06 Nov
v HORMONE DEVICE (દવાવાળી સળી) એટલે શું ?
v Intrauterine hormone device એટલે શું ?
- Intrauterine એટલે ગર્ભાશયની અંદર, hormone એટલે અંતઃસ્ત્રાવો , device તેવું ધરાવતી કોઈપણ સળી..
- તે T આકારની હોય છે, તેના નીચેના ભાગમાં receiver એટલે કે levonorgestral hormone હોય છે અને આ receiver માંથી ખૂબ micro એવા પ્રમાણમાં ગર્ભાશયમાં દવા નીકળે છે. આ દવા દર્દીએ પીવાની નથી હોતી, ગર્ભાશયમાં જ આ સળી મુકવાને કારણે તેમાં જાતે જ દવા ઉત્પન્ન થતી હોય છે.
- આ સળીની અસર 5 વર્ષ સુધી હોય છે.
- આ device માં જે હોર્મોન્સ આવેલો છે. તે હોર્મોન્સને કારણે ગર્ભાશયના મુખનો જે ચીકાશ વાળો પ્રવાહ છે તે જાડો થાય છે અને ગર્ભાશયની અંદરની દીવાલ પતળી થતી હોય છે કારણ કે જે ovulation ની પ્રક્રિયા થાય છે તે થવા નથી દેતું, તેના કારણે દર્દીને માસિક વખતે દૂખાવો ઓછો થાય અને માસિક ઓછું આવે અથવા ગર્ભનિરોધક તરીકે પણ ઉપયોગ કરી શકાતો હોય છે.
v Intrauterine hormonal device ક્યારે – ક્યારે ઉપયોગી થઈ શકે છે?
- ગર્ભનિરોધક તરીકે…
- માસિક સમયે ખૂબ વધારે દુખાવો થતો હોય, માસિક ખૂબ વધારે આવતું હોય.
- ગર્ભાશયની અંદરની દીવાલ જાડી હોય..
- Perimenopause ( માસિક જવાનો સમય હોય ) જેવા સમયમાં
- ગર્ભાશય ફુલેલું હોય..
- Fibroid ( ગાંઠ ) જે ગર્ભાશયની સ્નાયુમાં હોય..
- જે દર્દીને અંડાશયમાં ચોકલેટ સિસ્ટ આવે અથવા અન્ય કોઈ જગ્યાએ એન્ડોમેટ્રોસિસ હોય તેવા દર્દીઓ માટે device ઉપયોગી છે.
- Intrauterine hormone device ના ફાયદાઓ..
– લાંબા સમય સુધી અસર રહે.
-વારંવાર હોસ્પિટલ તપાસ માટે ન જવું પડે.
-આડઅસર ઓછી થાય.
– અસરકારકતા વધુ હોય છે.
– ગર્ભાશયની અંદરના કેન્સરથી બચાવે છે.
– હિમોગ્લોબિન વધે છે.
– માસિક સમયે દુખાવો ઓછો થાય..
- IUHD ની અસરકારકતા..
- જ્યારે ગર્ભનિરોધક તરીકે આ સારવારનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે 100 માંથી પણ 1 કરતાં ઓછા દર્દીને pregnancy રહેવાની શક્યતા ઓછી હોય છે.
- માસિકમાં દુખાવામાં પણ રાહત કરે છે.
- IUHDના ઉપયોગ પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?
- સૌપ્રથમ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
- History એટલે અગત્યની છે કેમ કે, જે દર્દીને સ્તન કેન્સર અથવા અંડાશયનું કેન્સર હોય તેવા દર્દીઓ માટે અથવા લિવરની કોઈ બીમારી હોય, પગની નસોમાં લોહી જામી જતું હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય, ગર્ભાશયમાં, ગર્ભાશયના મુખમાં, પેઢુંમાં ઇન્ફેકશન હોય, ટી.બી હોય અથવા HIV અનકન્ટ્રોલ હોય, ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી હોય છે તેવા દર્દીઓએ આ ડિવાઇસ મૂકવાની ના હોય છે.
- ગર્ભાશયની અંદરની દીવાલ જોઈને કોઈ ગાંઠ કે મસો નથીને તેની સોનોગ્રાફી કરવામાં આવે છે.
- IUHD નો ઉપયોગ ડોક્ટર દ્વારા કેવી રીતે કરવામાં આવે છે ?
- Device ગર્ભાશયની અંદર મૂકવાની હોય છે.
- Day care procedure છે તેમાં દાખલ થવાની અથવા બેભાન કરવાની જરૂર નથી પડતી.
- યોનિમાર્ગમાંથી એન્ટિસેપ્ટિક સોલ્યુસનથી સાફ કરીને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે.
- IUHDને મૂક્યા બાદ દર્દીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
- મૂક્યા પછી તપાસમાં ક્યારે આવવું તેના માટે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની જાણકારી લઈ લેવી.
- 3-6 અઠવાડિયા પછી રેગ્યુલર તપાસ માટે આવવું જોઈએ.
- દર્દીને વધારે પેટમાં દુખાવો, ઉલ્ટી જેવુ થાય, તાવ આવે, વધારે માસિક આવે, સફેદ ચીકણો પ્રવાહ વાસ મારે તેવો આવે જેમાં ઇન્ફેકશનની નિશાની લાગતી હોય અથવા દર્દીને pregnancy જેવુ લાગે અથવા IUHD નીચે ખસી ગઈ હોય તેવું લાગે તો દર્દીએ ડોક્ટરની તપાસ કરાવવી ખૂબ જરૂરી હોય છે.
- શરૂઆતના ત્રણ કે ચાર મહિના સુધી માસિકના ડાઘ આવશે અને ધીમે ધીમે ઓછું થઈને માસિક નિયમિત થઈ જશે.
- માસિક ઓછું થઈ જાય તો દર્દીએ ગભરાવાની જરૂર નથી.
- IUHD ને લગતા દર્દીના મુઝવતા પ્રશ્નો..
- આનાથી કોઈ ગર્ભાશયમાં ઇન્ફેકશન ન લાગે.
- કાઢ્યા પછી pregnancy રહી શકે છે.
- જે પણ દર્દીને લાંબા ગાળા માટે pregnancy નથી રાખવી અને copper-t નથી ફાવતી તેમના માટે આ device વરદાન રૂપ છે. આ ઉપરાંત ગર્ભાશયની દીવાલ જાડી છે, માસિક વધારે આવે, અંડાશયમાં ચોકલેટ સિસ્ટ છે, આવા દર્દીઓએ ઓપરેશન નથી કરવું અને લાંબા સમય સુધી દવા નથી લેવી તેના માટે device વરદાન રૂપ છે.

No Comments