02 Oct
v અંડાશયમાં પાણી ભરાવું (ગાંઠ થવી) એટલે શું?
- અંડાશયમાં પાણી અથવા લોહી ભરાવવું તેને સામાન્ય રીતે ovarian cyst કહેવામાં આવે છે.
- Ovarian એટલે અંડાશય, cyst એટલે નાના કદની ગાંઠ..
- સામાન્ય રીતે ovarian cyst માસિક આવવાની ઉંમરે અને માસિક જવાના ઉંમરે (premenstrual and menopause) થતી હોય છે.
- સૌથી વધારે 18 થી 45 વર્ષની ઉંમરે થવાની શક્યતા હોય છે.
- અંડાશયની ગાંઠ થવાના લક્ષણો…
- અમુક દર્દીને અંડાશયની ગાંઠના કોઈ જ લક્ષણો હોતા નથી.
- કેટલાક દર્દીને માસિક અનિયમીત થાય.
- માસિક પર દિવસો ચડી જવા.
- પેડુના કોઈ પણ એક ભાગમાં દુ:ખાવો થતો હોય છે.
- દુ:ખાવા સાથે ઉલ્ટી & ઉબકા પણ થાય છે.
- આ ઉપરાંત પેશાબમાં અટકાવ અથવા પેશાબ વખતે દુ:ખાવો થતો હોય છે.
- શારિરીક સંબંધ રાખવામાં તકલીફ થાય.
- અંડાશયની ગાંઠનાં પ્રકાર….
- Simple cyst
- Complex cyst
- Simple cyst (functional cyst) કે જે સામાન્ય રીતે સ્ત્રીબીજ છૂટું પડવાની પ્રક્રિયાને કારણે અંડાશયમાં ગાંઠ બનતી હોય છે.
- જો અંડાશયમાંથી સ્ત્રીબીજ છૂટું ન પડે તો Follicular cyst બને છે.
- કેટલાક દર્દીને સ્ત્રીબીજ છૂટું પડયા પછી દિવાલમાંથી છૂટું પડતું corpus leuteum ના લીધે cyst બનતી હોય છે.
- Haemorrhagic cyst જે સ્ત્રીબીજ છૂટું પડે છે અને છૂટું પડવાની જગ્યામાં કોઈ નસ હોય તો તેમાં લોહીનો ભરવો થાય છે.
- આ બધી જ simple cyst 4 કે 8 અઠવાડિયામાં સુકાય જતી હોય છે.
- જ્યારે આ simple cyst બને ત્યારે દર્દીને દુ:ખાવામાં Analgesic થી રાહત થઈ જતી હોય છે.
- કેટલીકવાર આ cyst મોટા કદની બને અને જ્યારે તે મરડાય અથવા ફૂટે તો પણ દર્દીને વધારે તકલીફ થઈ શકતી હોય છે, આ ઉપરાંત ક્યારેક ઓપરેશનની જરૂર પડી શકતી હોય છે.
2). Complex cyst
- Dermoid cyst ,chocolate cyst અને cystic Adenoma નો સમાવેશ complex cystમાં થય છે.
- Complex cyst સામાન્ય રીતે દવાથી સુકાતી નથી તેના માટે ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
- ઓપરેશનનો આધાર કેટલી સાઈજ છે, મરડાયેલી છે કે નહીં અથવા દર્દીને કેવા પ્રકારની તકલીફ છે તેના પર હોય છે.
- Complex cystમાં દરેક પ્રકારની ગાંઠ કેન્સરની હોય તેવું જરૂરી નથી પરંતુ કેટલાક કેસોમાં કેન્સરની ગાંઠ હોવાની શક્યતા રહેતી હોય છે.
- અંડાશયની ગાંઠનું નિદાન….
- સોનોગ્રાફી દ્વારા…
- કેટલાક દર્દીને જરૂર પ્રમાણે CT SCAN અને MRIની સલાહ પણ આપવામાં આવે છે.
- હોર્મોન્સના રિપોર્ટની સલાહ પણ આપવામાં આવે છે.
- કેન્સરની ગાંઠ જેવુ અનુમાન આવતું હોય તો Tumor માર્કરની સલાહ આપવામાં આવે છે.
- અંડાશયની ગાંઠની સારવાર..
Ø Simple cyst જાતે જ 90% કેસોમાં ઓગળી જતી હોય છે અને 4 કે 8 અઠવાડિયામાં રાહ જોવાની હોય છે તેમજ સોનોગ્રાફી કરીને જેવામાં આવે કે ગાંઠ સુકાય છે કે નહીં.
- ગાંઠ મોટા કદની અથવા મરડાયેલી હોય તો તેમાં ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
- Complex cyst માં સામાન્ય રીતે દર્દીને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
- Complex cyst જ્યારે emergencyમાં મરડાય અથવા ફૂટી જાય તો ઇમરજન્સીમાં સર્જરીની જરૂર પડે છે.
- સર્જરીના પ્રકારમાં Laproscopy સર્જરીથી ગાંઠનું ઓપરેશન થય છે.
- કેટલાક દર્દીમાં મોટા કદની ગાંઠ હોય તો તેમાં પેટ ખોલીને અથવા Laprotomy ઓપરેશન કરવામાં આવે છે.
- આ ગાંઠને કારણે આગળ જતાં શું તકલીફ પડી શકે?
- ગાંઠ પેટમાં જ ફૂટે અથવા અંડાશય સાથે જ મરડાય અને અંડાશયને લોહી પૂરું પાડનારી નસોમાંથી લોહીનો ભરાવો થાય અથવા અંડાશય ફૂલી જવાના કારણે દર્દીને ખૂબ જ દુ:ખાવો થાય છે.
- કેટલીક ગાંઠોમાં કેન્સર થવાની શક્યતા રહે છે.
- આ ગાંઠો પ્રેગ્નેન્સી સાથે હોય અને મરડાય તો દર્દીને પ્રેગનેન્સી સાથે જ ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.

No Comments