDAY DYSMENORRHOEAમાં ગર્ભાશયમાં ગાંઠ હોવી, મસો હોવો ,ગર્ભાશયની દીવાલ ચોંટેલી હોવી, ગર્ભાશય ફૂલેલું હોવું અને એન્ડ્રોમેટ્રોસીસ [ચોકલેટ સિસ્ટ ] જેવા રોગ હોય છે.
- આવા રોગો ને કારણે દુ;ખાવો ખુબ જ અસહ્ય હોય છે, આ કારણને લીધે દર્દીને જ્યારથી માસિક શરૂ થાય ત્યારે દુઃખાવો નથી હોતો પરંતુ થોડા વર્ષો પછી અથવા ખુબ લાંબા ટાઇમ પછી દુઃખાવો શરૂ થતો હોય છે અને તેમાં નિદાન અને સારવાર કરવું પણ જરૂરી હોય છે.
- માસિક સમયે દુઃખાવો થાય તેનું નિદાન કેવી રીતે કરી શકાય ?
- જો દુઃખાવો રોગને કારણે છે કે નહિ તેનું નિદાન સૌ પ્રથમ PELVIC સોનોગ્રાફી દ્વારા કરવામાં આવે છે. આ સોનોગ્રાફીમાં ગર્ભાશયમાં ગાંઠ,મસો કે દિવાલ જાડી વગેરે… છે કે નહી તેનું સોનોગ્રાફીથી નિદાન કરી શકાય છે.
- માસિક સમયે દુઃખાવો થાય તેને નિવારવા માટે ઘરગથ્થુ ઈલાજ…
- સૌપ્રથમ માસિક સમયે અમુક ટ્રેડીશનલ પદ્ધતિ કે જે દુઃખાવામાં રાહત આપે છે.
- શરૂઆતના 4 દિવસમાં ઠંડા પાણીએ ન્હાવું નહી અને માથું ન ધોવું, ઠંડા પાણીથી ન્હાવાના કારણે TEMPERATURE DOWN થવાના કારણે ગર્ભાશય સંકોચાતું નથી અને તેના કારણે પુરેપુરો માસિકનો બગાડ સાફ થતો નથી તેથી શરૂઆતના દિવસોમાં ઠંડા પાણીથી ન ન્હાવું જોઈએ પરંતુ હુંફાળા પાણીથી જ ન્હાવું જોઈએ. 5માં દિવસ પછી જ માથું ધોઈ શકાય છે.
- તે સમયમાં જમીન પર HARD SURFACE પર સુવાથી પણ કમરના દુઃખાવા રાહત થતી હોય છે. તે સમયે PHYSICAL EXCERCISE ન કરવાને કારણે કેટલીક એવી પ્રથાઓ છે કે જેમાં માસિકના દિવસો માં બહેનોએ રસોઈ ન કરવી, પૂજા-પ્રાથના ન કરવી, ઘરનાં અમુક કામો ન કરવા જેથી બહેનોને આરામ મળતો હોય છે.
- આ ઉપરાંત કેટલીક ઓફિસોમાં બહેનોને MENSTRUATION LEAVE આપવામાં આવે છે.
- ત્યારબાદ કેટલીક અન્ય પદ્ધતિમાં ગરમ પાણીનો કોથળીનો શેક કમર પર કરી શકાય અથવા ગરમ પાણીથી ન્હાય પણ શકાય છે.
- તે સમયમાં ખોરાકમાં પણ બદલાવ કરી શકાય કે જેમાં દર્દીને પેઢું ના દુઃખાવાની રાહત થાય તેમાં તે દિવસોમાં અપચાની તકલીફ વધારે રહેતી હોય છે અથવા કેટલાક દર્દીઓને ઉલ્ટી -ઉબકા પણ થતા હોય છે.તો જલદી પચી જાય તેવો અથવા થોડા દિવસ પ્રવાહી ઉપર રહેવું જોઈએ.
- વરીયાળી, તજ, આદુ અથવા ગરમ પાણીનો ઉકાળો પી શકાય જેનાથી પેડુનો દુઃખાવો ઓછો થાય છે. મગફળી,કેળા, કાબુલી ચણા નો ઉપયોગ કરી શકાય છે.
- ખોરાકમાં દૂધવાળી વસ્તુઓ, proceed ફૂડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા જોઈએ અને ઘી,તેલવાળા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પરંતુ વનસ્પતિજન્ય UNSATURATED FAT હોય જેવા કે બદામ, અખરોટ ,સૂર્યમુખીના બી, અળસીનો ઉપયોગ પણ કરી શકાય છે.
- ત્યારબાદ કેટલાક પ્રકારના યોગાઓ કરવાથી દુઃખાવામાં રાહત થતી હોય છે.એવા યોગામાં જે ખાસ કરીને PELVIC FLOOR MUSCLEનો ઉપયોગ થતો હોય અથવા કમરનો ઉપયોગ થતો હોય તેવા યોગાઓ કરવાથી વધારે રાહત થતી હોય છે તેવા યોગામાં સુપ્ત ભદ્રાસન ,મચ્યાસન,સુપ્ત, વક્રાસન ,સેતુંબંધાસન ,સવાસન અને વક્રાસનથી પણ દુઃખાવામાં ઘણી રહત થઇ શકે છે.
- કોઈ પણ કુદરતી પ્રક્રિયા પીડા ન આપે ,પીડા ત્યારે જ થાય જયારે ખલેલ પડતી હોય તેથી માસિકના દિવસોમાં આપણા દ્વારા લેવામાં આવતો તામ્સીક ખોરાક,ફાસ્ટફૂડ,વધારે ગરમ ખોરાકો જેનાથી અપચો થાય તેવા ખોરાકોથી અથવા માસિકના દિવસોમાં કામ કરવાથી આ ઉપરાંત વધારે ટેન્શનને કારણે પુરતી નિદ્રા ન લેવાને કારણે પણ આ ખલેલ પડતી હોય છે અને તેના કારણે પણ માસિક સમયે દુઃખાવો થતો હોય છે. આ દિવસો માં STRESS ઓછો થાય તે માટે પ્રાણાયામ તેમજ MEDITATIONનો સહારો લેવો જોઈએ જેનાથી મન શાંત પડશે અને માસિકના સમયે સહનશક્તિ પણ વધશે.
- માસિક સમયે દુઃખાવામાં ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં પણ રાહત નથી થતી તેવા દર્દીઓને medical સારવારની જરૂર પડી શકતી હોય છે.આ medical સારવારમાં શરૂઆતના દુઃખાવા સમયે એક-બે દિવસ માટે દુઃખાવામાં રાહત થાય તે માટે dysmen, spasmofirst, meftalspas, anafortan mf જેવી દવાઓનો ઉપયોગ કરી શકાય છે.આ ઉપરાંત દુઃખાવાની દવાથી પણ રાહત નથી થતી તો ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ ગોળીના ઉપયોગ માટે GYNECOLOGISTની સલાહ લેવી ખુબ જ જરૂરી છે. કેટલીકવાર આ હોર્મોનની ગોળીથી રાહત ન થાય તો કેટલાક હોર્મોન્સના injection અથવા હોર્મોનની દવાવાળી સળી પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલીકવાર ગર્ભાશયમાં કંઈ ને કંઈ ખામી હોય છે અને દર્દીનું FAMILY PLANING COMPLETE થઇ ગયું હોય છે અને દર્દીને આ દવા પીવા છતાં પણ ગર્ભનારોધક ગોળીનો ઉપયોગ અથવા હોર્માંસની દવાઓ ઉપયોગ કરવા છતાં પણ દર્દીને રાહત નથી થતી તેવા સજોગોમાં ગર્ભાશય નીકાળવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે .

No Comments