17 Sep
- કોપર – ટી એટલે શું ?
- કોપર એટલે તાંબુ અને T એટલે તેનો T પ્રકારનો આકાર હોય છે તેને COPPER – T કહેવામાં આવે છે
- આ એક પ્રકારની ગર્ભનિરોધક પધ્ધતિ અને કામચલાઉ પધ્ધતિ છે , permenant પધ્ધતિ નથી એટલે કે તે કાઢયા પછી ફરીવાર પ્રેગનેન્સી રાખી શકાય છે.
- આ પધ્ધતિમાં COPPER – T નામની DEVICE ને ગર્ભાશયની અંદર મુકવામાં આવે છે.
- ગર્ભનિરોધક પદ્ધતિમાં કોપર – ટી અન્ય પધ્ધતિઓ કરતા કઈ રીતે ફાયદાકારક છે ?
- ગર્ભનિરોધક તરીકે સામાન્ય રીતે પીવાની ગોળી ગર્ભનિરોધકની 21 કે 28 દિવસની ગોળી આવે છે તેનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
- પીવાની ગોળી રોજે પીવી પડે છે અને લાંબા ગાળા માટે પીવી પડે ત્યારે GYNECOLOGIST DOCTORની વારંવાર તપાસ અને સલાહની જરૂર પડે છે અને ખુબ લાંબા સમય સુધી લેવી હિતાવહ નથી.
- કોપર – ટી એક વાર મુકાવ્યા પછી 5-7 વર્ષ સુધી તેની અસર ચાલતી હોય છે તેમાં વારંવાર GYNECOLOGIST DOCTOR સલાહની જરૂર નથી. તેમાં વર્ષે 1 જ વાર તપાસ કરવી જરૂર હોય છે.
- ગર્ભનિરોધકની અન્ય પધ્ધતિમાં કુટુંબનિયોજનનું ઓપરેશન કરવામાં આવે છે,તેની સરખામણીમાં COPPER – T માં કોઈ ઓપરેશન કરવાની જરૂર નથી પડતી.
- મુકવી પણ ખુબ સરળ હોય છે અને દર્દીને દાખલ થવાની જરૂર નથી પડતી, કોઈ બેભાન કરવાની જરૂર નથી પડતી.
- આ ઉપરાંત કુટુંબનિયોજનનું ઓપરેશન કર્યાબાદ ફરીવાર પ્રેગનેન્સી રાખવી હોય તો ફરીવાર નળીને JOINT કરવી પડે અથવા IVF કરવું પડતું હોય છે, જયારે COPPER – T કાઢ્યાબાદ તરત જ રાખી શકાય છે.
- COPPER – Tની અસરકારકતા ગર્ભનિરોધક ગોળી કરતા વધારે છે અને કુટુંબનિયોજનના ઓપરેશન જેટલી જ હોય છે.
- COPPER – T કેવી રીતે કામ કરે છે ?
- COPPER નામનાં ધાતુમાંથી થોડા થોડા પ્રમાણમાં કોપર છુટો પડતો હોય છે અને કોપરને કારણે ગર્ભાશયની જે અંદરની દિવાલ છે તેમાં થોડો સોજો કરે છે પણ આ સોજો દર્દીની કોઈ તકલીફ વગર કામ કરે છે .
- જે કોપર – ટી જ્યાં ગર્ભનું પ્રત્યારોપણ થતું હોય છે ત્યાં જ મુકવામાં આવે તેથી ગર્ભનું પ્રત્યારોપણ ગર્ભમાં થઈ શકતું નથી, પ્રેગનેન્સી પણ રહેતી નથી અને શુક્રાણુંને પણ ગર્ભાશયમાં જતા અટકાવે છે તેથી તે પ્રેગનેન્સી ન રહેવામાં મદદરૂપ થાય છે.
- કોપર – ટી કેટલા પ્રકારની હોય છે ?
- કોપર – ટી સામાન્ય રીતે આકારની દ્રષ્ટીએ
1 ) T આકારની
2 ) MULTILOADED માં નાના નાના ખાચા હોય છે તેને કારણે તે ગર્ભાશયના આકાર સાથે ફીટ થઈ જાય છે અને ખસવાની શકયતા પણ ઓછી હોય છે.
- અન્ય પ્રકારમાં કોપર – ટી ની આવરદા પ્રમાણે…
1 ) COPPER – T 250 કે જે ત્રણ વર્ષ સુધી ચાલતી હોય છે.
2 ) COPPER – T 375 કે જે 5 વર્ષ સુધી ચાલતી હોય છે.
3 ) SILVER AG કે જે 10 વર્ષ સુધી COPPER – T ચાલતી હોય છે .
- આ કોપર – ટી 3,5 કે 10 વર્ષ સુધી ચોક્કસ ચાલે છે પરંતુ તે પહેલા પણ પ્રેગનેન્સી રાખવી હોય તો નીકળી શકાય છે.
- કોપર – ટી ક્યારે મૂકી શકાય છે
- કોપર – ટી DELIVERY થયાના5 MONTH પછી મુકવી વધારે હિતાવહ હોય છે .
- આ ઉપરાંત અબોશન કરવાની સાથે જ મૂકી શકાય છે અથવા D & C કર્યાના5 મહિના પછી મુકવી જોઈએ.
- માસિકના ત્રીજા/ચોથા/પાંચમા દિવસે મુકવામાં આવે છે તે દિવસે માસિક આવતું હોવાથી ગર્ભાશયનું મુખ ખુલ્લું હોય છે. COPPER – T મુકવામાં દુઃખાવો પણ ઓછો થતો હોય છે પરંતુ ક્યારેક વચ્ચેના સમયમાં પણ COPPER – T મૂકી શકાય છે.
- પરંતુ પ્રેગ્નન્સી રહયા પછી COPPER – T મૂકી શકાતી નથી.
- COPPER – T કેવી રીતે મુકવામાં આવે છે ?
- COPPER – T મુકવી તે OPD PROCEDURE છે , તેમાં દર્દીને દાખલ થવાની જરૂર નથી હોતી.
- યોનિમાર્ગને બીટાડીનથી કલીન કરી અને સોનોગ્રાફીમાંથી જોઈ ગર્ભાશયનું મુખ જરૂર હોય તો ખોલીને અથવા ખુલ્લું ન હોય તો TAB.MISOPROST નામની દવા આપીને મુખ ખુલ્લે પછી સરળતાથી સોનોગ્રાફીમાં જોઈ COPPER – T મુકવામાં આવે છે તેમાં PROCEDURE સમયે નહીવત જેવો દુઃખાવો થાય છે અથવા જરા પણ દુઃખાવો નથી થતો હોતો.
- અગાઉ એક કે બે સિઝેરિયન થયા હોય અથવા વારંવાર D & C થયા હોય અને મુખ બંધ હોય તેવા કેશોમાં બે ભાન કરવાની પણ જરૂર પડતી હોય છે
- કોપર – ટી મુક્યાબાદ કઈ કઈ બાબતોનું દયાન રાખવામાં આવે છે?
- કોપર – ટી મુક્યા બાદ ગર્ભાશયનાં મુખમાંથી દોરો હાથમાં આવતો હોય છે જે માસિકના દિવસોમાં દોરો જોવાની ટેવ પાડવી જોઈએ.
- જો આ દોરો વધારે પડતો નીચે , લાંબો કે હાથમાં ન આવતો હોય તો GYNECOLOGIST DOCTOR ની સલાહ લેવી જરૂરી છે.
- આ ઉપરાંત કોપર – ટી મુકાવ્યા બાદ માસિકના દિવસો ઉપર ચડે , પ્રેગનેન્સી કાર્ડ ચેક કરીને જો પ્રેગનેન્સી POSITIVE આવે તો GYNECOLOGIST DOCOTARની સલાહ લેવી જરૂરી છે.
- કેટલીકવાર COPPER – T નીચે ખસવાની કારણે પ્રેગ્નન્સી રહી શકે છે.
- દર વર્ષે COPPPER – T ની પોઝીશન બરાબર છે કે નહિ તે કરાવવી જોઈએ.
- કોપર – T ના કારણે થતી તકલીફોનું નિવારણ….
- કોપર – Tથી વજન વધવા કે ઘટવા સાથે કોઈપણ સબંધ નથી હોતો, જેવી રીતે શરીર પર કોઇપણ ધાતુ પહેરવામાં આવે છે તેવી જ રીતે કોપર – ટી પર કોપર ધાતુ હોય છે .
- ગર્ભનિરોધક ગોળી અથવા MIRENA (દવાની ) સળી મુકવાથી વજનમાં વધારો ઘટાડો થઈ શકે છે.
- કોપર – ટી ના કારણે શરૂઆતના 2-3 મહિના માસિક થોડું વધારે આવશે તેથી 2-3 મહિના માસિક ઓછું આવે તે માટે ડોકટરે આપેલી દવા જરૂર લેવી જોઈએ પરંતુ 3 મહિના પછી પણ માસિક વધારે આવતું હોય તો GYNECOLOGIST DOCTORની સલાહ અનુસાર સારવાર લેવી જોઈએ, છતાં પણ વધારે આવે તો કોપર ટી નિકાળવાની સલાહ આપવામાં આવે છે.
- કોપર ટીના લીધે માસિકના દિવસો લંબાઈ છે અને થોડા દિવસ કાળા કલરનું આવે તેમાં ટેન્શન ન લેવું.
- કોપર ટી મુક્યા બાદ પેડુમાં વધારે પડતો દુઃખાવો થતો હોય તેમાં પેડુના દુઃખાવાની દવાથી રાહત થઈ જતી હોય છે.
- કેટલીકવાર કોપર ટીના કારણે પેડુમાં દુઃખાવો થતો હોય , સફેદ પાણી આવતું હોય તેમાં ડોકટરની સલાહ લઈને સારવાર લઈ શકાય છે.
- જો પેડુનું ઇન્ફેકશન CONTROLમાં ન આવે તો જ કોપર ટી નીકાળવી જોઈએ.
- કેટલીકવાર દર્દીને કોપર ટી સાથેનો જે દોરો હોય છે તે નીકળી જાય છે અને તેના કારણે જયારે COPPER – T નીકાળવાનો સમય થાય છે તેથી ત્યારે નીકાળવામાં તકલીફ પડતી હોય છે, જયારે આ તકલીફ પડે ત્યારે સોનોગ્રાફી GUIDED કોપર ટી નીકાળવી પડે છે, છતા પણ તકલીફ થાય તો દૂરબીન જેવું INSTRUMENT મુકીને copper-T કાઢવી પડે છે.
- આવી જ રીતે COPPER-T ગર્ભનિરોધક અને સરળ પદ્ધતિ છે….
No Comments