કેટલીક વાર અન્ય કોઈ તકલીફને કારણે જયારે ગર્ભાશયનો સોનોગ્રાફી કરવામાં આવે છે. ત્યારે ગર્ભાશયમાં ગાંઠ બતાવે છે અથવા વઘારે પડતું માસિક આવતું હોય, માસિક સમયે દુખાવો થતો હોય આવી પરિસ્થિમાં જયારે સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે. ત્યારે ગર્ભાશયમાં ગાંઠ આવે છે. અને દર્દી ગભરાય જાય છે.
તો આજે, ગર્ભાશયની ગાંઠ એટલે કે fibroid વિશે આપણે જાણીશું…..
ગર્ભાશયના ઓપરેશનના 77% કારણોમાં ગાંઠ જવાબદાર હોય છે. 40 થી 50 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 30% થી 40% સ્ત્રીઓમાં આ ગર્ભાશયની ગાંઠ દેખાતી હોય છે. ગર્ભાશયની આ ગાંઠને મેડિકલ ટર્મીનોલોજીમાં fibroid કહેવામાં આવે છે. સામાન્ય રીતે જયારે દર્દીને ખબર પડે છે કે તેમના ગર્ભાશયમાં fibroid અથવા ગાંઠ છે. ત્યારે તે ડરી જતાં હોય છે. તેમને શંકા અથવા ભય હોય છે કે આ કેન્સરની ગાંઠ તો નથી ને.
તો આજે આપણે એ જાણીએ કે આ fibroid શેનું બનેલું હોય છે.
આ fibroid એ સ્નાયુના વઘારે પડતા એક જ જગ્યાએ વિકાસ થવાના કારણે નકકર સ્નાયુની ગાંઠ બની જાય છે. જેવી રીતે ચરબીમાં વઘારે પડતી ચરબી ભેગી થવાને કારણે ચરબીની ગાંઠ બની જાય છે. તેવી જ રીતે આ સ્નાયુની ગાંઠ હોય છે. તેથી તેમાં ચિંતા કરવાની જરૂર હોતી નથી.
સામાન્ય રીતે આ fibroid ત્રણ પ્રકારના હોય છે.
1.submucosal fibroid ( ગર્ભાશયના અંદરના પોલાણમાં હોય છે. )
2.Intramural fibroid ( ગર્ભાશયના સ્નાયુમાં હોય છે. )
3.subserosal fibroid ( ગર્ભાશયની બહારની દીવાલમાં હોય છે. )
Intramural fibroid અથવા submucosal fibroid માં સૌથી વઘારે તકલીફ હોવાની શક્યતાઓ હોય છે. સામાન્ય રીતે fibroid જ્યાં દેખાય છે ત્યાં બાયોપ્સી કરતા ખ્યાલ આવે છે કે ત્યાં ઇસ્ટ્રોજન હોર્મોન્સનો પ્રમાણ વઘારે હોય છે. આ ઉપરાંત ત્યાં પ્રોજેસ્ટ્રોન રિસેપ્ટરનો પ્રમાણ વઘારે હોય છે. જેથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ઇનબેલેન્સ એટલે કે હોર્મોન્સના ઇનબેલેન્સને કારણે આ ગાંઠ થવાની શક્યતા વઘારે હોય છે. આ ઉપરાંત કેટલાક સ્ટડીઓથી સાબિત થઈ ચૂક્યું છે કે જેમ જેમ ઉંમર વધે છે. તેમ ગાંઠ થવાની શક્યતાઓ પણ વઘારે હોય છે. આ ઉપરાંત જે દર્દીઓમાં લાંબા સમયે પ્રેગનેન્સી રહે છે અથવા મોટી ઉંમરે પ્રેગનેન્સી રાખે છે. અથવા જેમની માતા બહેનમાં ફેમિલી હિસ્ટ્રીમાં fibroid છે. અથવા જેમનું ખુબ જ વજન વઘારે છે. તેવા દર્દીમાં fibroid થવાની વઘારે શક્યતા હોય છે. કેટલાક સ્ટડીઓથી સાબિત થઇ ચૂક્યું છે કે જે પણ femaleની ફિજીકલ એકટીવીટી અઠવાડિયાની 7 કલાક કરતા વઘારે છે. તે femaleમાં જેમની ફિજીકલ એકટીવીટી 2 કલાક કરતા ઓછી છે તેના કરતા fibroid થવાની શક્યતા ઓછી હોય છે. આ ઉપરાંત નોન વેજીટેરીયન ફૂડ લેય છે તેના કરતા વેજીટેરીયન લેનારી female માં fibroid થવાની શક્યતાઓ ઓછી હોય છે, સામાન્ય રીતે ગર્ભાશયની ગાંઠમાં દર્દીઓમાંથી 50% દર્દીઓને કોઈપણ તકલીફ હોતી નથી જયારે રીપોર્ટ કરાવવામાં આવે છે. ત્યારે ખ્યાલ આવે છે કે તેમને ગર્ભાશયમાં ગાંઠ છે. છતાં પણ કેટલાક દર્દીઓને માસિકના સમયે દુખાવો થવો અથવા વઘારે પડતું માસિક આવવું તેવી તકલીફો રહતી હોય છે. આ ઉપરાંત ગર્ભાશયની ગાંઠના કારણે પેશાબ વારંવાર જવું, પેશાબમાં કટકાવો થવો અથવા કબજિયાત રહેવો જેવી તકલીફ રહેતી હોય છે. કેટલીકવાર ગર્ભાશયમાં રહેલી આ ગાંઠને કારણે વ્યંધત્વ અને વારંવાર એબૉશન થવાની તકલીફો રહેતી હોય છેં. ગર્ભાશયની ગાંઠની નિદાન માટે ગાયનેક તપાસ હાથની તપાસથી પણ થતો હોય છે. પરંતુ સોનોગ્રાફી, MRI, હિસ્ટ્રોસ્કોપી આ નિદાનમાં વઘારે ઉપયોગ નીવડતા હોય છે. સોનોગ્રાફી એ સરળતાથી કરી શકાય છે અને ઓછી ખર્ચાળ પદ્વતિ છે. પરંતુ જયારે પણ ખુબ નાની ગાંઠો હોય અથવા વ્યંધત્વ અથવા વારંવાર એબૉશન થતા હોય તેવા કેસોમા ગર્ભાશયની ગાંઠ ગર્ભાશયની અંદરની દિવાલ સુધી કેટલી અડે છે. તેના નિદાન માટે અથવા ગર્ભાશય ખુબ જ મોટી સાઈઝનું છે કે જયારે સોનોગ્રાફીથી નિદાન નથી થઇ શકતું ત્યારે MRI ની પદ્ધતિ એ ગાંઠની નિદાન પદ્ધતિમાં સૌથી ઉપયોગ નિવડતી હોય છે. ગર્ભાશયના ગાંઠની સારવારમાં
1) દર્દીની ઉંમર
2) મેનોપોઝની ઉંમર
3) પ્રેગનેન્સી પ્લાનિંગ બાકી છે અથવા ફેમિલી કોમ્પલેટ થઈ ચૂક્યું છે.
4) ગર્ભાશયની ગાંઠ ક્યાં છે ?
5) આ ઉપરાંત એમના લીધે દર્દીને શું તકલીફ છે તેના પર આધાર હોય છે.
સામાન્ય રીતે ગર્ભાશયની ગાંઠ માટે સારવારના ત્રણ પ્રકાર હોય છે.
1 wait and watch treatment
2 medical tratment
3 surgical treatment
1) wait and watch treatment :-
જેમાં દર્દીને વધારે તકલીફ નથી તેમને 6 મહિને કે 1 વર્ષે તપાસ કરવામાં આવે છે. તેમાં દર્દી ને કોઈ તકલીફો છે કે નહિ. અથવા સોનોગ્રાફી કરીને ગર્ભાશયની ગાંઠ છે તે કેટલી સાઈઝમાં વધી છે અથવા અન્ય કોઈ ગાંઠ છે કે નહિ તેની તપાસ થતી હોય છે.
2) medical treatment :-
જે પણ દર્દીને માસિક સમયે ખુબ વધારે દુખાવો થાય છે અથવા માસિક વધારે આવે છે તેમના માટે ઉપયોગી હોય છે. તેમાં પણ ખાસ જેમની ઉમર પેરીમેનોપૌઝ છે, કે જે ટૂંક સમયમાં માસિક જતા રેવાના છે અથવા જેમને ઓપરેશન નક્કી જ થઇ ચૂક્યું છે પરંતુ થોડા સમય પછી ઓપેરશન કરાવવાનું છે તેવા દર્દીને ગર્ભાશયની ગાંઠ વધે નહિ અથવા દર્દીને વધારે તકલીફ ન થાય તે માટે. આ ઉપરાંત જેનું પાકું નિદાન નથી થયું, જેને આ તકલીફ છે તે ગાંઠના લીધે થાય છે. તેવા દર્દી ને medical treatment ખુબ ઉપયોગી નીવડતી હોય છે. સામાન્ય રીતે મેડિકલ ટ્રીટમેન્ટમાં ઈન્જેકશન અથવા પીવાની દવા અથવા હોર્મોન્સની DEVICE પણ આવે છે. ઈન્જેકશનમાં INJ. GnRH AGONIST અથવા INJ. ANTAGONIST આપવાના હોય છે. પરંતુ આ ઈન્જેક્શનના કારણે હોર્મોન્સનું પ્રમાણ ખુબ ઘટવાને કારણે દર્દીને મેનોપોઝના લક્ષણો દેખાતા હોય છે. જયારે પીવાની દવામાં TAB. YULIPRIST અને TAB. MIFEPRISTONE ની દવા આપવામાં આવે છે. પરંતુ આ સારવાર ખુબજ મોંઘી હોય છે. આ સારવારથી ગર્ભાશયની ગાંઠની સાઈઝ ખુબ ઘટતી હોય છે. પરંતુ જેવી દવા બંધ કર્યા પછી ગર્ભાશયની ગાંઠ નોર્મલ સાઈઝની થઇ જાય છે. intrauterine hormons DEVICE જેમાં દર્દીને ગર્ભાશયની અંદર T આકારની DEVICE જેમાં પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન્સ હોય છે તે મુકવામાં આવે છે. 5 વર્ષ સુધી આ હોર્મોન્સ ધીમે ધીમે તેમાંથી રીલીઝ થતો હોય છે. અને અસર આપતો હોય છે. આ DEVICE મુકવાની પદ્ધતિ ખુબ સરળ હોય છે. જેમાં દર્દીને દાખલ થવાની, ઓપરેશન કરવાની કે એનેસ્થેસિયા આપવાની જરૂર હોતી નથી. આ ઉપરાંત આરામ કરવાની પણ જરૂર હોતી નથી. અને DEVICE ને કારણે ખુબ જ અસરકારણ પરિણામ મળતા હોય છે. અને દર્દીને ઓપરેશનમાંથી પણ બચાવી શકાય છે.
3) surgical treatment :-
જયારે પણ દર્દીને medical સારવાર આપવા છતાં પણ રાહત થતી નથી અથવા દર્દીને fibroid ને કારણે વ્યંધત્વની તકલીફ રહતી હોય છે, અથવા વારંવાર એબૉશન થતું હોય છે તેવા દર્દીમાં surgary એડવાઈઝ કરવામાં આવે છે. જે પણ દર્દીની ઉમર નાની છે. અથવા uterus ને સાચવાની જરૂર પડતી હોય છે. તેવા દર્દીને mayomectomy એટલે માત્ર ગર્ભાશયની ગાંઠ કાઢવામાં આવે છે. તેમાં પણ ત્રણ પ્રકારની પદ્ધતિઓ હોય છે. એક પદ્ધતિમાં પેટ ખોલીને એબ્ડોમીનલ. બીજી પદ્ધતિ લેપ્રોસ્કોપી અથવા હિસ્ટ્રોસ્કોપીથી સર્જરી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી સર્જરીમાં ગર્ભાશય નીકાળી દેવામાં આવે છે. જે પણ દર્દીને ગર્ભાશયને સાચવાની જરૂર નથી હોતી તેવા દર્દીઓમાં ઉપયોગી થતું હોય છે. જેને મેડિકલ ટર્મિનોલોજીમાં Hysterectomy કહેવામાં આવે છે. આ પણ ત્રણ પદ્ધતિથી થઇ શકે છે. લેપ્રોસ્કોપી પદ્ધતિ, ટાકાવાળું ઓપરેશન એટલે કે abdominal પદ્ધતિથી અને ત્રીજી વજાઇનલ યોનીની જગ્યાથી ઓપરેશન થાય છે. આ ઉપરાંત કેટલીક મોડર્ન ટેક્નોલોજીની વાત કરીએ કે જેમાં ગર્ભાશય પણ સાચવાની જરૂર હોય અને દર્દીને ઓપરેશન પણ ન કરાવવું હોય તેવા દર્દીમાં uterine artery embolization અને MRI ની પદ્ધતિથી પણ કરી શકાય છે.
તો આજે આપણે જાણીયું કે ગર્ભાશયની દરેક ગાંઠ એ કેન્સરની ગાંઠ હોતી નથી અને ગર્ભાશયની ગાંઠ હોય છે તેવા દરેક દર્દીને ઓપરેશનની જરૂર હોતી નથી. કેટલાક દર્દીને માત્ર રાહ જોવાથી, તો કેટલાક દર્દીને માત્ર પીવાની દવા અથવા Intra uterine Hormon device થી પણ રાહત મળતી હોય છે.

No Comments