22 Sep
- અબોશનની દવા લેતા પહેલા શું ધ્યાન રાખશો?
- અબોશનની દવા ( mtp pill ) ક્યારે લેવાની જરૂર પડી શકે?
– જ્યારે અણધાર્યી પ્રેગ્નેન્સી રહી જતી હોય ત્યારે લેવાની જરૂર પડી શકે છે.
– જ્યારે માસિક અનિયમિત આવતું હોય, ખાસ કરીને જ્યારે બાળક ધાવણ લેતું હોય અને હજુ ડિલીવરી થઈ જ હોય ત્યારે, ક્યારેક ગર્ભનિરોધક ગોળી કે કોપર-ટી પણ ફેલ જતી હોય, ક્યારેક કોઈ પણ વસ્તુ વાપર્યા વગર પ્રેગ્નેન્સી રહી જતી હોય ત્યારે અબોશનની ગોળીનો ઉપયોગ કરવો પડતો હોય છે.
- અબોશનની ગોળી લેવી તે શા માટે પ્રાથમિકતા આપવી જોઈએ ?
- Dnc ( કોથળી સાફ કરવી ) કરતાં mtp pill ને પહેલી પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે તેમાં દર્દીને દાખલ થવાની જરૂર પડતી નથી, તે માત્ર દવા પીવાથી જ સાફ થઈ જતું હોય છે, આરામ કરવાની પણ જરૂર નથી પડતી તેમજ સસ્તી પદ્ધતિ છે.
- Mtp pill kit એટલે શું? અને તેમાં કેવા પ્રકારની દવા હોય છે?
- તેમાં એક ગોળી mifepristoneની આવતી હોય છે, જેનાથી ગર્ભ ગર્ભાશયથી છૂટો પડતો હોય છે અને બીજી ચાર ગોળી misoprostની આવતી હોય છે જેનાથી ગર્ભાશય સંકોચાય છે અને ગર્ભાશય નું મુખ ખૂલે છે જેથી જે છૂટો પડેલો ગર્ભ છે તે બહાર નીકળે છે અને bleeding શરૂ થાય છે.
- અબોશનની ગોળી લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- અણધાર્યી pregnancy રહી જાય છે અને પટ્ટી ચેક કરો તો positive આવે છે, તો સીધા કોઈપણ medicalમાં જઈને દવા લેવા કરતાં gynecologist ની સલાહ લેવી જરૂરી છે.
- જ્યારે તમે હોસ્પિટલ જશો ત્યારે vital ચેક કરવામાં આવે છે અથવા આગળની ડિલીવરીની history લેવામાં આવે છે અથવા લોહીની બીમારી કે એવા કોઈ રોગ છે કે જેમાં અબોશનની દવા નુકસાનકર્તા છે. તેનો નિર્ણય લેવામાં આવે છે.
- આ ઉપરાંત ડૉક્ટર દ્વારા તપાસમાં સોનોગ્રાફી કરવામાં આવે છે, જેમાં ગર્ભ કેટલા અઠવાડિયાનો છે તેનું નિદાન થાય તેમજ ગર્ભ ગર્ભાશયમાં આવ્યો કે નહીં તેનું નિદાન કરવામાં આવે છે, આ નિદાન એટલે જરૂરી હોય કે જો ગર્ભ નળીમાં હોય અને અબોશનની દવા લેવામાં આવે તો નળીમાં અબોશન થવાની શક્યતા રહેતી હોય છે, જે દર્દી માટે જોખમી હોય છે.
- આ ઉપરાંત ગર્ભ 9 કે 10 week કરતાં મોટો હોય અને તેમાં જો અબોશનની દવા લેવામાં આવે તો પણ દર્દીને નુકસાન કરતું હોય છે, તેમાં gynecologistની સલાહ લેવી જરૂરી છે તેમજ gynecologist કેટલા દિવસ પછી bleeding ચાલુ થશે, તેના પછી કેટલા દિવસે તપાસ માટે આવવું જોઈએ, અબોશનની ગોળી લીધા પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ તે બધી સલાહ આપશે.
- અબોશનની ગોળી લીધા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- ડૉક્ટરની સલાહ અનુસાર નૉર્મલી 1 ગોળી 0 દિવસે આપવામાં આવે અને પછીની 4 ગોળી 36 કે 48 કલાક પછી આપના ડૉક્ટર દ્વારા જે સલાહ આપવામાં આવે તે રીતે લેવી જોઈએ.
- આ દવા લીધા પછી 3 કે 4 દિવસમાં bleeding ચાલુ ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા દવા લીધા પછી વધારે પડતું bleeding આવે અથવા લોહીના ગઠ્ઠા આવે એવું bleeding આવે અથવા દુઃખાવો થાય અને ચક્કર આવે તો ડૉક્ટરને મળવું જોઈએ.
- જો આવી કોઈપણ તકલીફ નથી થતી અને સામાન્ય રીતે bleeding બંધ થઈ જાય છે, તો 7 કે 10 દિવસ પછી gynecologist ની તપાસ કરવી ખૂબ જરૂરી છે, જેનાથી ગર્ભનો બગાડ ગર્ભાશયમાં છે કે નહીં તે સોનોગ્રાફીથી નક્કી થાય છે, જો આ બગાડ ખૂબ લાંબો સમય રહે તો દર્દીને infection લાગવાની અથવા કોથળી સાફ કરવાની પણ જરૂર પડી શકે છે.
- જ્યારે અબોશનની દવા લેવામાં આવે છે, ત્યારે દર્દીને વધારે બ્લીડિંગ આવે અને પેઢુંમાં વધારે દુઃખતું હોય છે જેથી દર્દીને આરામની જરૂર પડી શકે, પેઢુંમાં વધારે દુઃખાવો થાય તો દુઃખાવાની દવા લેવી જોઈએ અથવા ગરમ પાણીનો શેક કરવો જોઈએ, આ ઉપરાંત વધારે કમજોરી લાગે તો ફ્રૂટ જ્યુસ, લીંબુ સરબત, વરિયાળી સરબત, નારિયેળ પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ અને વજન વાળા કામ ન કરવા જોઈએ .
- બીજી વાર પ્રેગ્નેન્સી ન રહે તે માટે gynecologist doctor પાસેથી શું શું સલાહ લેવી જોઈએ?
- Doctor પાસેથી ગર્ભનિરોધક ગોળી લઈ શકાય કે નહીં, કોપર-ટી મૂકી શકાય કે નહીં તેના વિશે પૂરતી માહિતી લેવી જોઈએ.
- અબોશનની ( mtp pill ) દવાને લગતા મુંઝવતા પ્રશ્નો…
- આ દવા લેવાથી દુઃખાવો થતો હોય છે અને પછી બગાડ ગર્ભાશયમાંથી નીકળે છે તેથી દર્દીએ દુઃખાવો બંધ કરવા માટેની દવા ન લેવી જોઈએ કેમ કે જેનાથી બગાડ પૂરો નીકળતો નથી અને ગરમ પાણીનો શેક કરવો અને આરામ કરવો જોઈએ અને વજન વાળા કામ ન કરવા જોઈએ.
- કેટલીકવાર દર્દી દવા લીધાના 20-25 દિવસ પછી પ્રેગ્નેન્સી કાર્ડમાં ચેક કરતાં હોય અને તેમાં positive આવે છે અને દર્દી ડરી જાય છે કે હજુ પણ મારુ અબોશન થયું નથી અને અબોશન થવા છતાં પણ પ્રેગ્નેન્સી કાર્ડ 20 કે 25 દિવસ સુધી positive બતાવતું હોય છે તેથી પ્રેગ્નેન્સી કાર્ડ ખાલી pregnancy positive છે કે નહીં તે જ બતાવે પરંતુ બગાડ છે કે નહીં તેનું ખાતરી આપતું નથી. તેના માટે 10 દિવસ પછી તપાસ કરાવવું ખૂબ જ જરૂરી છે.
- કેટલીકવાર દર્દીઓ mtp pill વારંવાર લીધા કરે અને ગર્ભનિરોધક પદ્ધતિથી બહુ જ ડરતા હોય છે, પરંતુ ગર્ભનિરોધક ગોળી mtp pill કરતાં વધારે ફાયદાકારક હોય છે, તેથી જ તેના માટે કાયદાકાનૂન નિયમો બનાવવામાં આવ્યા છે.
- કેટલાક દર્દીઓ પૂછતાં હોય કે mtp pill ગરમ પડે અથવા નુકસાનકારક તો નથી હોઈ શકતી ને અથવા વંધ્યત્વ તો નહીં થાય ને?
- અત્યાર સુધીના study માં અત્યાર સુધી ક્યાંય પૂરવાર થયું નથી કે તેનાથી વંધ્યત્વ થાય છે. જો દર્દી વારંવાર ગોળી લે છે અને લીધા પછી પણ જો બગાડ રહી જાય છે તો ગર્ભાશયનું infection લાગવાની તેમજ કોથળી સાફ કરવાની જરૂર પડી શકે.
- જો વારંવાર કોથળી સાફ કરવી પડે તો વંધ્યત્વ થવાની શક્યતા રહી શકે છે અથવા પ્રેગ્નેન્સી જાતે ( naturally) રહે તે જ વરદાનરૂપ છે. અને જો પ્રેગ્નેન્સી જાતે રહે તો તેને continue કરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
- જો અબોશનની દવા વારંવાર લેવામાં આવે તો તે માતા માટે નુકશાનકારક હોય છે અને જો તે ગોળીનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો તે વરદાનરૂપ છે…

No Comments