25 Aug
- કોન્ડોમ વિશે આટલું જાણો .
- કોન્ડોમ કેવી રીતે કામ કરે છે અને તે શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે ?
- સામાન્ય રીતે શારીરિક સબંધ પછી પ્રેગનેન્સી ન રહે તેના માટે ઉપયોગ થતો હોય છે.
- એક વ્યકિતમાંથી બીજી વ્યક્તિને જાતિય રોગ ન થાય તે માટે ઉપયોગ કરવામાં આવે છે.
- કોન્ડોમ એક barrier method છે કે જે એક આવરણ ઊભું કરે છે.
- પ્રેગનેન્સી રાખવા માટે શુક્રાણું અને સ્ત્રીબીજનું મળવું ખુબ જ જરૂરી છે. તેમાં કોન્ડોમ વીર્ય અને યોનીમાર્ગની વચ્ચે હોવાથી વીર્ય યોનીમાર્ગમાં જતું નથી તેથી શુક્રાણુનું સ્ત્રીબીજ સાથે મિલન થતું નથી.
- જાતીયરોગના સંક્રમણ અટકાવવા માટે યોનીમાર્ગમાં જે infection વાળું પાણી હોય અથવા વિર્યને કારણે જે વાયરસનું infection સ્ત્રીને લાગવાની સંભાવના હોય તે બંને વચ્ચે માધ્યમ પૂરું પાડે છે.
- કોન્ડોમનો ઉપયોગ કોણે કરવો જોઈએ?
- જે લોકોને જાતિય રોગના સંક્રમણથી ડર લાગતો હોય તેને કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
- સબંધ રાખ્યા પછી પ્રેગનેન્સી ન રહે તે માટે જે પણ દંપતી અથવા યુગલો ઇચ્છતા હોય તેણે પણ કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
- જે દંપતી ગર્ભનિરોધક ગોળી, copper -T અથવા કુટુંબનિયોજનનું ઓપરેશન નથી કરી શકતા તેવા દર્દીઓ માટે કોન્ડોમનો ઉપયોગ સૌથી ઉત્તમ છે.
- કોન્ડોમનો ઉપયોગ અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ કરતા કઈ રીતે વધારે ફાયદાકારક હોય છે?
કોન્ડમ ના ઉપયોગ માટે કોઈ પણ ડોક્ટર ની સલાહની જરૂર નથી પડતી.
- કોપર-ટી, ગર્ભનિરોધક ગોળી અથવા કુંટુંબનિયોજનના ઓપરેશનમાં ડોક્ટર ની સલાહની જરૂર પડતી હોય છે.
- આ પદ્ધતિ ખુબ જ સરળ અને જાતિય સમાગમ વખતે જ તેનો ઉપયોગ કરવાનો હોય છે.
- આ ઉપરાંત જાતિય રોગના સંક્રમણથી પણ બચી શકાય છે.
- ખુબ ઓછી ખર્ચાળ પદ્ધતિ છે.
- તે સામાન્ય રીતે GOVERNMENT હેલ્થ સેન્ટરમાંથી ફ્રી માં મળી રહે છે.
- તે મેડીકલમાંથી ફક્ત ૩૦-૫૦ રૂપિયામાં મળી રહે છે.
- આ પદ્ધતિમાં ખુબ જ ઓછી આડઅસર હોય છે.
- કોન્ડોમના ઉપયોગના ગેરફાયદા શું હોય છે?
- જાતિય સમાગમ વખતે કેટલીક વાર કોન્ડોમ ભૂલી જવાના કારણે પ્રેગનેન્સી રહેતી હોય છે.
- જાતીય સમાગમ વખતે કોન્ડોમ ફાટી જાય અથવા યોગ્ય પદ્ધતિથી ઉપયોગ ન કરવાને કારણે પ્રેગનેન્સી રહેવાની શક્યતા રહે છે.
- કોન્ડોમને કારણે SEXUAL PLEASUREનું પ્રમાણ ઓછુ હોય છે.
- કોન્ડોમને કારણે કેટલીક LATEX મટિરિયલમાં દર્દીને એલર્જી અથવા ખંજવાળ આવવાની શક્યતા રહે છે.
- કોન્ડોમની અસરકારકતા જાતિય રોગોના સંક્રમણ અટકાવવામાં તેમજ ગર્ભનિરોધક તરીકે કેટલી હોય છે?
- જાતીય રોગોના સંક્રમણ જે FLUID (પાણીથી) ફેલાય છે તે અટકાવવામાં ખૂબ અસરકારકતા હોય છે અને ચામડીથી થતાં રોગ અટકાવવામાં કોન્ડોમની અસરકારકતા ખૂબ ઓછી હોય છે.
- 70-90% જાતિય રોગોના સંક્રમણ અટકાવવામાં ફાયદા કારક હોય છે.
- જે કોન્ડોમ અથવા કેટલીક ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ ન કરવામાં આવે તો 100 COUPLE માંથી 52 COUPLEને એક જ વર્ષમાં પ્રેગનેન્સી રહી જતી હોય છે.
- કોન્ડોમનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
- દરેક શારીરિક સબંધ વખતે નવા કોન્ડોમનો ઉપયોગ કરવો.
- કોન્ડોમ સમયે Lubricant નો જરૂર પડે તો water lubricant નો ઉપયોગ કરવો.
- પુરુષ જનનાંગ ઉતેજીત થાય પછી જ કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
- કોન્ડોમનો ઉપયોગ કરવા સમયે જનનાંગના આગળના ભાગ પર મૂકી કોન્ડોમનો આગળનો ½ ઇંચ જેટલો ભાગ ખેંચી રાખીને જનનાંગ પર કોન્ડોમનો રોલ કરીને આખો કોન્ડોમ ચડાવવો જોઈએ.
- શારીરિક સબંધ પછી વીર્ય નીકળી જાય ત્યારે કોન્ડોમની રીંગ પકડીને સાચવીને કાઢવો જોઈએ.
- શારીરિક સબંધ વખતે કોન્ડોમ ફાટી ગયો અથવા સ્લીપ થઈ ગયો હોય તેવું લાગે તો તે જ સમયે શારીરિક સબંધ અટકાવવો જોઈએ અથવા શારીરિક સંબંધ પછી કોન્ડોમ ફાટી ગયો છે કે નહીં તેની યોગ્ય તપાસ કરી લેવી જોઈએ અને જરૂર અનુસાર અન્ય ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
- કોન્ડોમનો ઉપયોગ કર્યા બાદ વ્યવસ્થિત પેક કરી કચરાપેટીમાં નાખવો જોઈએ….
No Comments