24 Nov
- બાલિકામાં પુખ્તાવસ્થા ક્યારે આવી કહેવાય ? જે આવવામાં વહેલું મોડું થાય તો?
- કયા પ્રકારના શારીરિક બદલાવ થાય ?
- શારીરક બદલાવ 8 થી 9 વર્ષ થી 14 વર્ષ સુધીમાં તેનો સંપૂર્ણ વિકાસ થઈ જાય છે.
- આખી પુખ્તાવસ્થા શરૂ થવાથી પૂરી થવામાં 4-4.5 વર્ષ નો સમય ગાળો લેય છે.
- તેમાં શરૂઆતમાં થોડી ઊંચાઈ વધે, સ્તનનો ભાગ થોડો વધે ,જે પુખ્તાવસ્થાની પહેલી નિશાની હોય છે . ત્યારબાદ યોનીના ભાગમાં તેમજ બગલના ભાગમાં વાળ દેખાય છે જે શરૂઆતમાં થોડા પાતળા હોય છે ત્યારબાદ તેની એકદમથી ઊંચાઈ વધે છે અને માસિક આવવાની શરૂઆત થાય છે.
- આવી રીતે તેનાં secondary sexual characteristic ની શરૂઆત થતી હોય છે.
- ત્યારબાદ તેનો આવાજ પાતળો થાય, ચામડી સુવાળી બને, શરીરમાંથી અલગ પ્રકારની સુગંધ આવતી હોય છે , નિતંબના અને કમરના ભાગમાં ચરબીનો ભરાવો વધારે થતો હોય છે.
- સ્તનનો જે પણ વિકાસ થાય છે તેમાં શરૂઆતમાં સ્તન ઉપસે છે ત્યારબાદ ધીમે ધીમે તેમાં સ્તનનો વિકાસ થતો હોય છે.
- યોનિમાર્ગ અને બગલના ભાગમાં વાળની લંબાઈ ,જાડાઈ અને colour માં બદલાવ થતો હોય છે .
- શારીરિક અંગોમાં ફેરફાર થવા માટે શરીરની અંદર હોર્મોન્સમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે?
- પુખ્તાવસ્થામાં મગજમાં જે હાયપોથેલેમસ નામની ગ્રંથિ હોય તેમાંથી gonadotropin releasing hormone ઉત્પન્ન થવાનું શરૂ થાય છે જે પિટયૂટરી ગ્રંથિ ઉપર અસર કરે અને તેમાંથી FSH અને LH નામના હોર્મોન્સ બનવાનું શરૂ થાય છે અને આ હોર્મોન્સની અસર અંડાશય પર પડે અને સ્ત્રીબીજ બનવાનું શરૂ થાય છે અને સ્ત્રીબીજ બનવાની સાથે ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બનવાનું શરૂ થાય છે અને ઈસ્ટ્રોજનની અસર નીચે સ્તનનો વિકાસ થાય છે અને આ બંને હોર્મોન્સથી ગર્ભાશયનો પણ વિકાસ થાય છે અને આ બંને હોર્મોન્સ ઓછા થાય ત્યારે માસિક આવતું હોય છે.
- શારીરિક ફેરફાર થાય તે જાણવા શા માટે જરૂરી છે?
- શારીરિક ફેરફાર જે તેની પ્રજનન ક્ષમતા બતાવતી હોય છે.
- શારીરિક અંગોમાં ફેરફાર થાય તો જ તે આગળ જતાં પોતાના જેવો જ જીવ ઉત્પન્ન કરી શકશે, આમાં કોઈ પણ ખલેલ સર્જાય તો તેની પ્રજનન ક્ષમતામાં અથવા પ્રેગ્નેન્સી રહેવામાં તકલીફ પડી શકે છે.
- કેટલીકવાર માતા પિતા આ શારીરિક બદલાવમાં મોડું થાય તો ધ્યાન આપતા નથી અને પછી આગળ જતાં તેની કોઈપણ સારવાર થઈ શકતી નથી તેથી સમયસર શારીરિક ફેરફારમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
- બધા પ્રકારનો વિકાસ થાય પણ માસિક ન આવે તો તેને delay puberty કહેવાય.
- 15 વર્ષ સુધીમાં કોઈપણ શારીરિક બદલાવ ન દેખાય તો તેને delay puberty કહેવાય.
- આ શારીરિક બદલાવ જ્યારે 7 વર્ષ પહેલા દેખાય ત્યારે તેને precoc ious puberty કહેવાય.
- જ્યારે સ્તનના વિકાસ પહેલા યોનીના અને બગલના ભાગમાં જાડા વાળ આવવા માંડે તો અલગ અલગ બદલાવ થયો તો તેને asynchronies puberty કહેવામાં આવે છે.
- જે લક્ષણો સ્ત્રીમાં દેખાવવા જોઈએ તેની જગ્યાએ પુરુષ જેવા લક્ષણો આવે અને પુરુષમાં સ્ત્રી જેવા લક્ષણો આવે તો તેને heterosexual puberty કહેવામાં આવે છે.
- આ ચાર પ્રકારના લક્ષણોમાં ક્યારેક વારસાગત ખામી હોય, રંગસૂત્રોની ખામીને કારણે પણ આવા બદલાવ થાય છે ,મગજમાં કેટલીક પ્રકારની ગાંઠો હોય,થાયરોઇડ, પ્રોલેક્ટિન હોર્મોન વધારે હોય અથવા ઓછો હોય, શરીરમાં હોર્મોન્સ બનવાની ખામી સર્જાતી હોય તેના કારણે, nutritional ખામીને લીધે, માનસિક રોગોથી પીડિત વગેરે.. આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.
- આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેમાં secondary sexual characteristic gynecologyst ડૉક્ટર દ્વારા જોવામાં આવે છે.
- સોનોગ્રાફીમાં ગર્ભાશય અને અંડાશય યોનીચિદ્ર છે કે નહીં તેની તપાસ થતી હોય છે , કિડની ઉપર ગ્રંથિમાં કોઈ ગાંઠ છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે.
- રંગસૂત્રોની ખામી માટેના પણ રિપોર્ટ કરવામાં આવે છે.
- જરૂર અનુસાર મગજનો ct scan or MRI પણ કરાવવામાં આવે છે.
- યુવતીના કિશોરાવસ્થા દરમિયાન માતા-પિતા એ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- શારીરિક બદલાવ થાય તે પહેલા માતા-પિતા એ બાળકો સાથે મિત્ર જેવુ રહેવું જોઈએ.
- મિત્ર જેવુ વાતાવરણ બનશે તો જેટલા પુખ્તાવસ્થા દરમિયાન બદલાવ થશે, તેમને ઈચ્છાઓ થશે, કેટલીકવાર સંકોચાશે તો તે કેટલીવાર તેના માતા-પિતા સાથે વાત કરી કરશે.
- મિત્ર જેવુ વાતાવરણ બનવાની સાથે શરીરમાં જે પણ શારીરિક બદલાવ થવાના છે તે સમયસર તે યુવતીને સમજાવવા ખૂબ જરૂરી હોય છે જેમ કે, શા માટે અંગોના વિકાસ થાય, ત્યારે કેવા પ્રકારના કપડાં પહેરવામાં ધ્યાન દેવું, પોતાની સુરક્ષા સચવાય રહે તે માટે કોઈ સાથે એકાંતમાં ન મળવું, હમેશા કોઈપણની સાથે સંગાથમાં જ મળવું, અજાણી વ્યક્તિને પોતાનો ફોન નંબર ન આપવો, સરનામું ન આપવું.. આવી સાવચેતીના પગલાં પણ સમજાવવા જોઈએ.
- શારીરિક બદલાવ થાય ત્યારે bad touch અથવા good touch કોને કહેવાય તેના વિશે પૂરી માહિતી આપવી જરૂરી હોય છે.
- માસિકના દિવસોમાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું ?
- માસિક આવવાની પહેલા જ માસિક શું કામ આવે છે, ત્યારે શું કરવું જોઈએ તેની તાલીમ આપવી જરૂરી છે.
- માસિકના દિવસોમાં ચોકસાઈ, સેનેટરી પેડનો ઉપયોગ ક્યારે કરવો menstruation કપ ક્યારે ઉપયોગ કરવો, માસિક સમયે દુ:ખાવો થાય ત્યારે શું કરવું તેની માહિતી આપવી જરૂરી છે.
- માસિક સમયે થતાં દુ:ખાવા માટે કેટલીક જીવનશૈલી જવાબદાર છે તેમાં તીખો, તળેલો, તેલવાળો, ઓછો પૌષ્ટિક અને બહારનો ખોરાક સૌથી જવાબદાર હોય છે તો આવા ખોરાક માસિક સમયે ન લેવા જોઈએ.
- કિશોરાવસ્થા દરમિયાન માસિક શરૂઆતમાં વધારે આવે છે, પરંતુ ત્યારબાદ સ્ત્રીબીજ બનવાને કારણે માસિક નિયમિત આવે છે.
- કિશોરાવસ્થા દરમિયાન માતા-પિતાએ મિત્ર બનીને તેને કઈ-કઈ બાબતો સમજાવવી તેના વિશે પ્રયત્ન કરવો જરૂરી છે…

No Comments