09 Sep
- મારા સ્ત્રીબીજ અથવા SERUM AMH ખૂબ ઓછું છે.શું IVF વગર પ્રેગનેન્સી રહી શકે?
- વંધ્યત્વની સારવાર કરવા દરમિયાન જ્યારે gynecologist ડૉક્ટર દ્વારા સ્ત્રીબીજની તપાસ કરવામાં આવે છે અને ત્યારે ખબર પડે છે,કે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે. જેમાં સામાન્ય રીતે સોનોગ્રાફી કરીને માસિકના બીજા ત્રીજા દિવસે AFC COUNT એટલે કે અંડાશયમાં જે સ્ત્રીબીજનો જથ્થો હોય છે તેની સંખ્યા ગણવામાં આવે છે અને લોહીના રિપોર્ટમાં S-AMH નો રિપોર્ટ કરવામાં આવે છે. જયારે S-AMHનો રિપોર્ટ 1 કે 1.5 કરતા ઓછા હોય અને AFC જે સોનોગ્રાફીમાં જોવામાં આવે છે તે સ્ત્રીબીજની સંખ્યા ૮-૧૦ કરતા ઓછી સંખ્યામાં હોય ત્યારે સ્ત્રીબીજની સંખ્યા કે ગુણવત્તા ઓછી છે તેવું ખ્યાલ પડે, જયારે ખ્યાલ પડે છે કે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે ત્યારે દર્દીને ભવિષ્યમાં DONOR સ્ત્રીબીજ લેવા ન પડે તેના માટે જલ્દીથી જલ્દી પ્રેગનેન્સી રહી જાય તેના માટે જલ્દીથી IVF સારવારની જરૂર છે તેવું સમજાવવામાં આવે છે પરંતુ કેટલીકવાર કેટલાક દર્દીઓ IVFની સારવાર કરાવવા માંગતા નથી અથવા IVFની સારવાર કરાવી નથી શકતા તો તેવા દર્દીઓને પ્રેગ્નેન્સી રાખવી હોય તો કેવી રીતે TREATMENT કરાવવી તે આજે સમજીએ….
- સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થઈ જાય ત્યારે IVF એટલે સમજવામાં આવે કારણ કે તે કોઈપણ દવાથી વધારી નથી શકતા અને તે ઘટવાનું ચાલુ થાય ત્યારે મહીને-મહીને સ્ત્રીબીજ વપરાય છે અને તેની સંખ્યા ઘટે છે,જો સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા બંને ઘટી જાય તો ભવિષ્યમાં DONOR સ્ત્રીબીજની જરૂર પડે છે અને આવું ન થાય તે માટે જલ્દીથી પ્રેગ્નેન્સી રહી જાય તે માટે IVFની સારવાર સમજાવવામાં આવતી હોય છે.
- જો દર્દીની ઉંમર 35 વર્ષ કરતા વધારે હોય, વંધ્યત્વની સારવાર 4-5 વર્ષ સુધી લઈ ચુક્યા હોય તો વંધ્યત્વનું અન્ય કારણ પણ જવાબદાર હોય છે જેમકે,શુક્રાણુંની સંખ્યા અને ગતિશીલતા ખુબ ઓછી હોય અથવા નળીમાં કોઈ પ્રકારની તકલીફ હોય તો આવા સંજોગોમાં IVFની સારવાર ચોક્કસ કરાવી લેવી જોઈએ….
- પરંતુ જે પણ દર્દીને શુક્રાણુંનો રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે ,નળી પણ બંને ખુલ્લી છે ,કોઈ પ્રકારનું INFECTION નથી, ગર્ભાશયમાં કોઈ પ્રકારની તકલીફ નથી,જેમની ઉમર ૨૫ વર્ષ કરતા નાની છે તેમજ વંધ્યત્વની સારવાર ખુબ ટૂંકા સમય માટે લીધેલી છે અને લગ્ન જીવનનો પણ ઓછો સમય છે. તેવા દર્દીઓને પ્રેગ્નેન્સી રાખવા માટે IVFની સારવાર કરતા અન્ય સારવારમાં સ્ત્રીબીજ સારા બને તે માટે OVULATION INDUCTION અને IUI દ્વારા પ્રેગનેન્સી રાખી શકાય…
- સ્ત્રીબીજની સારવારમાં સામાન્ય રીતે જેમની સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થઈ છે તેમને માસિકના શરૂઆતના દિવસોમાં પરંતુ લાંબા ગાળા માટે સામાન્ય દર્દીને 5 દિવસ માટે દવા આપવામાં આવતી હોય છે. કેટલીકવાર જેની સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી હોય તેને GONADOTROPIN INJECTION પણ ઉમેરવામાં આવે છે જેને HORMONE ના INJECTION કહેવાય છે.૧૦માં દિવસથી સોનોગ્રાફી કરી સ્ત્રીબીજ સારું બને પછી INJECTION TRIGGER આપીને સ્ત્રીબીજ છુટું પડે પછી દર્દીને શારિરીક સંબંધ રાખવાનું સમજાવામાં આવે છે અને ગર્ભાશયની દિવાલ સારી બને તે માટે LEUTEAL SUPPORT તરીકે પ્રોજેસ્ટેરોન નામની હોર્મોન્સની દવા આપવામાં આવે છે.
- જયારે IUIમાં સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા બંને સારી બને તે માટે પીવાની દવા અને હોર્મોન્સના INJECTION પણ આપવામાં આવે છે.૧૦માં દિવસથી સોનોગ્રાફી કરી જયારે સ્ત્રીબીજ ૧૮થી૨૦mm નું પરિપક્વ બને અને દિવાલ પણ સારી બને ત્યારપછી INJECTION TRIGGER આપી તેના ૩૬ કલાક પછી જયારે સ્ત્રીબીજ છુટું પડે છે ત્યારે HUSBAND ના વીર્યનું સેમ્પલ લઇ તેમાંથી સારા શુક્રાણુંઓ જે ગર્ભાશયની અંદર મુકવામાં આવે છે જેને IUI કહેવામાં આવે છે.
- સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થાય અને જે પણ દર્દી IVFની સારવાર કરાવવા નથી માંગતા અથવા કરાવી નથી શકતા તેવા દર્દીઓને સ્ત્રીબીજની સારવાર અથવા IUIની સારવાર દ્વારા પ્રેગ્નેન્સી રાખી શકાય.
- કેટલીકવાર દર્દી નાસીપાસ થઈને કોઇપણ પ્રકારની સારવાર નથી કરતા અને તેના લીધે તેમને પ્રેગ્નેન્સી રહેવામાં પણ નિષ્ફળતા રહેતી હોય છે. તેમના બદલે IUI અથવા સ્ત્રીબીજની સારવારથી પ્રેગ્નેન્સી રાખવા પ્રયત્ન કરશે તો IVF જેટલા ઉત્તમ પરિણામ તો ન મળી શકે પરંતુ એકદમ પરિણામ ન મળવા કરતા 5-7% સ્ત્રીબીજની અને IUI જેવી સારવારમાં 12-15% દર્દી મહિનામાં પ્રેગ્નેન્સી POSITIVE થવાની શક્યતા રહેતી હોય છે.
- જેમની પણ સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે તેવા દર્દીએ નિરાશ ન થવું અથવા IVF ન કરાવી શકતા દર્દીઓ એ નિરાશ ન થતા સ્ત્રીબીજની સારવાર અથવા IUIની સારવાર દ્વારા પ્રેગ્નેન્સી રાખવા માટે સતત પ્રયત્ન કરતાં રહેવા જોઈએ……
No Comments