સ્તનની જાતે તપાસ કરવાના શું ફાયદા છે ? અને સ્તનની તપાસ શા માટે કરવી જોઈએ ?
– સ્તન એવા પ્રકારનું કેન્સર છે. અથવા એવા પ્રકારનું અંગ છે કે જે દર્દી સામાન્ય રીતે પોતાની નરી આંખે જોઈ શકે છે.
– શરીરના કોઈ પણ અન્ય અંગો કે જેવા પેટના અંગો છે, આંતરડા છે, પક્વાશય છે, પિત્તાશય છે, પેશાબની કોથળી છે, ગર્ભાશય છે. તેમને અડકવા કે તેમને જોવા તે દર્દી માટે અશક્ય છે પરંતુ સ્તન અંગ એવું છે કે જે જાતે જોઈ પણ શકાય છે અને અડકી પણ શકાય છે. તેથી દર્દી તેની તપાસ પણ જાતે કરી શકે છે. – આ ઉપરાંત સ્તનના કેન્સરની કેટલીક એવી પણ સુવિધાઓ છે કે જેના નિદાન માટે ડોકટરી તપાસની,સોનોગ્રાફી અથવા મેમોગ્રાફી દ્વારા તપાસની જરૂર હોઈ છે પરંતુ તેના માટે દર્દીઓની જાગૃતતા પણ ઓછી હોય છે. તેથી દર્દી સમયસર તપાસ માટે જતા નથી.
– આ ઉપરાંત ભારત જેવા દેશોમાં કે જ્યાં જનસંખ્યા વધારે હોય છે અને Medical Scienceની સુવિધાઓ મર્યાદિત હોય છે. તેમાં દરેક દર્દી માટે Screening Test કરાવવો તે પણ અઘરો હોય છે. તો આવી સ્થિતિમાં સ્તનના કેન્સરનું જલ્દીથી વહેલામાં વહેલું નિદાન થાય અને શરૂઆતના સ્ટેજમાં નિદાન થાય કે જેથી તેની સારવાર પણ ઓછી ખર્ચાળ બને અને જલ્દી થી સારવાર થવાથી દર્દીને Recovery પણ સારી આવે અને ફરીવાર કેન્સર થવાની શક્યતાઓ ઓછી હોય છે.
– તો આ કારણોસર સ્તન કેન્સરની જાતે તપાસ કરવાની ખૂબ જ ફાયદા થતા હોય છે.
– આ ઉપરાંત સ્તન કેન્સરના કુલ કેસોનું જે નિદાન થયું છે તેમાંથી 30 ટકા કેસોનું નિદાન દર્દીઓ જાતે કરેલું હોય છે.
સ્તનની તપાસ ક્યારે કરવી જોઈએ ?
-સામાન્ય રીતે જે દર્દીને માસિક જતા રહ્યા છે એટલે કે Menopause છે તેવા દર્દીઓ એ મહિનાની કોઇ એક તારીખ નક્કી કરીને નિયમિત તપાસ કરવી જોઈએ પરંતુ જેને માસિક ચાલુ છે તેવા દર્દીને 7 કે 8 દિવસે તપાસ કરવી જોઈએ. માસિક પુરા થયા પછી સ્તનની જાતે તપાસ કરવી જોઈએ.
હવે સ્તનની જાતે તપાસ કેવી રીતે કરવી તે જાણીએ ………
તે બે ભાગમાં કરવાની છે.
૧. વિઝયુલાઇજેશન = સ્તનને જોવાના છે.
-
ઇન્સ્પેકશન = સ્તનને હાથથી અડીને તપાસ કરવાની છે.
– ઇન્સ્પેકશન & વિઝયુલાઇજેશનમાં શું કરવાનું છે? સૌ પ્રથમ છાતીના ઉપરના કપડાને ખુલ્લા કરી દેવાના છે
4 સ્થિતિમાં સ્તનની તપાસ કરવાની છે.
(૧) બંને હાથ સીધા રાખીને ઉભું રહેવાનું છે.
(2) બંને હાથ કમ્મર પર રાખીને સ્તનને સંકોચવાની છે
(૩) બંને હાથ કમ્મર પર રાખીને થોડું આગળની તરફ ઝૂકીને કાચમાં સ્તન જોવાના છે.
(4) બંને હાથને માથા પર રાખીને સ્તનના પણ અને બ્રાની પટ્ટી આવતી હોય તે ભાગ પણ ચેક કરવાનું છે.
– સૌ પ્રથમ પહેલી તપાસ જેમાં બંને હાથ બાજુમાં રાખીને તપાસ કરવાની છે. તેમાં બંને સ્તન સરખા કદનાં છે કે નહિ આ ઉપરાંત સ્તન ઉપર નારંગી કલરના નાના છેદ બનેલા છે કે નહી અથવા સ્તન ઉપર કોઈ ચાંદા પડેલા છે કે નહિ અથવા ચામડી અંદર ખેંચાય ગયેલી છે કે નહિ તેની તપાસ કરવાની છે…..
– આ ઉપરાંત નીપલની તપાસમાં નીપલ ઉપર ચાંદી છે કે નહિ તેની પણ તપાસ કરવાની છે…..
– આ ઉપરાંત બંને હાથ કમ્મર પર રાખીને છાતીને સંકોચવાની છે તેમાં દર્દીએ બંને બાજુ ફરવાનું છે. સ્તનની ડાબી અને જમણી બાજુ તપાસ સરખી રીતે જોઈ શકાય ત્યાર બાદ ત્રીજી તપાસમાં જેમાં દર્દીએ કમ્મર પર હાથ રાખીને આગળની તરફ ઝૂકવાનું છે તેમાં સ્તનના કોઈ પ્રકારનું ખેંચાણ તેમાં કોઈ કાપડમાંથી ઘણો ખેંચીએ અને તેવી જ રીતે કાપડ ખેચાતું હોય તેવી જ રીતે નિપલમાં અથવા કોઇ ચામડી ઉપર ખાડો પડે છે કે નહિ તેની તપાસ કરવાની છે અને ચોથી તપાસ જેમાં બંને હાથ માથા ઉપર રાખીને તેમાં સ્તનની જ્યાં બ્રાની પટ્ટી આવે છે ત્યાં કઈ બદલાવ દેખાય છે કે નહિ તેની તપાસ કરવાની છે.
– ત્યાર બાદ બીજા પ્રકારના ભાગની તપાસમાં દર્દીએ સ્પર્શથી(હાથથી અડકીને ) તપાસ કરવાની છે. એમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત…….
-આ તપાસ સમાન્ય રીતે નાહવાના સમયે કરવી જોઈએ કે જયારે સાબુ થોડો સ્તન પર લગાવીને કરવી જોઈએ.
-આ ઉપરાંત નાહવાના સિવાય અન્ય સમયે કરવામાં આવે ત્યારે મોન્સ્યુરાઈઝેશન ક્રીમ અથવા તેલ હાથમાં લઈને કરવી જોઈએ જેનાથી નાનામાં નાની રસોળી હશે તો પણ તે સરળતાથી હાથમાં અનુભવ થશે.
હવે તપાસ દરમિયાન કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે સમજીએ.
-હાથથી તપાસ કરવાની છે. તેમાં દર્દીએ બે આંગળી વચ્ચે સ્તનને પકડીને તપાસ નથી કરવાની અને આંગળીના ટેરવાથી તપાસ નથી કરવાની પરંતુ આંગળીના ટેરવાથી નીચેના આંગળીના ભાગથી તપાસ કરવાની છે. ત્યાર બાદ જમણા હાથથી ડાબા સ્તનની તપાસ કરવાની છે અને ડાબા હાથથી જમણા સ્તનની તપાસ કરવાની છે.
-સ્તનની તપાસ દરમિયાન હાથ ઉંચો નથી કરવાનો તેથી સ્તનનો કોઈ પણ ભાગ સ્પર્શ કર્યા વગર છુટી ન જાય.
-સ્તનની તપાસ કઈ પેટર્નમાં કરી શકાય એક નિપલને કેન્દ્રમાં રાખીને ગોળ આકારમાં સ્તનની તપાસ કરવી.
-જયારે બીજા સ્તનને શરુઆતમાં ડાબી બાજુથી અથવા એક બાજુ કરતા ઉપર-નીચે એવી રીતે ZIK-ZAK પેટર્નમાં પણ કરી શકાય છે.
-આ તપાસ દરમિયાન ઉપર હાડકાના ભાગથી લઈને બ્રાની પટ્ટી સુધીના સ્તન અને બગલથી લઈને અને બંને સ્તન વચ્ચેના હાડકા સુધી આખા સ્તનની તપાસ કરવાની છે.
-આ ઉપરાંત સ્તનના તપાસ દરમિયાન નિપલના બાકીના ભાગ રહી જાય તેમજ બગલમાં પણ તપાસ કરવાની છે.
નિપલની તપાસમાં બંને નિપલને પહેલી અને બીજી આંગળીથી દબાવીને તેમાં કોઈ પરુ કે એવું કઈ આવે છે કે લોહી કે તેવું આવે છે કે નહિ તનો અનુભવ કરવાનો છે.
-બગલની તાપસમાં સ્તનના અદરના ભાગના ત્રિકોણ આકારમાં બગલ હોય અંદરના ભાગ કોઈ બરોળ છે કે નહિ આંગળીના સ્નાયુના ભાગ કોઈ બરોળ છે કે નહી પાછળના ભાગમાં બરોળ છે કે નહિ , પડખામાં પણ કોઈ બરોળ છે કે કોઈ નાની રસોળી આવે છે કે નહિ તેની પણ તપાસ કરવી જોઈએ.
-આ સ્તનની તપાસમાં સ્તનને દબાવાનું છે અને આંગળી ગોળ ફેરવવાની છે તેમજ કોઈ રસોળી છે કે નહિ અથવા હાથથી ખાલી મસાજ કરતા હોય તેવી રીતે સ્લીપ કરવાનો છે.
-આ તપાસ દરમિયાન કોઈ પણ શંકાશીલ એવા તકલીફો લાગે જેમ કે હાથમાં રસોળી આવે, નિપલ ઉપર ચાંદી હોય, ચામડી ઉપર ચાંદી હોય નારંગી જેવા નાના નાના છીદ્રો દેખાતા હોય, નિપલમાંથી લોહી અથવા પરુ નીકળતા હોય, બગલમાં કોઈ રસોળી લગતી હોય તો ડોક્ટર પાસે વહેલામાં વહેલી તપાસ કરાવવી જોઈએ.
-આવી રીતે આપણે જાણ્યું કે સ્તનની જાતે તપાસ કરી શકાય છે અને તપાસ પણ સરળ હોય છે. માત્ર જરૂર છે તેમને સમજવાની અને યાદ રાખવાની અને નિયમિત યાદ રાખીને તેની તપાસ કરવાની.
-જો નિયમિત સ્તનની તપાસ કરવામાં આવશે તો સ્તન કેન્સરનું વહેલામાં વહેલું નિદાન થશે અને તેની સારવાર પણ શરૂઆતના STAGE માં તેનું નિદાન થઈ શકે છે. જેનાથી દર્દીને ક્યારેક નાના ઓપરેશનથી કિમોથેરાપી, રેડીયોં વગર પણ સારવાર મળી શકે છે.

No Comments