ચોકલેટ સિસ્ટ એટલે શું ? તેનાથી પ્રેગનેન્સી રાખવામાં શું તકલીફ થઈ શકે ?
- એન્ડોમેટ્રોસીસ એટલે શું ?
- એન્ડોમેટ્રીયમ TISSUE ગર્ભાશયની આજુબાજુ, અંડાશય પર ,નળી પર ,ગર્ભાશયની દિવાલમાં અથવા પેડુંના ભાગોમાં બને છે.
- માસિકના દિવસોમાં જે એન્ડોમેટ્રીયમ TISSUE તૂટે છે અથવા તેનો વિકાસ થઇને દિવાલ બને છે તેમની સાથે ગર્ભાશયની આજુબાજુ જ્યાં એન્ડોમેટ્રિયમ TISSUE જમા થયેલું છે તેનો પણ GROWTH થતો હોય છે અને માસિકના દિવસોમાં એન્ડોમેટ્રીયમ TISSUE પેડુના ભાગમાં ભરાવો કરે છે આ ધીમે–ધીમે ભરાવો થતાં તેને કોઈ માર્ગ મળતો તેથી તે ભેગું થાય છેતેથી તે ધીમે-ધીમે જૂનું થાય છે અને BROWN COLOUR નું બને છે આ ઉપરાંત તે નળી અડાશય & આંતરડાની આજુબાજુ સોજો લગાવે છે તેના કારણે તાંતણા બનાવે છે તેથી એકબીજા સાથે દિવાલો ચોટવાની,નળી બ્લોક થવાની,નળીમાં પાણી ભરાવવાનું,આતરડા ચોટવાની શક્યતાઓ વધતી હોય છે.
- એન્ડોમેટ્રોસીસમાં શું તકલીફ થવાથી પ્રેગનેન્સી રહેતી નથી ?
- એન્ડોમેટ્રોસીસ સામાન્ય રીતે OVARIAN TISSUE એટલે કે અંડાશય પર વધારે હોય છે અંડાશય પર ચોકલેટ સિસ્ટને તે બનવાને કારણે સ્ત્રીબીજની ગુણવત્તા અને સંખ્યા પણ ઘટતી હોય તેમજ સ્ત્રીબીજ બનવાની શક્યતાઓ ઘટતી હોય છે જેને કારણે જે હોર્મોન્સ ઉત્પનન થવા જોઈએ તે નથી થતા અને હોર્મોન્સને કારણે ગર્ભાશયની અંદરની દિવાલ સારી નથી બનતી.
- ગર્ભાશયની અંદરની દિવાલ સારી ન બનવાને કારણે અને સ્ત્રીબીજની ગુણવતા ઓછી હોવાને કારણે ગર્ભ પણ ઓછી ગુણવત્તાના બને છે અને ગર્ભને ગર્ભાશયની અંદરની દિવાલમાં જે પ્રત્યારોપણ થવું જોઈએ તેમાં પણ તકલીફ થાય છે તેથી પ્રેગનેન્સી પણ નથી રહેતી અને રહે તો અબોશન થવાની શક્યતાઓ રહે છે.
- આ ઉપરાંત વઘારે પડતા સોજાને કારણે અથવા વધારે પડતા વિસ્તારમાં આ રોગ ફેલાયેલો (અંડાશયની આજુબાજુ)હોય તો નળી બ્લોક થવાની અથવા નળીના કાર્યમાં કે જે સ્ત્રીબીજ પકડવું અથવા સ્ત્રીબીજ શુક્રાણુંનું ફલન કરવાની પ્રકિયામાં ખામી સર્જાય છે અને તેના કારણે પણ પ્રેગનેન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે.
- એન્ડોમેટ્રોસીસમાં દર્દીને કેવા પ્રકારના લક્ષણો હોય છે ?
- લક્ષણોનો આધાર રોગ કેટલા પ્રમાણમાં છે તેના પર હોય છે
- કેટલાક દર્દીઓને નાના નાના લોહીના સ્પોટ જ બનતા હોય છે તો એવા દર્દીઓને ખુબ ઓછી તકલીફ થતી હોય છે.
- પંરતુ કેટલાક દર્દીઓને ચોકલેટ સિસ્ટ મોટી બનવાની કારણે, આંતરડા ચોટવાના કારણે અથવા ગર્ભાશયમાં અંડાશય ચોટે , નળીમાં પાણી ભરાય આવા દર્દીઓને પેડુમાં દુઃખાવાનું અથવા અન્ય પ્રકારની તકલીફો વધારે હોય છે
- એન્ડોમેટ્રોસીસ હોય તેવા પ્રકારના દર્દીઓમાં સામાન્ય રીતે માસિક સમયે પીડા વધારે હોય , માસિકની શરૂઆતમાં તેમજ માસિકના અંતમાં પણ દુઃખાવો થતો હોય છે કેટલીવાર આંતરડામાં એન્ડોમેટ્રોસીસ ફેલાયેલું હોય તો દર્દીને સંડાસ કે બાથરૂમ જતી વખતે પણ દુઃખાવો થતો હોય છે.
- કેટલાક દર્દીઓને તપાસ કરવા સમયે પણ ખુબ જ પીડા હોય છે.
- વંધ્યત્વના દર્દીને એન્ડોમેટ્રીઓસીસ છે કે નહિ તેનું નિદાન કેવી રાતે કરી શકાય ?
- વંધ્યત્વના દર્દીને સામાન્ય રીતે માસિક સમયની history પુછવામાં આવતી હોય છે જેમાં જે પણ દર્દીને એન્ડોમેટ્રીઓસીસ હોય તેને માસિકના સમયે દુઃખાવો થવાની શક્યતાઓ રહેતી હોય છે અને શારીરિક સબંધ સમયે દુઃખાવો થતો હોય છે તો આવા લક્ષણોને આધારે પણ દર્દીઓનું નિદાન થતું હોય છે.
- લક્ષણોમાં કોઇપણ પ્રકારની તકલીફો લાગે તો રિપોર્ટ અનુસાર પણ નિદાન થતું હોય છે. જો આવા રિપોર્ટ અને તપાસમાં જોઈએ તો BI-MANUAL EXAMINATION કરવામાં આવે છે કે જેને નોર્મલી ફીંગર તપાસ કહેવામાં આવે છે.
- આ BI-MANUAL EXAMINATION ગર્ભાશય અને અંડાશયની આજુબાજુથી પણ નિદાન થતું હોય છે.
- વંધ્યત્વના દર્દીને PELVIC USG કરવામાં આવે છે તેના દ્વારા પણ ચોકલેટ સિસ્ટનું નિદાન થાય છે પરંતુ કેટલાક કેસોમાં MRI જેવા રિપોર્ટની પણ જરૂર પડતી હોય છે. MRI જેવા રિપોર્ટમાં રોગ કેટલામાં સ્ટેજમાં છે તે જાણી શકાય છે અથવા આંતરડાને તેવું ચોટેલું છે કે નહિ તેનો વધારે ખ્યાલ આવતો હોય છે
- કેટલીક એવી સમસ્યાઓ છે કે જેમાં સોનોગ્રાફીની તપાસ અથવા લક્ષણો પરથી ખબર નથી પડતી કે દર્દીને ચોકલેટ સિસ્ટ કે એન્ડોમેટ્રોસીસ છે કે નહિ આવા દર્દીઓને વંધ્યત્વની ટૂંકાગાળાની સારવાર કર્યા બાદ લેપ્રોસ્કોપીની સલાહ આપવામાં આવતી હોય છે અને લેપ્રોસ્કોપી દરમિયાન એન્ડોમેટ્રીઓસીસનું નિદાન થતું હોય છે.
- લેપ્રોસ્કોપી એ એન્ડોમેટ્રોસીસના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનીક છે. તેમાં નરી આંખે જોવામાં આવે અને HIGH RESOLUTIONને કારણે ઝૂમ કરીને પણ નરી આંખે કોઈ પણ વસ્તુ જોઈ શકાય છે તેથી એન્ડોમેટ્રોસીસનું નિદાન કરવા માટે લેપ્રોસ્કોપી વરદાનરૂપ હોય છે.
- લેપ્રોસ્કોપીમાં નાભીની નીચે 1cm નો હોલ બનાવીને તેમાંથી દૂરબીનની તપાસ કરવામાં આવે છે.
- એન્ડોમેટ્રોસીસમાં સારવાર શું કરવામાં આવે છે ?
- તેમાં સમાન્ય રીતે મેડીકલ ટ્રીટમેન્ટ તેમજ સર્જીકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે.
1} મેડીકલ ટ્રીટમેન્ટ એટલે કે જેમાં પીવાની દવા આપવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ સામાન્ય રીતે વંધ્યત્વના દર્દીને પ્રેગનેન્સી રહેવામાં મદદરૂપ થતી નથી કારણ કે તેની ટ્રીટમેન્ટમાં ગર્ભનિરોધક ગોળી , DENOSOLE નામની ગોળી & GnRH નામના SUPRESSANT નો ઉપયોગ થતો હોય છે. બધી જ દવાઓ સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા અટકાવતી હોય છે જેથી આ કોઇપણ પ્રકારની સારવાર લેતા સમયે પ્રેગનેન્સી રહેતી નથી પરંતુ કેટલાક દર્દીઓને વંધ્યત્વની સારવાર અટકાવવાની અથવા બ્રેક લેવાની જરૂર પડતી હોય છે તેવા દર્દીઓએ આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ કારણ કે ટ્રીટમેન્ટ દરમિયાન બ્રેક પાડવામાં આવે તો આ રોગ વધારે વધતો હોય છે તેથી તે વધે નહિ અને વંધ્યત્વમાં તકલીફ ન પડે તેના માટે મેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે.
2 } સર્જીકલ ટ્રીટમેન્ટ : આ સારવારમાં લેપ્રોસ્કોપી સૌથી ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનીક છે પરંતુ ક્યારેક જરૂર પડતા પેટ ખોલી (લેપ્રોટોમી)ને પણ કરવામાં આવે છે પરંતુ વંધ્યત્વના દર્દીમાં લેપ્રોસ્કોપી સૌથી ઉત્તમ પદ્ધતી છે.
- લેપ્રોસ્કોપી ત્યારે જ કરવામાં આવે કે જયારે રોગ વધારે પડતો હોય અથવા CHOCOLATE CYST 4 કે 5 CM કરતા વધારે હોય અથવા વધારે પડતા અંડાશય , આંતરડા ચોટેલા હોય અથવા અંડાશય ગર્ભાશયની દિવાલ સાથે ચોટેલા હોય, પેડુમાં ખુબ જ દુઃખાવો થતો હોય અને સબંધ રાખતી વખતે પણ દુઃખાવો થતો હોય , ઉમર 35 વર્ષ કરતા વધારે હોય અથવા વંધ્યત્વની લાંબા ગાળાની સારવાર લેવા છતા પણ પરિણામ ન મળતું હોય ત્યારે લેપ્રોસ્કોપીની સલાહ આપવામાં આવે છે.
- લેપ્રોસ્કોપીની સારવારમાં chocolate cystedectomy એટલે કે સિસ્ટની દિવાલને કાઢવાની હોય છે. કેટલીકવાર
આ સિસ્ટની દિવાલ નીકળી શકે તેમ ન હોય ત્યારે જે પણ લોહી ભરેલું છે તેને ખાલી કરી લેવામાં આવે છે અને તેની દિવાલને quatery કરવામાં આવતી હોય છે પરંતુ આ દિવાલ આખી નીકળી અથવા લોહીના ગઠા દિવાલ સાથે ચોટેલા છે તે કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે.
- લેપ્રોસ્કોપીના ફાયદા :
- વંધ્યત્વની સારવારના પરિણામ મળવાની શક્યતાઓ વધે છે.
- ગેરફાયદા :
- ચોકલેટ સિસ્ટ કાઢવાને કારણે સ્ત્રીબીજની સંખ્યા ઘટવાની શક્યતાઓ રહેતી હોય છે.
- એન્ડોમેટ્રીઓસીસમાં વંધ્યત્વની કઈ-કઈ પ્રકારની સારવાર, કેવી રીતે નક્કી કરવામાં આવે છે
- સારવાર દર્દીની ઉમર,વંધ્યત્વ કેટલા વર્ષોથી છે, ચોકલેટ સિસ્ટની severity કેટલી છે તે અનુસાર નક્કી કરવામાં આવતી હોય છે
- એન્ડોમેટ્રીઓસીસમાં ખુબ નાના નાના સ્પોટ હોય એટલે કે દર્દીને કોઈ તકલીફ ન હોય અથવા ચોકલેટ સિસ્ટ મોટી સાઈઝની ન હોય તેવા કેસોમાં conservative દવાથી સારવાર કરવામાં આવે છે એટલે કે સ્ત્રીબીજની સારવાર આપવામાં આવે છે.
- પરંતુ જયારે chocolate cyst 4-5 cm મોટા સાઈઝની હોય, જયારે દર્દીને ખુબ જ વધારે પડતો દુઃખાવો થતો હોય અથવા આંતરડા ચોટેલા હોય, નળી સાથે અંડાશય ચોટેલા હોય આવા સંજોગોમાં દર્દીને લેપ્રોસ્કોપી કરવી ખુબ જરૂરી છે. લેપ્રોસ્કોપી કયા પછી દર્દીની સારવાર 35 વર્ષ કરતા નાની હોય તો સ્ત્રીબીજની સારવાર આપવામાં આવે છે અને ખુબ જ નાની હોય તો natural try કરવાની કહેવામાં આવે છે. સ્ત્રીબીજની સારવારથી પ્રેગનેન્સી ન રહેતો iui ની સલાહ આપવામાં આવે છે
- જો દર્દીની ઉંમર 35 વર્ષ કરતા વધારે હોય તો aggressire t/t ની સલાહ આપવામાં આવે છે. તેમાં સ્ત્રીબીજ iui કર્યા પછી પણ પરીણામ ન આવતા ivf ની સલાહ આપવામાં આવે છે
- કેટલાક દર્દીઓને ivf ની સારવાર સાથે ચોકલેટ સિસ્ટ પણ સાથે હોય છે અને જો ivf ની સારવાર દરમિયાન ચોકલેટ સિસ્ટ નડતરરૂપ હોય તો ઓપરેશનની સલાહ આપવામાં આવે છે
- કેટલીકવાર ચોકલેટ સિસ્ટ મોટા કદની હોય તેનાથી સ્ત્રીબીજની ગુણવતા અથવા ફલનની ક્ષમતા ઘટતી હોય પરંતુ દર્દીના સ્ત્રીબીજની સંખ્યા સારી હોય તો તેને પણ સર્જરી કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
- જો દર્દીની ઉંમર વધારે હોય, સ્ત્રીબીજની સંખ્યા ઓછી હોય તો તેને ઓપરેશનની સલાહ આપવામાં નથી આવતી કારણ કે ઓપરેશથી સ્ત્રીબીજની સંખ્યા ઘટે છે.

No Comments