18 Aug
- બાળક નિપ્પલ પર બચકું ન ભરે તે માટે શું કરવું જોઈએ ?
- સ્તનપાન સમયે બાળક નિપ્પલ પર બચકું ભરવાના કારણો……
1)સ્તનપાનની સ્થિતિ ખોટી હોવી,તે સ્તનપાનની એવી પોઝીશન આપવામાં આવે છે કે જેથી નિપ્પલ અથવા એરીઓલાનો ભાગ બાળકના મો માં આવતો નથી અને તેના કારણે બાળકને ધાવણ ન મળવાના કારણે બચકું ભરી જાય છે.
- સામાન્ય રીતે સાચી પોઝીશન હોય ત્યારે પેઢાની ઉપર જીભ આવી જાય છે અને તે જીભથી ધાવણને ખેચતું હોય છે અને ખોટી પોઝીશનને કારણે જીભ પાછળ રહી જાય છે અને તે પેઢાથી ધાવણ લેવાનું ચાલુ કરે છે અને ધીમે-ધીમે તેમાં તેવા પ્રકારની ટેવ પડી જાય છે અને જયારે દાંત આવે ત્યારે બચકું ભરી જાય છે.
2) ખુબ વધારે પડતું અથવા ઓછું ધાવણ આવવું
- ખુબ વધારે પડતું ધાવણ આવે ત્યારે તેને રોકવા માટે પણ બાળક ઘણીવાર બચકું ભરી જાય છે અને કેટલીકવાર ધાવણ ઓછુ આવે તો એકદમ ગુસ્સામાં આવવાના કારણે બાળક વધારે ધાવણ ખેચવા માટે પણ બચકું ભરી જતું હોય છે.
૩)બાળકનું શરદીને કારણે નાક બંધ થઈ જાય ત્યારે પણ તેને ધાવણ લેવામાં તકલીફને કારણે બચકું ભરી જાય છે.
4)દાંત આવે છે અથવા બાળકના મોમાં કોઈ વસ્તુ હોય છે તેને કારણે પણ બચકું ભરી શકે છે
5)ઘણીવાર બાળક ધરાય જાય ત્યારબાદ સ્તન સાથે રમવા માટે નિપ્પલને વારંવાર ચાવ્યા કરે છે અને તેના કારણે પણ બચકું ભરી જતું હોય છે.
6) કેટલીકવાર સ્તનપાન સમયે માતા વારંવાર હલ્યા કરે તો બાળકનું દયાન ધાવણમાંથી ખસે અથવા નિપ્પલ ખસે તેના કારણે પણ બાળક ગુસ્સામાં નિપ્પલ પર બચકું ભરી જતું હોય છે.
- સ્તનપાન સમયે બાળક અચાનક જોરથી નિપલ પર બચકું ભરી જાય તો માતાએ શું કરવું જોઈએ ?
- જયારે સ્તનપાન સમયે બાળક જોરથી અથવા અચાનકથી નિપ્પલ પર બચકું ભરે છે ત્યારે સામાન્ય રીતે માતાએ એકદમ ઝટકાથી બાળકને નિપ્પલથી છુટું પાડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને માતાએ ખુબ શાંત રહીને એકદમ ઊંડો શ્વાસ લેવો અને એકદમ ધીરજ રાખીને બાળકને સૌથી પહેલા નિપ્પલથી છુટું પાડવા પ્રયત્ન કરવો,તેના માટે બાળક જયારે પણ ધાવણ લેતું હોય ત્યારે બાળકના મો ના કોર્નરના ભાગમાંથી આંગળી નાખી અને મો ને ખોલી અને નિપ્પલને મો માંથી નિકાળીને છુટું પાડવું જોઈએ અને ત્યારબાદ બાળકને કોઈ શાંત જગ્યા પર મૂકી અને તેની બાજુ ધ્યાન ન દેવું અને તેનાથી દૂર જતું રહેવું જોઈએ અને જેનાથી નવજાત શિશુ પણ સમજી જશે કે જો હું માતાને સ્તનપાન સમયે બચકું ભરીશ તો મને સ્તનપાન નહિ મળે અને તેના થી બાળક ધીમે-ધીમે શીખશે.
- સ્તનપાન સમયે કઈ બાબતોનું દયાન રાખવું જેથી બાળક નિપ્પલ પર બચકું ના ભરે ?
- એકદમ પરફેક્ટ પોઝીશન લેવી જોઈએ જેના કારણે બાળક નિપ્પલના ભાગનો ૩જો ભાગ બાળકના મો માં આવે. નીચેની આકૃતિ પ્રમાણે નિપ્પલનો ભાગ મો માં મુકવો.
- આ યોગ્ય પોઝીશનને કારણે બાળકની જીભ તેના પેઢા પર આવતી હોય છે અને તેના કારણે તે નિપ્પલ અને દાંત વચ્ચે જીભ આવી જાય છે તેથી બાળક જોરથી બચકું નથી ભરતું તેમજ નિપ્પલની વધુમાં વધુ ગ્રંથી બાળકનો મો માં આવવાના કારણે બાળક વધારે પડતું ધાવણ ખેચવા નિપ્પલ પર બચકું નથી ભરી જતું.
- ઘાવણનો ભરાવો થઈ જતો હોય તો ધાવણ આપતા પહેલા જ ગરમ પાણીનો શેક કરીને વધારાનું ધાવણ જે ભરાયેલું છે તે નિકાળી દેવું અને જો ધાવણ ઓછુ લાગતું હોય તો બ્રેસ્ટ મસાજ કરવો અને ધાવણ વધવા માટેની કેટલીક દવાઓ લેવી.
- કેટલીકવાર બાળકને માતૃભાવથી શરીરે લગાડવાથી અથવા લાંબા સમય સુધી કાંગારૂ મધર બનવાથી પણ ધાવણનું પ્રમાણ વધે છે.
- ધાવણ આપતા સમયે માતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો…
- ધાવણ આપતા સમયે બાળક પર જ માતાનું ધ્યાન હોવું જોઈએ.
- બાળકને વ્હાલ કરતા કરતા ધાવણ આપવું જોઈએ.
- ધાવણ આપતી વખતે બાળક સાથે કઈકને કઈક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
- સ્તનપાન પછી બાળકનું પેટ ભરાય ગયેલું લાગે અને બાળક મો માં નિપ્પલ ચાવ્યા કરે તો જલ્દીથી જલ્દી બાળકને છુટું પડી દેવું જોઈએ.
- જયારે બાળકને દાંત આવતા હોય છે ત્યારે પણ બચકું ભરવાની શક્યતાઓ વધુ હોય છે કારણ કે, જયારે દાંત આવે છે ત્યારે પેઢા પર આવતા સોજાના કારણે બાળક નિપ્પલ તેનાથી દબાવીને ખંજવાળ મટાડતું હોય છે, તે ઓછુ થાય તે માટે કેટલાક SOFT TEETHER બાળકને આપી શકાય છે.
- કેટલીકવાર શરદીની તકલીફને કારણે બાળકનું નાક બંધ થઈ જાય તેના કારણે બાળકને ધાવણ લેવામાં તકલીફ પડે છે અને તે બચકું ભરી જતું હોય છે તેવી સ્થિતિમાં પોઝીશન બદલાવવાની ખુબ જરૂર હોય છે, સામાન્ય રીતે બેઠેલી સ્થિતિમાં ધાવણ આપવાનો આગ્રહ રાખવો.
- જો બાળક બચકું ભરી જાય તો વધારે દુઃખાવો થાય તો પંપથી ધાવણ ખેચીને તે ધાવણ બાળકને આપવું જોઈએ અથવા નિપલ પર COLD SPONGINGING વારંવાર કરતુ રહેવું જોઈએ.
- ધાવણ આપ્યા પછી માતાનું ધાવણ તે જ બચકાં (ચીરા) પર લગાવી દેવું જોઈએ.
- જો ચીરા પડી જાય તો તેને સામાન્ય ગરમ પાણીથી સાફ કરવાનું રાખવું જોઈએ
- આ ઉપરાંત અસહય દુઃખાવો થતો હોય તો કુત્રિમ નિપ્પલનો અથવા ઝેલ પેડનો પણ ઉપયોગ કરી શકાય છે તેમજ આ ચીરા પર ઇન્ફેકશન ન લાગે તે માટે દરવખતે ધાવણ આપતા પહેલા વ્યવસ્થિત હાથ સાબુથી ધોઈ નાખવા જોઈએ અને જે પણ બ્રા પહેરવામાં આવે છે તે કોટનની પહેરવી જોઈએ જેથી AIR CIRCULATION રહે અને દિવસના થોડા થોડા અંતરે આ ભાગ ખુલ્લો કરવો કે જેથી તેની જલ્દી રૂજ આવી શકે,છતાં પણ અસહ્ય દુઃખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
- સ્તનપાન તે માતા અને બાળક માટે જીવનની સૌથી શ્રેષ્ઠ પળો છે.
No Comments