17 Nov
- ગર્ભાશય ફુલ્લી જવું એટલે શું ?
- Medical terminologyમાં ગર્ભાશયનું ફુલ્લી જવું એટલે adenomyosis કહેવાય છે.
- જેમાં ગર્ભાશયની અંદરની દિવાલ [endomentrium ] જે ગર્ભાશયની સ્નાયુની દીવાલ myometriumમાં ઘુસે છે અને તેમાં તેનો દર મહિને માસિકના દિવસોમાં વિકાસ થતો હોય છે અને તેના કારણે ગર્ભાશય ધીમે-ધીમે ફુલતું હોય છે.
- કેટલીકવાર આ માસિકનો ભરાવો વધારે થવાને કારણે myometrial cyst પણ સોનોગ્રાફીમાં દેખાતી હોય છે.
- ગર્ભાશયનું કદ વધારે વધતું હોય છે.
- સામાન્ય રીતે 30-35 વર્ષની ઉંમરે થવાની શક્યતાઓ વધારે હોય છે પંરતુ કેટલીકવાર નાની ઉંમરે પણ ગર્ભાશય ફુલવાની શક્યતા રહેતી હોય છે.
- સૅોથી વધારે જેમના વાંરવાર ગર્ભાશય સાફ કારવેલું છે.
- ગર્ભાશયની સર્જરી થયેલા દર્દીઓમાં..
- હોર્મોન્સની દવા લેવામાં આવેલી હોય તેવા દર્દીઓમાં adenomyosis થવાની શકયતાઓ રહે છે.
- ગર્ભાશય ફુલેલું હોય તેવા દર્દીઓમાં શું -શું તકલીફ થઈ શકે ?
- કેટલાક દર્દીઓને સોનોગ્રાફી કરવા સમયે ખબર પડે છે..
- કેટલાંક દર્દીઓને માસિક સમયે ખૂબ જ દૂ;ખાવો થાય છે.
- કેટલાંક દર્દીઓને દૂ;ખાવા સાથે માસિક વધારે આવે છે.
- કેટલાંક દર્દીઓને પ્રેગ્નેન્સી રહેવામાં પણ તકલીફ થઈ શકે છે.
- નૉર્મલી જયારે માસિક આવે છે ત્યારે ગર્ભાશય સંકોચાય છે અને માસિક બંધ થાય છે પરંતુ adenomyosis માં ગર્ભાશય ફૂલવાનાં કારણે ગર્ભાશના સ્નાયુની રચનામાં ફરક પડે છે અને માસિકના સમયે નસો સંકોચાતી નથી તેથી માસિક વધારે આવે છે .
- ગર્ભાશય ફુલેલું છે તેનું નિદાન કઈ રીતે કરી શકાય ?
- સોનોગ્રાફી એ ગર્ભાશયનું નિદાન કરવા માટે યોગ્ય છે પરંતુ કેટલીકવાર સોનોગ્રાફી દ્રારા ગર્ભાશયમાં ગાંઠ છે કે, ગર્ભાશયમાં એક જ જગ્યાએ દિવાલ ફુલેલી હોય તો તેનું પાકું નિદાન કરવા માટે MRI કરવાની સલાહ આપવામાં આવે છે.
- કેટલીકવાર માસિક વધારે આવવું અને દુઃખાવો વધારે આવવું તે અન્ય કોઈ કારણથી નથી તે જાણવા માટે સોનોગ્રાફી મદદરૂપ છે .
- વધારે પડતાં બ્લીડીંગ આવવાનાં કારણે દર્દીને લોહીની ટકાવારી ઓછી નથી થતી તે જોવા માટે haemoglobin નો રિપોર્ટ કરવામાં આવે છે અને અન્ય કારણો જાણવા માટે હોર્મોન્સના રિપોર્ટ કરવામાં આવે છે જેમકે,થાઈરૉઈડનો રિપોર્ટ ….
- ગર્ભાશય ફુલેલું હોય તો તેમાં કેવા પ્રકારના સારવારની જરૂર હોય છે ?
- કેટલીકવાર અમુક દર્દીઓને ગર્ભાશય ફુલેલું હોય છે તે સોનોગ્રાફી દ્રારા ખબર પડે છે તેમાં દર્દીને કોઈ સારવારની જરૂર પડતી નથી ….
- કેટલાક દર્દીઓનેમાસિક સમયે દુઃખાવો થાય છે તેના માટે દુઃખાવાની દવા લેવી જોઈએ અને કેટલાક ઘરગથ્થું ઉપચાર પણ કરી શકાય છે.
- કેટલાક દર્દીઓને માસિક વધારે આવે તો કેટલીક હોર્મોન્સની દવા આપવાથી પણ રાહત થતી હોય છે.
- હોર્મોન્સની દવા પીવા માટે પણ આપી શકાય છે અને જે દર્દીને લાંબાગાળાની દવાની જરૂર હોય છે તેવા દર્દીઓને hormonal device [mirena ]ખૂબ અસરકારક હોય છે.
- હોર્મોન્સની દવા લેવા છતાં, mirena મુકયા છતાં રાહત ન થાય તો ગર્ભાશયનું ઓપરેશન કરાવવાની જરૂર હોય છે .
- જે પણ દર્દીને પ્રેગ્નેન્સી પ્લાનિંગ કરવાની હોય અને વંધ્યત્વના કારણમાં ગર્ભાશય ફુલેલું હોય તેવા દર્દીઓને લેપ્રોસ્કોપી દ્રારા ગર્ભાશયનો જે પણ ફુલેલો ભાગ છે તેને કાઢવામાં આવે છે .
- કેટલાક દર્દીઓને દવા અને સળીથી પણ રાહત ન થાય તેવા દર્દી ઓપરેશન કરાવવા નથી માંગતું તેવા દર્દીઓને કેટલીક વિશેષ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકાય છે. તે પદ્ધતિ ખર્ચાળ હોય છે પરતું તેવા દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે .
- તે પદ્ધતિ જેમકે,
- Applation therapy -જેમાં ગર્ભાશયની અંદરની દિવાલ બાળી નાખવામાં આવે છે તેના કારણે દર્દીને માસિક આવતું બંધ થઈ જાય છે.
- Uterine artery haemoligation – જેમાં radiotherapy (ct scan ) ની guidance થી uterine artery ને block કરવામાં આવે છે અને તેના કારણે પણ દર્દીને રાહત થઈ જતી હોય છે .
- ગર્ભાશય ફુલી જવું અને તેના કારણે ભવિષ્યમાં કેન્સર થઈ જશે તેવું ડરીને સીધું ગર્ભાશયનું ઓપરેશન કરાવવું તે હિતાવહ નથી.
- જે પણ તકલીફ છે તેની યોગ્ય સારવાર કરવી અને ડોકટરની સલાહ અનુસાર સારવાર કરવી કે જેનાથી ઓપરેશનના બદલે હોર્મોન ડિવાઇસ અને હોર્મોનની દવાથી પણ રાહત મેળવી શકાય છે ….
No Comments