12 Nov
- 40-50 વર્ષની બહેનોએ નીરોગી રહેવા શું કરવું ??
- 40 -50 OR 55 વર્ષની ઉમરની આસપાસ શરીર થોડુ નબળું પડતું હોય,શરીરની કઈ ને કઈ SYSTEM નબળાશ અનુભવતી હોય,તેની જે કાર્યક્ષમતા હોય છે તે ઓછી થતી હોય છે,તો આ કાર્યક્ષમતા સુધરે અથવા શરીર નિરોગી રહે તે માટે HEALTHY LIFESTYLE માટે પ્રયત્ન કરવો જોઈએ..
- HEALTHY LIFESTYLE માટે….
- રાતનો ઉજાગરો ટાળવો..
- વહેલા સુવાનો અને ઉઠવાનો પ્રયત્ન કરવો…
- સૂર્યની હાજરીમાં હળવી કસરતો કરવાનો પ્રયત્ન કરવો..જેમકે, ચાલવું,STRETCHING,આસનો…
- 8-10 GLASS જેવું આખા દિવસમાં પ્રવાહી લેવું જોઈએ…
- ગરમી વાતાવરણમાં માટલાના,ઠંડીના વાતાવરણમાં તાંબાના વાસણોમાં સંગ્રહિત પાણી પીવાનો ઉપયોગ કરવો જોઈએ…
- વધારે પડતી ઠંડી અથવા ગરમીમાં ન રહેવું જોઈએ..
- જલદી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ,તીખો,તળેલો,મસાલાવાળો,બહારનો ખોરાક ન લેવો જોઈએ…
- આઈસ્ક્રીમ, ઠંડાપીણા તેમજ ચોકલેટ,કેક ન લેવા જોઈએ…
- લીલા શાકભાજી,ફ્રુટ,કાઠોળ,તેલીબીયા અને સુકામેવાનો ઉપયોગ કરવો જોઈએ..
- ખોરાક થોડી-થોડીવારે લેવો જોઈએ એકસાથે ન જમવું…
- જમ્યા પછી તરત ચાલવાનો અને પાણી પીવાનો આગ્રહ ન રાખવો..
- જમ્યા પછી 15-20 મિનીટ વજ્રાસનમાં બેસવાનો આગ્રહ રાખવો જોઈએ..
- 40-50 વર્ષની ઉમરે નિષ્ક્રિય નહિ પણ કાર્યશીલ રહેવું જોઈએ..
- નેગેટીવ વિચારો ન આવે તેના માટે સારા પુસ્તકોનું વાંચન કરવું,ભરતકામ કરવું,સંગીતો જેવી પ્રવ્રુતિ કરાવી તેમજ આસનો કરવા…
- માસિકની તકલીફમાં શું કરી શકાય?
- આ ઉમરે દર્દીને માસિકની વધારે તકલીફ રહેતી હોય છે.
- તેમાં દર્દીને શરૂઆતમાં 2 મહિના સુધી માસિક ન આવે અને પછી ધીમે – ધીમે માસિક જતું રહેતું હોય છે..
- જયારે દર્દીને માસિક આવે ત્યારે વધારે આવે અને દુઃખાવો થાય ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે..
- યોનીની આજુબાજુની ચામડી સુકાય છે,તેને કારણે ખંજવાળ ન આવે તે માટે સવાર – સાંજ યોનીની આજુબાજુ વધારે ચીકાશવાળા LUBRICANTનો ઉપયોગ કરવો જોઈએ..
- વારંવારવ પેશાબમાં ઇન્ફેકશન ન લાગે,પેશાબમાં બળતરા ન થાય તે માટે પાણીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને પેશાબ અથવા મળ રોકી ન રાખવો જોઈએ…
- મેનોપોઝની ઉમરમાં બહેનોને HOT FLUSHES અથવા ગરમાટો રહેવાની તકલીફ રહેતી હોય છે તો PORTABLE પંખો સાથે રાખી શકાય છે, સુવા માટે કોટોન પથારીનો ઉપયોગ કરવાનો અને કપડા પણ કોટનના પહેરવા જોઈએ…
- આ ઉમરે કેન્સર થવાની શક્યતા હોય છે તેમાં સ્તનના કેન્સર,ગર્ભાશય અને ગર્ભાશયના મુખના કેન્સર થવાની શક્યતા વધારે હોય છે …
- સ્તનમાં કેન્સરના નિવારણ માટે સ્તનની જાતે તપાસ કરવી…
- દર બે વર્ષ સ્તનનો મેમોગ્રાફી કરવો જોઈએ…
- ગર્ભાશય મુખના કેન્સરના નિદાન માટે દર બે વર્ષ LIQUID CYTOLOGYનો રિપોર્ટ કરવો જોઈએ..
- દર બે વર્ષ ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી કરવી જોઈએ..
- ડાયાબિટીસ,કોલેસ્ટેરોલ,B.P તેમજ હદયની જેવી તકલીફો આ ઉમરે થવાની શક્યતા રહે છે,આ તકલીફો ન થાય તેના માટે વર્ષ બોડી ચેકઅપ કરાવવો જોઈએ..
- આ ઉમરે ઈરટ્રોજન હોર્મોન ઓછો થવાના કારણે હાડકા નબળા અથવા સાધનો દુઃખાવો વધારે થતો હોય છે અને ખોરાકમાં ડેરી પ્રોડકટનો ઉપયોગ કરવો,સોયાબીન,અળસી અને તલનો ઉપયોગ વધારે કરવો જોઈએ..
- ડોકટર અનુસાર રોજ ૧૨૦૦MG કેલ્સિયમની જરૂર હોય છે અને તેમની સાથે વિટામીન D૩ પણ લેવું જોઈએ અને રોજે અડધી કલાક તડકામાં રહેવું જોઈએ…
- શરીરની સ્કીન સુકી ન થાય તેના માટે પુરા બોડી પર મોઈસ્યુરાઈઝ ક્રિમ લગાવવું જોઈએ તેમજ ન્હાવા જતા પહેલા બોડીમાં નારિયેળ તેલથી મસાજ કરવો જોઈએ….
No Comments