30 May
મેલી અથવા ઓર (placenta) નીચે હોવી એ શું જોખમી છે ?
મેલી એટલે શું ?
– સામાન્ય ભાષામાં તેને ઓર કહેવામાં આવે છે અને મેડિકલ ટર્મિનોલોજી માં તેને placenta કહેવામાં આવે છે .
– આ placenta દ્વારા બાળકની નાળમાંથી લોહી આવે છે અને જાય છે અને આ નાળ placenta દ્વારા ગર્ભાશયની દીવાલ સાથે ચોંટે છે. માતાના લોહીમાંથી ગર્ભાશયને જે પણ લોહી મળે છે એ લોહી placentaમાં નસો દ્વારા જાય છે અને નાળ દ્વારા બાળકને મળે છે અને બાળક માંથી લોહી પાછું placentaમાં જાય છે અને માતાને મળે છે.
– placentaનું કામ લોહીનું પરિભ્રમણ કરવું તે છે તેથી placentaમાં બહુ બધી નસો આવેલી હોય છે જેનાથી ગર્ભાશય સાથે તે ચોંટેલું હોય છે .
– તો જ્યારે પણ આ મેલી છૂટી પડે ત્યારે bleeding થવાની શક્યતાઓ વધતી હોય છે .
મેલી નીચે હોવી એટલે શું ?
– મેલી નીચે હોવી તેને મેડિકલ ટર્મિનોલોજી માં low lying placenta ( placenta previa ) કહેવામાં આવે છે.
– જ્યારે મેલી ગર્ભાશયના મુખથી 2cm નજીકમાં હોય ત્યારે તેને low lying placenta કહેવામાં આવે છે પરંતુ જ્યારે આ મેલી ગર્ભાશયના મુખને ઢાંકી દે છે ત્યારે તેને placenta previa કહેવામાં આવે છે .
કેવી મતાઓમાં મેલી નીચે આવવાની શક્યતાઓ વધી જાય છે ?
– જૂડવા બાળકો હોય.
– ivf સારવાર કરાવેલી હોય.
– આગળની pregnancy માં મેલી નીચે હોય.
– આગળની pregnancyમાં સિઝેરિયન ઓપરેશન થયેલું હોય .
– ગર્ભાશયમાં ગાંઠનું ઓપરેશન થયેલું હોય .
– વારંવાર ગર્ભાશય સાફ કરાવેલું હોય .
– મોટી ઉમરે pregnancy રહેલી હોય.
– વધુ delivery થયેલી હોય… તેવી મતાઓમાં placenta previa થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે .
મેલી નીચે હોવાથી દર્દીને શું તકલીફ પડી શકે & તેનું કારણ શું ?
– જો મેલી નીચે હોય તો માસિક આવવાની તકલીફ થતી હોય છે .
– જ્યારે પણ આ મેલી ગર્ભાશયના મુખની નજીક હોય ત્યારે આ મુખ ખૂલે ત્યારે ત્યાંથી આ મેલી છૂટી પડે & નશો માંથી bleeding આવે.
– કેટલાક દર્દીઓને થોડું થોડું માસિક આવતું હોય છે અને કેટલાક દર્દીઓને ખૂબ વધારે પડતું માસિક આવતું હોય છે.
– કેટલાક દર્દીઓને વારંવાર ડાઘ પડવાના કારણે દાખલ પણ કરવા પડતાં હોય છે અને ઠંડકની દવા પણ આપવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં શારીરિક સબંધ અને ખરાબ રસ્તા પર મુસાફરી કરવાની ના પાડવામાં આવતી હોય છે વધારે પડતાં કામ કરવાથી ડાઘ પાડવાની શક્યતા રહેતી હોય છે તેથી પથારી પર આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.
– પરંતુ કેટલાક દર્દીઓને ખુબ જ વધારે પડતું બ્લીડિંગ આવે તો અધૂરા મહિને delivery કરાવવાની જરૂર પડતી હોય છે અને ક્યારેક વધારે પડતું bleeding આવવાથી માતાને લોહી ચડાવવાની જરૂર પડી શકે અને ક્યારેક બાળકને કાચની પેટીમાં રાખવું પડે અને બાળકના ધબકારા ઓછા થવાની & ગર્ભાશયમાં મૃત થવાની શક્યતા વધી શકે છે.
વધારે માસિક ન આવે તેના માટે દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી બાબત..
– દર્દીએ હળવી કસરત કરવી જોઈએ .
– શારીરિક સબંધ ન રાખવો જોઈએ .
– વધારે પડતું પેટ પર જોર આવે એવા કામ ન કરવા જોઈએ .
– ખરાબ રસ્તા પર મુસાફરી ન કરવી જોઈએ .
તકલીફ પડે તો શું કરવું જોઈએ ?
– જો માસિકના કાળા ડાઘ આવતા હોય અથવા સામાન્ય લાલ ડાઘ આવતા હોય અને તેમને ઠંડક ની દવા આપવામાં આવેલી હોય તો ઘરે આરામ કરીને રાહ જોવી જોઈએ.
– પરંતુ ખુબજ વધારે bleeding આવે અથવા માસિકના ડાઘ સાથે પેડુમાં દુખાવો થતો હોય તો આવા સંજોગોમાં emergency હોસ્પિટલ જવું જોઇએ.
મેલી નીચે છે કે નહીં તે માતા pregnancy દરમિયાન કઈ રીતે જાણી શકે?
– તો 3 કે 5 મહિનાનો જ્યારે સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારે મેલી નીચે છે કે નહીં તેનો ખ્યાલ આવે છે ત્રીજા મહિનાના સોનોગ્રાફીમાં 30-40% patient ને મેલી નીચે હોય છે તેમાંથી 20-25% દર્દીઓને પાંચ મહિનાનો જ્યારે સોનોગ્રાફી કરવામાં આવે છે. ત્યારે મેલી ઉપર જતી રહી હોય છે તેમાંથી પણ 200-300 delivery માંથી માત્ર 1 patient ને જ મેલી પૂરા મહિના પર નીચે હોય છે. 30 કે 32 અઠવાડિયા પર જે સોનોગ્રાફી કરવામાં આવે છે તેના દ્વારા મેલી નીચે છે કે ઉપર તે જાણી શકાય.
મેલી નીચે છે તેવા દર્દીઓની સારવાર શું કરવામાં આવે છે?
1. દર્દીને કોઈપણ પ્રકારના લક્ષણો નથી.
2. દર્દીને માસિક આવે છે પણ માતા તેમજ બાળકને જોખમ નથી.
3. માસિક ખૂબ વધારે આવે છે તેથી માતા અને બાળક માટે જોખમી છે.
1) દર્દીને કોઈ પણ પ્રકારના લક્ષણો નથી તેવા દર્દીને ગર્ભાશય સંકોચાય નહીં અથવા ઠંડકની ( પ્રોજેસ્ટેરોન હોર્મોનની ) દવાઓ આપવામાં આવે છે અને તેવા patient ને શારીરિક સબંધ રાખવાની & મુસાફરી કરવાની ના પાડવામાં આવે છે.
– તે patient ને 32 કે 34 અઠવાડિયાની આસપાસ બાળકના ફેફસાના વિકાસ માટે injection આપવામાં આવે છે અને ત્યારે સોનોગ્રાફી કરવામાં આવે છે અને જો મેલી હજુ પણ નીચે હોય ત્યારે બાળક પૂરા મહિનાનું થાય ત્યારે સિઝેરીયન operation ની સલાહ આપવામાં આવતી હોય છે.
2) દર્દીને માસિક આવે છે પણ માતા તેમજ બાળકને જોખમ નથી.
– તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.
– બાળકના ફેફસાંના injection આપવામાં આવે અને મગજના વિકાસ માટે ના injection આપવામાં આવે છે.
– ગર્ભાશય સંકોચાય નહીં તેના માટે injection આપવામાં આવે છે અથવા 9 મહિના pregnancy દરમિયાન injection અને દવા આપવામાં આવે છે અને ત્યારબાદ તેનું 36 કે 38 અઠવાડિયા બાદ તેને સિઝેરિયન ની સલાહ આપવામાં આવે છે.
3) માસિક ખૂબ વધારે આવે છે તેથી માતા & બાળક માટે જોખમી છે તેવા દર્દીને ઇમરજન્સીમાં દાખલ કરીને અને bleeding ઓછું થાય તે માટેની ટ્રીટમેન્ટ સાથે માતાને blood પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે blood આપવાની જરૂર પડે તો blood આપવામાં આવે છે.
– બાળકના ફેફસા & મગજના વિકાસ માટેના injection આપવામાં આવે છે.
– ટૂંક સમયમાં bleeding ના થાય તો emergency સિઝેરિયન operationની સલાહ આપવામાં આવે છે સ અને જો સમયસર bleeding બંધ થાય તો તેમને 36-37 અઠવાડીયે સિઝેરિયન ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.

No Comments