17 May
યોનિમાર્ગમાં ફૂગનું ઇન્ફેકશન લાગેલું છે કે નહીં તે કઈ રીતે ખ્યાલ પડે ?
- જે ફૂગનું ઇન્ફેકશન લાગે છે તેને યીસ્ટ ઇન્ફેકશન કહેવામાં આવે છે . અને મેડિકલ ટર્મિનોલૉજીમાં candidiasis ઇન્ફેકશન કહેવામાં આવે છે .
- જો candidiasis ઇન્ફેકશન યોનિમાં હોય તો તેને vaginal candidiasis કહેવામાં આવે છે . આ યીસ્ટ અથવા ફૂગ મોટાભાગે મોઢામાં , યોનિમાં ,આંતરડામાં તેમજ ચામડીમાં હોય છે . કેટલીક એવી સ્તિથિ કે સંજોગોના કારણે તેનું ઇન્ફેકશન વધી જાય છે તેવી પરિસ્થિતિ કે જેમાં pregnancy હોય, હોર્મોન્સની દવા લેવામાં આવતી હોય અથવા રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જતી હોય તો ફૂગનું ઇન્ફેકશન વધી જતું હોય છે અને તેવી જ પરિસ્થિતિમાં લક્ષણો વધી જતાં હોય છે.
- ફૂગનું ઇન્ફેકશન લાગે ત્યારે કેવા પ્રકારના લક્ષણો હોય છે ?
- જ્યારે ફૂગનું ઇન્ફેકશન સામાન્ય હોય ત્યારે હળવી મીઠી ખંજવાળ યોનીના ભાગમાં અથવા યોનિમાર્ગના બહારના ભાગમાં આવે, દહીના ફોદા જેવુ જાડુ પાણી આવે તેમજ ખુબજ વધારે ઇન્ફેકશન લાગે ત્યારે યોનીની બહારની ભાગની ચામડી ફાટી જવાની શક્યતા રહે છે .
- બેસતી વખતે, સબંધ રાખતી વખતે, પેશાબ વખતે ખુબજ વધારે દુ:ખાવો થાય . ક્યારેક તેમની એટલી તીવ્ર ખંજવાળ હોય કે ખંજવાળને કારણે ચામડી ફાટી જાય .
- ફૂગનું ઇન્ફેકશન કેવા દર્દીઓમાં વધારે થવાની શક્યતાઓ છે ?
- Diabetes વાળા દર્દીઓમાં
- જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દી કે જે immune suppress અથવા
સ્ટીરોઇડ લેતા હોય .
- કિમોથેરાપી લેતા દર્દીઓમાં પણ જોવા મળે છે .
-Pregnancy વાળા , ગર્ભનિરોધક દવાઓ લેતા હોય અને antibiotic દવાઓ લેતા હોય તેવા દર્દીઓને ઇન્ફેકશન વધારે લાગતું હોય છે.
-ખાસ કરીને Pregnancy માં 30-40 % દર્દી ને ફૂગનું ઇન્ફેકશન લાગતું હોય છે .
- સફેદ પાણીની તકલીફમાં ફૂગનું જ ઇન્ફેકશન છે તેનું નિદાન કેવી રીતે કરી શકાય ?
- સફેદ પાણી માં ફૂગનું ઇન્ફેકશન , bacterial infection પણ હોય શકે અથવા કેટલાક ઇન્ફેકશન એવા હોય છે કે તેમાં ગર્ભાશયમાં અથવા ગ્રથિઓમાંથી ચીકણો પ્રવાહ આવવાના કારણે થતું હોય છે .
- તેનું નિદાન કરવા માટે per speculum examination કરવામાં આવે છે. Per speculum examination માં જે પાણી આવે તે એકદમ જાડું દહીના ફોદા જેવુ હોય છે તેના પરથી કહી શકાય કે આ ફૂગ નું ઇન્ફેકશન છે. કેટલાક દર્દીઓમાં આ પ્રકાર જાણી ના શકાય અથવા મિક્સ ઇન્ફેકશન હોય ત્યારે ફૂગ નું ઇન્ફેકશન છે કે becterial ઇન્ફેકશન
તેનું નિદાન કરવા માટે સ્લાઇડ બનાવી શકાય છે અથવા vaginal swab culture પણ લઈ શકાય છે તેનાથી infection કેવા પ્રકારનું છે તે જાણી શકાય છે .
- યોનિમાર્ગમાં ફૂગનું ઇન્ફેકશન લાગેલું હોય તો તેની સારવારમાં શું કરવામાં આવે છે ?
- સામાન્ય એવા લક્ષણો હોય જેવા કે થોડી ખંજવાળ આવતી હોય , થોડું સફેદ પાણી આવતું હોય તેવા દર્દીઓમાં માસિકની જગ્યા એ suppository (યોનીની જગ્યાએ મૂકવાની કેપ્સૂલ ) મૂકવાથી રાહત થાય . થોડી ખંજવાળ આવતી હોય તો તેની
levocetrizine નામની દવા આપવાથી પણ રાહત થઈ જાય છે .
- પરંતુ ખુબ જ વધારે પડતું ઇન્ફેકશન હોય તો માસિકની જગ્યાએ મૂકવાની કેપ્સૂલ અને યોનિની આજુબાજુ લગાવવાનું ointment તેમજ પીવાની fluconazole ની દવા પણ આપવામાં આવે છે .
- કેટલીકવાર આ ઇન્ફેકશન વારંવાર લાગતું હોય તો લાંબા ગાળાની અથવા અમુક મહિનાઓ સુધી અઠવાડિયે – અઠવાડિયે fluconazole ટેબ્લેટ પણ લેવાની હોય છે .
- કેટલીક વાર આ fluconazole ટેબ્લેટ થી પણ ના રાહત થાય તેવા દર્દીમાં બોરિક એસિડ gelatine કેપ્સૂલ નો પણ ઉપયોગ કરવામાં આવે છે તેથી જે દર્દીને વારંવાર ઇન્ફેકશન લાગી જાય અથવા ખુબ જ વધારે પડતું ઇન્ફેકશન લાગે છે . તેમને gynecologist ડોક્ટરની સલાહ અનુસાર જ સારવાર લેવી જરૂરી છે .
- આ ઉપરાંત ફૂગનું ઇન્ફેકશન પતિને (life partner ) ને લાગવાની પણ શક્યતા હોય છે . તેથી પતિને પણ જો પેશાબની જગ્યા એ બળતરા થતી હોય તો પણ લોકલ ointment અથવા fluconazole ટેબ્લેટ આપવાથી પણ રાહત થઈ જતી હોય છે .
- વારંવાર ઇન્ફેકશન ના લાગે તે માટે શું કરી શકાય ?
- જે પણ દર્દીને ઇન્ફેકશન વારંવાર લાગે છે તે માટે સમયસર DIABETES નો રિપોર્ટ કરાવવો જોઈએ અથવા HIV નો ,અન્ય કોઈ સ્ટીરોઈડ કે એવી દવા લેય છે કે નહીં તેનું નિદાન કરવું જોઈએ અને તેની સારવાર કરવી જોઈએ .
- આ ઉપરાંત માસિકના દિવસોમાં જે પણ પેડ ઉપયોગ કરવામાં આવે છે તે પેડ જંતુમુક્ત હોય અથવા કેમિકલ વાળા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ . પેડની જગ્યાએ menstruation કપનો ઉપયોગ કરવો વધારે હિતાવહ રહેતો હોય છે તેમજ લાંબા સમય સુધી ભીના અને પરસેવા વાળા કપડાં ન પહેરવા જોઈએ અને અંદરના કપડાં કોટનના પહેરવા જોઈએ કે જેથી પરસેવો ન થવાને કારણે ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે .
- આ ઉપરાંત શારીરિક સબંધ રાખતી વખતે medical guidline પ્રમાણે lubricate નો ઉપયોગ કરી શકાય તેવા જ lubricate નો ઉપયોગ કરવો જોઈએ. તેમાં પણ ખાસ કરીને waterbase lubricant નો ઉપયોગ કારવો જોઈએ . આ lubricate શક્ય હોય ત્યાં સુધી યોનિમાર્ગના અંદરના ભાગમાં ન લગાવવું જોઈએ. સબંધ રાખ્યા પછી તે પાણીથી સાફ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને અંદરના અન્ડરવેર loose fitting પહેરવા જોઈએ.

No Comments