Pregnancy નળી માં રહે તો ?
- Pregnancy ગર્ભાશય સિવાય ગર્ભાશયના અન્ય ભાગમાં રહેતી હોય છે તેને ectopic pregnancy કહેવામાં આવે છે.
- કેટલીકવાર દર્દી આ ectopic pregnancy વિશે પૂરી માહિતી ન લીધી હોવાના કારણે, abotion ની ગોળી લેવાના કારણે અથવા pregnancy રહ્યા પછી ખૂબ મોડી તપાસ કરવાના કારણે અથવા ectopic pregnancy છે તેનું નિદાન થયા બાદ પણ તેના ગંભીરતાના અજાણના કારણે કેટલીક વાર દર્દી ને ઘણી મોટી તકલીફો થતી હોય છે.
Pregnancy કેવી રીતે રહે છે ?
- સામાન્ય સ્થિતિ માં માસિકના જે 14 થી 15 માં દિવસની આસપાસ સ્ત્રીબીજ છૂટું પડીને નળીમાં જાય છે અને એ સમય દરમિયાન જ્યારે સબંધ રાખવામાં આવે છે ત્યારે યોનિ માર્ગ માંથી શુક્રાણુ છૂટા પડી અને ગર્ભાશયમાંથી નળીમાં સ્ત્રીબીજનું આ શુક્રાણુ દ્વારા ફલન થાય છે અને જે ગર્ભ બને છે તે ગર્ભ ચાર નું પાંચ દિવસ પછી પાછો ગર્ભાશયમાં આવતો હોય છે .
- ગર્ભાશય ની જ માત્ર ક્ષમતા હોય છે કે તે નવ મહિનાના ગર્ભ નો વિકાસ કરી શકે છે અને તેમની સાથે ગર્ભાશયના સ્નાયુઓ ખેંચાઈ શકે છે. શરીરના કોઈ પણ અંગની એવી ક્ષમતાઓ નથી કે તે ગર્ભનો આવો વિકાસ કરી શકે , શરીર ના અન્ય કોઈ ભાગોમાં જેમકે નળીમાં , અંડાશયમાં ,પેટ ના ભાગમાં અથવા ગર્ભાશયના મુખમાં pregnancy રહે તો તે ગર્ભ નો વિકાસ કરી ના શકે અથવા ગર્ભનો જો વિકાસ થાય તો જે ભાગમાં ગર્ભ રહ્યો છે તે ગર્ભની આજુબાજુની નસો ફાટવાનો અથવા જે અંગ છે તેને નુકશાન થવાની શક્યતાઓ રહેતી હોય છે તેથી ગર્ભ માત્ર ગર્ભાશયની અંદર જ વિકાસ થાય છે. અન્ય કોઈ પણ અંગોમાં તેનો વિકાસ થઈ શકતો હોતો .
Pregnancy નળી માં રહે તો શું તકલીફ થઈ શકે ?
- Pregnancy જો નળીમાં રહે તો તેમાંથી કેટલાક દર્દીઓને તે ગર્ભ નળીમા જ સુકાઈ જતો હોઈ છે અને તેમાં કોઈ પણ પ્રકારની તકલીફો પણ થતી નથી .
- જ્યારે કેટલાક દર્દીઓને આ ગર્ભ નળીમાં રહે અને તેનું અબોશન થાય અને ગર્ભ છૂટું પડે અને તેનું બ્લીડિંગ થાય છે તે પેટમાં ભરાય છે.
- જો ગર્ભ ગર્ભાશયમાં રહેલો હોય તો બ્લીડિંગ રૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે પરંતુ જ્યારે ગર્ભ નળીમાં હોય છે ત્યારે તે લોહી પેટમાં ભરાતું હોય છે.
- જ્યારે ગર્ભ નળીમાં મોટી સાઇઝનો થાય તો તે નળીને ફાડે છે અને નળીને લોહી પહોંચાડનારી નસો છે તેને પણ ચીરે છે. અને તેના કારણે ખૂબ વધારે પડતું લોહી જતું હોય છે આ લોહીનું પ્રમાણ ક્યારેક 300ml થી લઈ 2 લિટર સુધીનું લોહી પણ જતું રહેતું હોય છે અને તેના કારણે દર્દીને લોહીની ટકાવારી ખૂબ ઓછી થઈ જતી હોય છે, bp ઓછું થઈ જાય અને દર્દી બેભાન અવસ્થામાં થઈ જાય છે તેથી તકલીફો પડી શકે અથવા જો તેની સમયસર સારવાર ના થાય તો મૃત્યુ થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે.
Pregnancy નળીમાં રહેવાના કારણો શું હોય છે ?
- 50% કેસોમાં pregnancy નળીમાં રહેવાના કારણો મળતા હોતા નથી છતાં તેવા કારણોમાં નળીમાં ઇન્ફેકશન હોવું હોય છે . ( pelvic inflammatory disease ), આવા case માં નળીમાં pregnancy રહેવાની શક્યતાઓ વધારે હોય છે.
- કેટલીકવાર TB ના infection ને કારણે પણ ગર્ભ નળીમાં રહેવાની શક્યતાઓ રહે છે.
- આ ઉપરાંત નળીની અંદરની બાજુ જે celia કે જે ગર્ભને નળીની અંદરની બાજુ એટલે ગર્ભાશય બાજુ ધક્કો મારે છે તેમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થયેલું હોય તો નળી માં pregnancy રહેવાની શક્યતાઓ રહે છે .
- IVF જેવી સારવારમાં અમુક કેસમાં ગર્ભ નળીમાં શકયતાઓ રહેતી હોય છે . આ ઉપરાંત ગર્ભ નિરોધક પધ્ધતિઓ copper-t અથવા કુટુંબનિયોજનું ઓપરેશન જો નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં પણ ગર્ભ નળીમાં રહેવાની શક્યતાઓ રહેતી હોય છે.
Pregnancy નળીમાં છે તેવું દર્દીને કેવા પ્રકારની તકલીફથી ખબર પડી શકે?
- જે pregnancy શરૂઆતના દિવસોમાંજ ખબર પડી જાય કે ગર્ભ નળીમાં છે. તેવા માંથી મોટા ભાગના દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ હોતી નથી આ તકલીફ નહીં હોવાને કારણે જ્યારે gynecology doctor દ્વારા patient ને સમજાવવામાં આવે કે ગર્ભ નળી માં છે એના માટે આવી વિશેષ ટ્રીટમેન્ટની જરૂર છે એના માટે દર્દીને સારવારમાં વિશ્વાસ નથી આવતો અને તેને કારણે તે સારવારને અવગણે છે અને તેના કારણે ગર્ભ નળીમાં મોટો થવાને કારણે નળી ફટવાને કારણે ગંભીર તકલીફો અથવા ઓપરેશન કરવાની પણ જરૂર પડી શકતી હોય છે. તો આવા સંજોગોમાં જ્યારે પણ pregnancy રહે ત્યારે દર્દીએ સાત દિવસ ચડતાની સાથે વહેલામાં વહેલી તકે સોનોગ્રાફી કરીને તપાસ કરી લેવી જોઈએ કે ગર્ભ ગર્ભાશયમાં છે કે ગર્ભાશયની બહાર છે કે જેથી તેનું વહેલી તકે સારવાર પણ થઈ શકે અને નિદાન પણ થઈ શકે.
- ત્યારબાદ જે દર્દીને ગર્ભ નળીમાં છે તેનું મોડું નિદાન થાય છે તે દર્દીને સામાન્ય રીતે માસિક ઉપર દિવસો ચડેલા હોય છે આ ઉપરાંત pregnancy positive હોય છે અને પેઢું ના ભાગમાં ખૂબ વધારે દુખાવો થતો હોય છે આ દુખાવો કેટલીકવાર એક બાજુ અથવા આખા પેટમાં થતો હોય છે આ દુખાવો શરૂઆતમાં ધીમો થાય અને જ્યારે નળી ફાટે ત્યારે એક્દમથી વધારે થાય અને આ દુખવાની સાથે દર્દીને કમજોરી લાગે, ચક્કર આવે અને અમુક્વાર ચક્કર ખાઈને પડી જાય કેમકે પેટમાં લોહી ભરાયેલું હોય અને નળી ફાટેલી હોય તો તેવી તકલીફો થવાની શક્યતાઓ રહેતી હોય છે.
Pregnancy નળીમાં રહેલી છે તેનું નિદાન કેવી રીતે કરી શકાય ?
- તકલીફો પ્રમાણે દર્દીને ગર્ભ નળી માં જ છે કે નહીં તેનું નિદાન કરવા માટે સામાન્ય રીતે બે પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે
1st સોનોગ્રાફી
2nd લોહીનો રિપોર્ટ કે જેમાં serum B-HCG નો રિપોર્ટ કરવામાં આવે છે.
1st પદ્ધતિ સોનોગ્રાફી
- તે ખુબ જ સરળ હોય છે જેથી તેનો વધારે પડતોઉપયોગ Pregnancy ગર્ભાશય સિવાય ગર્ભાશયના અન્ય ભાગમાં રહેતી હોય છે તેને ectopic pregnancy કહેવામાં આવે છે.
- કેટલીકવાર દર્દી આ ectopic pregnancy વિશે પૂરી માહિતી ન લીધી હોવાના કારણે, abotion ની ગોળી લેવાના કારણે અથવા pregnancy રહ્યા પછી ખૂબ મોડી તપાસ કરવાના કારણે અથવા ectopic pregnancy છે તેનું નિદાન થયા બાદ પણ તેના ગંભીરતાના અજાણના કારણે કેટલીક વાર દર્દી ને ઘણી મોટી તકલીફો થતી હોય છે.
Pregnancy કેવી રીતે રહે છે ?
- સામાન્ય સ્થિતિ માં માસિકના જે 14 થી 15 માં દિવસની આસપાસ સ્ત્રીબીજ છૂટું પડીને નળીમાં જાય છે અને એ સમય દરમિયાન જ્યારે સબંધ રાખવામાં આવે છે ત્યારે યોનિ માર્ગ માંથી શુક્રાણુ છૂટા પડી અને ગર્ભાશયમાંથી નળીમાં સ્ત્રીબીજનું આ શુક્રાણુ દ્વારા ફલન થાય છે અને જે ગર્ભ બને છે તે ગર્ભ ચાર નું પાંચ દિવસ પછી પાછો ગર્ભાશયમાં આવતો હોય છે .
- ગર્ભાશય ની માત્ર ક્ષમતા હોય છે કે તે નવ મહિનાના ગર્ભ નો વિકાસ કરી શકે છે અને તેમની સાથે ગર્ભાશયના સ્નાયુઓ ખેંચાઈ શકે છે. શરીરના કોઈ પણ અંગની એવી ક્ષમતાઓ નથી કે તે ગર્ભનો આવો વિકાસ કરી શકે , શરીર ના અન્ય કોઈ ભાગોમાં જેમકે નળીમાં , અંડાશયમાં ,પેટ ના ભાગમાં અથવા ગર્ભાશયના મુખ pregnancy રહે તો તે ગર્ભ નો વિકાસ કરી ના શકે અથવા ગર્ભનો જો વિકાસ થાય તો જે ભાગમાં ગર્ભ રહ્યો છે તે ગર્ભ
Pregnancy નળીમાં રહેલી છે તેનું નિદાન કેવી રીતે કરી શકાય ?
- તકલીફો પ્રમાણે દર્દીને ગર્ભ નળી માં જ છે કે નહીં તેનું નિદાન કરવા માટે સામાન્ય રીતે બે પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે
1st સોનોગ્રાફી
2nd લોહીનો રિપોર્ટ કે જેમાં serum B-HCG નો રિપોર્ટ કરવામાં આવે છે.
1st પદ્ધતિ સોનોગ્રાફી
- તે ખુબ જ સરળ હોય છે જેથી તેનો વધારે પડતોઉપયોગ થાય છે. પરંતુ સોનોગ્રાફીમાં ગર્ભ ખૂબ જ નાના કદનો હોય ત્યારે સોનોગ્રાફીમાં પણ જોવું ખૂબ અઘરું હોય છે, જ્યારે ગર્ભ અમુક સાઈઝનો થાય ત્યારે સોનોગ્રાફીથી તેનું નિદાન કરી શકાય છે આ ઉપરાંત સોનોગ્રાફીથી ગર્ભ કયા છે ,કેટલા કદનો છે ગર્ભમાં ધબકારા આવેલા છે કે નહીં અને ગર્ભ છૂટો પડી પેટમાં લોહી ભરાયેલું છે કે નહીં તેનું નિદાન કરવામાં ઉપયોગી થતું હોય છે આ ઉપરાંત તેમાંની કેટલીક ટ્રીટમેન્ટમાં injection મારી ને સુકવામાં આવે છે ત્યારે ગર્ભનું કદ નાનું મોટું થાય છે કે નહીં તે પણ સોનોગ્રાફીમાં જોવામાં આવે છે . તેને સુકવવામાં પણ સોનોગ્રાફી મદદરૂપ થતી હોય છે .
-ત્યાર બાદ બીજી પધ્ધતિ છે લોહીના રિપોર્ટની જે serum B-HCG નો રિપોર્ટ કરવામાં આવે છે . જ્યારે સોનોગ્રાફી થી ગર્ભ નળીમાં છે કે નહીં નિદાન પાકુ નહીં કરી શકાતું એટલે કે ગર્ભ ખૂબ નાનો હોય ત્યારે આ લોહીનો રિપોર્ટ ખૂબ ઉપયોગી થતો હોય છે .
– તેમાં પહેલો રિપોર્ટ કરવામાં આવે ત્યારે માત્ર pregnancy છે કે નહીં તેનું નિદાન થતું હોય છે પરંતુ જ્યારે 48 કલાક પછી બીજી વાર કરવામાં આવે ત્યારે તેમાં કેમિકલ નું પ્રમાણ 50% કરતાં વધારે હોય છે તો એનો મતલબ ગર્ભ હજી જીવંત છે અને જો 50% કરતાં ઓછું હોય તો તેનો મતલબ ગર્ભ મૃત છે અને વિકાસ નથી થતો .
– આ બંને રિપોર્ટ જોઈને પહેલા કરતાં બીજા રિપોર્ટ કે જે 48 કલાક પછી કરવામાં આવે છે. તેનાથી જાણી શકાય કે ગર્ભ વિકસિત થાય છે કે નથી થતો.
– આ ઉપરાંત જ્યારે પણ injection આપી ને ગર્ભ સુકવવામાં આવે અથવા laproscopy કર્યા પછી નળીમાંથી માત્ર ગર્ભને સાફ કરવામાં આવે અને નળી નિકાળવામાં ના આવે તે સંજોગોમાં ગર્ભનો આગળ વિકાસ થાય છે કે નહીં તે જાણવા પણ આ blood report ઉપયોગી થતો હોય છે અને તે ત્યારબાદ દર અઠવાડિયે કરવામાં આવે છે.
ત્રીજી પદ્ધતિ લેપ્રોસ્કોપીની પદ્ધતિ :
- આ લેપ્રોસ્કોપીની પદ્ધતિનો નિદાનમાં ખૂબ ઓછો ઉપયોગ થતો હોય અને તે સામાન્ય રીતે જ્યારે આ લોહીના રિપોર્ટ કે સોનોગ્રાફીથી નિદાન ના થાય તેવા સંજોગોમાં તેના નિદાનમાં આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે પરંતુ લેપ્રોસ્કોપી નિદાન પદ્ધતિ કરતાં operation ની પદ્ધતિમાં ખૂબ ઉપયોગી નીવડતું હોય છે.
Pregnancy નળીમાં હોય ત્યારે તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ?
- સારવારની બે પદ્ધતિ હોય છે.
- Injection આપીને ગર્ભ સુકવવાનો
- Operation દ્વારા
- Injection દ્વારા ગર્ભ સુકવવામાં આવે છે તેમાં ગર્ભ સોનોગ્રાફી દ્વારા જોવામાં આવે ત્યારે અમુક કદ કરતાં નાનો જોવા મળે અથવા લોહી ન ભરાયેલું હોય અને જે B HCG report કરવામાં આવે તેનું પ્રમાણ અમુક % કરતાં ઓછું હોય ત્યારે gynecology dr. ની સલાહ અનુસાર injection આપીને ગર્ભને સુકવવામાં આવે છે.
- તેમાં સામાન્ય રીતે injection methotrexate નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
- આ treatment માં પણ 3 પ્રોટોકોલ છે.
- Single dose
- Double dose આ બંને dose નો વધારે ઉપયોગ વધારે થતો હોય છે.
- Multidose
- Injection આપવાના દિવસે લોહીના રિપોર્ટમાં serum b-hcg કરવામાં આવે છે. તે ચોથા દિવસે ફરીવાર કરવામાં આવે છે અને સાતમા દિવસે પણ કરવામાં આવે અને તે અનુસાર આગળ injection ના dose ની જરૂર છે કે નહીં તે નક્કી કરવામાં આવતું હોય છે.
- આ injection ની સારવારમાં કેટલીક વાર ચાલુ સારવારમાં નળી ફાટવાનો, નળીમાંથી abortion થવાનો એવા સંજોગો કે જેમાં injection થી અસર ન આવે ત્યારે operation ની જરૂર પડી શકે છે.
- બીજી સારવારની પદ્ધતિ કે જેમાં operationની સલાહ આપવામાં આવે છે. જેમાં ગર્ભ અમુક size કરતાં મોટો હોય અથવા B HCG નું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા injection થી રાહત ના થતી હોય અથવા ગર્ભનું abortion થઈ પેટમાં લોહી ભરાયું હોય અથવા નળી ફાટેલી હોય આવા સંજોગોમાં operation ની સલાહ આપવામાં આવે છે.
- Operation કરવાની 2 પદ્ધતિ હોય છે જેમાં (૧) LAPROSCOPY (૨) LAPROTOMY કે જે પેટ ખોલીને ટાંકા વાળું operation કરીને કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે laproscopy દૂરબીન વાળું operation વધારે ઉપયોગી છે. કારણકે દૂરબીનની પદ્ધતિ ખૂબ સરળ સારવાર કરી શકાય છે, દર્દીને જલ્દી રજા થઈ જાય અને એક જ ટાંકા નું operation થતું હોય અને આર્થિક રીતે પણ સસ્તું પડે અને જલ્દી રાહત થાય છે. છતાં કેટલીકવાર હોસ્પિટલની સુવિધા અનુસાર, દર્દીની સુવિધા આનુસાર, emergency પરિસ્થિતિ અનુસાર ત્યારે laparotomy એટલે પેટ ખોલીને operation કરવાની સલાહ આપવામાં આવે છે. તે પણ સ્વાભાવિક છે.
- જ્યારે પણ operation કરવાની સલાહ આપવામાં આવે તો તેમાં મોટા ભાગના સંજોગો માં પેટમાં લોહી ભરવાનું અથવા નળી ફાટવા ની પ્રક્રિયા થઈ ચૂકી હોય છે, તેથી દર્દી ને પેટમાં લોહી નિકળવાનું શરૂ હોય છે. આ સંજોગોમાં દર્દીએ વહેલામા વહેલી તકે જલ્દી થી operation કરાવી લેવું જરૂરી છે. Operation ન કરવાને કારણે અથવા તેમાં સમય બરબાદ કરવાને કારણે કેટલીકવાર દર્દીને જીવલેણ તકલીફો થવાની પણ સંભાવના છે.
- એકવાર pregnancy નળીમાં રહેલી હોય પછી ફરીવાર pregnancy પ્લાનિંગ કરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? – – એકવાર pregnancy નળીમાં રહ્યાબાદ જ્યારે પણ pregnancy પ્લાન કરવામાં આવે તો પ્લાન કરતાં પહેલા gynecology ની સલાહ લેવી જરૂરી છે તેમાં સામાન્ય રીતે ગર્ભાશયમાં અથવા નળીમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેકશન ના હોય તેના માટે ની તપાસ કરવામાં આવે છે . અને જરૂરિયાત મુજબ antibiotic ની સારવાર આપવામાં આવતી હોય છે અને જ્યારે પણ pregnancy રહે છે ત્યારે વહેલામાં વહેલી તકે માત્ર 7 કે 10 દિવસ ચઢતાની સાથે pregnancy positive દેખાય તો જલ્દીથી gynecologist ની સલાહ લઈ ને સોનોગ્રાફી કરાવીને ગર્ભ ગર્ભાશયમાં છે કે નહીં અથવા નળીમાં છે તેનું નિદાન કરાવી લેવું જોઈએ .
- જ્યારે પણ દર્દીને અબોશનની ગોળી લેવાની થાય એટલે કે ગર્ભ ના રાખવાનો હોય અને તેમાં અબોશનની ગોળી લેવાની હોય તેમાં હમેશા સોનોગ્રાફી કરી ને ગર્ભ ગર્ભાશયમાં છે કે નહીં તે કરાવ્યા બાદ જ અબોશન ની ગોળી લેવી જોઈએ .
જ્યારે દર્દીએ copper -t મુકાવેલી હોય અથવા કુટુંબનિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ માસિક ઉપર દિવસો ચડે તેમાં જલ્દીથી pregnancy છે કે નહીં તેનું નિદાન કરી અને જો pregnancy હોય તો પણ gynecologist ડોક્ટર દ્વારા ગર્ભ ગર્ભાશય માં છે કે નહીં નળી માં તેની સોનોગ્રાફી દ્વારા વહેલા તકે તપાસ કરાવી લેવી જોઈએ .
No Comments