14 Jun
શું સ્તનમાં ગાંઠ કેન્સરની જ હોય છે ?
સ્તનમાં થતી ગાંઠના કારણો :
- 30-40 વર્ષની ઉમર આસપાસ થાય છે.
- 1)Estrogen હોમોન્સનું બેલેન્સ ન થવાના કારણે fibrocystic disease થવાની તકલીફ રહેતી હોય છે
- આ તકલીફમાં સ્તનમાં થોડું થોડું પાણી ભરાય છે તેની ગ્રથિઓમાં તેની સાથે તેમાં સોજો પણ આવે છે તેથી દર્દીને બંને સ્તન દુઃખે છે તેમજ સ્તનમાં ગાંઠ જેવુ લાગે છે.
- તેમજ સ્ત્રી જયારે તપાસ કરે છે ત્યારે તેમના હાથમાં ગાંઠ આવે છે તેવું લાગે છે અને તેમને અડકતા અથવા ન અડકતા પણ દુઃખાવો થાય છે.
- 2 ) FIBROADENOMA
- જેમાં સ્તનમાં ગોળાકાર, પીડારહિત સ્તનમાં હલનચલન કરી શકે તેવી ગાંઠ થઈ શકે છે.
- આ ગાંઠ સામાન્ય રીતે 15-16 વર્ષની ઉમરે પણ જોવા મળે છે અને 30-40 વર્ષની ઉમરે પણ જોવા મળે છે
- કેટલીવાર 1 cm કરતાં નાની ગાંઠ હોય તો તે ઓગળી પણ જતી હોય છે પરંતુ 2 કે 3 cm ની ગાંઠ થયા બાદ તેનો સતત દર વર્ષ અડધો કે આખા cm જેટલો કદમાં વધારો થતો જોવા મળતો હોય છે .
- આ પ્રકારની ગાંઠ જયારે પણ દદીને ખબર પડે છે ત્યારે સૌથી પહેલા ગાંઠ કેન્સરની છે કે નહીં તેનો ડર હોય છે પરંતુ આમાંથી મોટા ભાગની ગાંઠ કેન્સરની હોતી નથી પરંતુ કેટલીવાર ખૂબ ઓછા એવા કેસોમાં આ ગાંઠોમાં કેન્સર હોવાથી પણ શક્યતા રહે છે તેથી આવી ગાંઠ થાય તેનું નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે .
- 3 ) પરુ (રસી) ભરાવવું :
- જેને સામાન્ય ભાષામાં છાતી પાકી અથવા abcess એવું કહેવામાં આવે છે
- આવું infection ને કારણે થતું હોય છે અને ખાસ કરીને ધાવણ આપતી માતાઓને થવાની શક્યતા રહે છે.
- પરંતુ કેટલીવાર કોઈ ઈજા થઈ હોય અને લોહીનો ભરાવો થયો હોય અને infection લાગે તેના કારણે પણ abcess થવાની શક્યતાઓ રહે છે.આ પ્રકારની તકલીફની સાથે દર્દીને તાવ આવે અને જે પણ જગ્યાએ પરુ ભરાયેલું હોય તે જગ્યાએ ખૂબ જ દુખવો થાય છે અને તેના ઉપરની ચામડી લાલ દેખાય છે. ક્યારેક ખૂબ જ વધારે પ્રમાણમાં પરુ ભરાય તો જ્યાં પણ પરુ ભરાય ત્યાં ખૂબ જ પોચું અને દબાવી શકાય તેવો અનુભવ થાય છે. 4 ) Galactocele :
- સામાન્ય રીતે જે ધાવણ બંધ કર્યાના 6-8 મહિના બાદ થતું હોય છે તેમાં પાણી ભરાયેલી રસોળી થતી હોય છે અને ધાવણનો ભરાવો થતો હોય છે ખૂબ ઓછા દર્દીઓમાં infection લાગવાની શક્યતાઓ રહેતી હોય છે. 4) કેન્સરની ગાંઠ :
- આ કેન્સરની ગાંઠનો અનુભવ કેટલીકવાર દર્દીને ગાંઠ ના કારણે થતો હોય છે અને કેટલીકવાર અન્ય લક્ષણો પછી દર્દીને ખબર પડતી હોય છે કે તેને સ્તનમાં કેન્સર છે એટલે મોટાભાગના દર્દીઓને સ્તનનું કેન્સર ગાંઠના સ્વરૂપે અનુભવાતું હોય છે.
- જાતે તપાસ કરીએ ત્યારે આ ગાંઠ કેન્સરની છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય ?
- જયારે પણ સ્તનમાં ગાંઠનો અનુભવ થાય અને આ ગાંઠ એકદમ કડક હોય અને ઉપરની ચામડી હલનચલન ના કરી શકતી હોય અને જયારે ગાંઠને હલાવીએ ત્યારે આખું સ્તન હલતું હોય અને ગાંઠ અંદરની દીવાલ સાથે ચોટેલી હોય તેવું લાગે અથવા નિપ્પલમાંથી કોઈપણ પ્રકારનું લોહી આવતું હોય અથવા પાણી જેવુ આવતું હોય અથવા જે પણ ચામડી પર ગાંઠ લાગતી હોય તે ચામડી અંદર ખેંચાયેલી હોય અથવા ઉપરની ચામડી લાલ લાગતી હોય તેમજ આખા સ્તનમાં નારંગી જેવા નાના-નાના છિદ્રો થતાં હોય તો આ બધા જ ચિહનો સ્તન કેન્સર હોવાની નિશાની બતાવે છે..
- આવા કોઈપણ લક્ષણો સાથે જો સ્તનમાં ગાંઠ લાગે તો તાત્કાલિક gynecologist અથવા કેન્સરના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
- સ્તનની ગાંઠનું કારણ શું છે તે જાણવા માટે કેવા પ્રકારના રિપોર્ટ કરવામાં આવતા હોય છે ?
- સોનોગ્રાફી- સૌથી વધારે મદદરૂપ થાય છે .
- મેમોગ્રાફી – કેટલીકવાર સોનોગ્રાફી દ્વારા સ્તનની ગાંઠનું કારણ પાકું જાણી ન શકાય અથવા કેન્સર જેવો doubt લાગતો હોય ત્યારે મેમોગ્રાફી કરવામાં આવે છે જે x-ray technique છે અને તેનાથી સ્તનની ગાંઠનું વધારે પાકુ નિદાન કરી શકાય છે.
- usg guided aspiration biopsy – કેટલીકવાર સોનોગ્રાફી અથવા મેમોગ્રાફી કરીએ છીએ અને તેમાં કેન્સર હોવાનો ડાઉટ લાગતો હોય છે ત્યારે ડૉક્ટર દ્વારા usg guided aspiration biopsy કરવામાં આવે છે અને biopsy થી પણ નિદાન ન થાય ત્યારે તે ગાંઠનો આખો ભાગ કાઢીને તેની biopsy કરી અને તેમાં કેન્સર છે કે નહીં તેની નિદાન કરવામાં આવતું હોય છે.
- સ્તનની ગાંઠનું કારણ જાણ્યા બાદ તેની સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે ?
- સ્તનની ગાંઠની સારવાર તેના કારણ અનુસાર કરવામાં આવતી હોય છે જેમકે સ્તનમાં પરુ ભરાય છે તેમજ જરૂર અનુસાર antibiotic દવા આપવામાં આવે છે છતાં પણ રિકવરી ન આવતી હોય તો I&d એટલે કે છેકો મારીને, પરુ કાઢીને તેનું dressing કરીને પણ સારવાર કરવામાં આવતી હોય છે.
- જેમકે galactocele છે કે જેમાં ધાવણનો ભરાવો થાય છે તો તેને સોય દ્વારા ખેંચી લેવામાં આવે છે તો પણ તેમાં રાહત થઈ જતી હોય છે.
- Fibrocystic changes કે જેમાં સામાન્ય રીતે દુઃખાવાની દવા આપવામાં આવે છે અથવા કેટલાક પ્રકારની વિશેષ હોર્મોનની દવાથી અથવા primirose oil or vitamin- E આપવાથી પણ રાહત થતી હોય છે.
- Fibroadenoma જેવી ગાંઠ કે જે હાથથી અનુભવી શકે છે તે બધા જ પ્રકારની ગાંઠ લગભગ operatin કરીને કાઢી નાખવી જોઈએ તેનું મૂળ કારણ એ છે કે આ ગાંઠ ક્યારેય સુકાતી નથી અને ધીમે ધીમે તેનું કદ વધતું જતું હોય છે તેથી મોટા કદની થાય તે પછી ઓપરેશન કરવામાં સ્તન પર સ્કાર માર્ક આવવાનું અથવા ઓપરેશન લાંબુ થવા જેવી તકલીફો થતી હોય છે..
- જયારે સ્તનની ગાંઠ નાની જ હોય ત્યારે સમયસર તેની ઓપરેશન કરાવવું હિતાવહ હોય છે..
- જયારે આ સ્તનની ગાંઠ કેન્સરની છે તેવું ખ્યાલ પડે છે ત્યારે તે કયા સ્ટેજનું કેન્સર છે તે અનુસાર સારવાર આપવામાં આવે છે. તેમાં કેટલાક દર્દીઓને ઓપરેશન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓપરેશનમાં સ્તન નિકાળી દેવાની પણ જરૂર પડતી હોય છે . કેટલાક દર્દીઓને કીમો અથવા રેડિયો થેરાપીની પણ જરૂર પડી શક્તી હોય છે.

No Comments