06 Mar
- સામાન્ય રીતે જ્યારે દંપતી 1 વર્ષ સુધી પ્રેગનેન્સી રાખવા માટે પ્રયત્ન કરે છે. છતાં પણ તેમાં સફળ નથી થતા ત્યારે તે સૌ પ્રથમ ગાયનેકોલોજીસ્ટ પાસે તપાસ કરાવે છે.
- ત્યારબાદ તેમને સામાન્ય રીતે સૌ પ્રથમ સામાન્ય એવી સારવાર કે જેમાં
સ્ત્રીબીજની ગુણવત્તા અને સંખ્યા વધે અને તે અનુસાર જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે તે દિવસોમાં સંબંધ રાખવાની સારવાર શરૂ કરવામાં આવે છે. તો આ સારવાર ને ઓવ્યુલેશન ઇન્ડક્શન કહેવામાં આવે છે.
- ઓવ્યુલેશન ઇન્ડક્શનની ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે દર્દીને સામાન્ય રીતે માસિકના બીજા કે ત્રીજા દિવસે બોલાવવામાં આવે છે. અને ત્યારે સોનોગ્રાફી કરવામાં છે.
- સોનોગ્રાફીમાં ગર્ભાશયની દિવાલ, ગર્ભાશય અને અંડાશયની તપાસ થતી હોય છે. અંડાશયમાં જે પણ સ્ત્રીબીજ છે તેની સંખ્યા અનુસાર દર્દીને પીવા માટેની હોર્મોન્સની દવા અથવા હોર્મોન્સનાં ઇન્જેક્શન આપવામાં આવે છે.
- ત્યાર બાદ દર્દીને માસિકના નવમાં કે દસમાં દિવસે બોલાવવામાં આવે છે. જેમાં ફરીવાર સોનોગ્રાફી કરીને અંડાશયમાં કેટલા સ્ત્રીબીજ બન્યા છે અને કેટલી સાઈઝ અને કદના બન્યા છે તેની તપાસ કરવામાં આવે છે.
- આ ઉપરાંત ગર્ભાશયની અંદરની દિવાલ કેટલી જાડાઈની છે અથવા A, B, કે C કયા ગ્રેડની છે તેની તપાસ થતી હોય છે.
- ત્યારબાદ જરૂર અનુસાર એક, બે કે ત્રીજા દિવસ અંતરે બે થી ત્રણ વાર બોલાવવામાં આવે છે. સ્ત્રીબીજ 18 કે 20 mm નું બની જાય ત્યારે તેસ્ત્રીબીજ પરિપક્વ થતું હોય છે. અને ત્યારબાદ તે સ્ત્રીબીજ છુટું પડે છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે.
- જો સ્ત્રીબીજ છૂટું નથી પડતું તો તેમને ઇન્જેક્શન ટ્રિગર આપીઓવ્યુલેશન એટલે કે સ્ત્રીબીજ છૂટું પડે તેની માટે તપાસ થતી હોય છે.
- ઇન્જેક્શન ટ્રિગર આપ્યાના 36 કલાક પછી સ્ત્રીબીજ છુટું પડતું હોય છે. એટલે 36 કલાક પછી તપાસ થતી હોય છે.
- આ તપાસમાં અંડાશયમાં જે પણ સ્ત્રીબીજ બન્યું હોય છે તે સ્ત્રીબીજ સુકાય જાય છે અને ગર્ભાશય અથવા અંડાશયની આસપાસ થોડું પાણી ભરાય જાય છે. તેનાથી ખબર પડે છે કે ઓવ્યુલેશન થઈ ગયું છે. એટલે કે સ્ત્રીબીજ છુટું પડી ગયું છે.
- તેમજ સોનોગ્રાફીમાં ગર્ભાશયની અંદરની દીવાલની ગુણવત્તા કેવી છે તે પણ જોવાનું હોય છે.
- જ્યારે પણ સ્ત્રીબીજ છૂટું પડે છે ત્યારે તેની આસપાસ દર્દીને સબંધ રાખવાનું સમજાવવામાં આવે છે. અને તેનાથી પ્રેગનેન્સી રહેવાની શક્યતાઓ વધતી હોય છે.
- સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા સુધરે તે માટે જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેને ઓવ્યુલેશન ઇન્ડક્શન કહેવાય છે. સ્ત્રીબીજની જે તપાસ કરવામાં આવે છે તેને ફોલિક્યુલર સ્ટડી કહેવામાં આવે છે.
- આ ઓવ્યુલેશન ઇન્ડક્શનની સારવાર સામાન્ય રીતે 4 થી 5 સાયકલ સુધી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં સફળ ન થાય તો વ્યંધ્યત્વની અન્ય જે સારવારની જરૂર હોય છે તે તરફ જવાનું હોય છે.
-
ઓવ્યુલેશન ઇન્ડક્શનની સારવાર સામાન્ય રીતે 8 થી 10 % જેટલી પ્રેગનેન્સી રહેવાની શક્યતા રહેતી હોય છે.

No Comments