06 Oct
- સ્તનમાં દુઃખાવો થવાના કારણો અને તેની સારવાર..
- બધી સ્ત્રીઓને સ્તનમાં દુઃખાવો થવાનો અહેસાસ પોતાના જીવનકાળ દરમિયાન થતો હોય છે.
- CYCLIC MASTALGIA : જેમાં સાયકલ પ્રમાણે સ્તનનો દુઃખાવો થતો હોય છે એટલે કે કોઈ ચોક્કસ સમયે માસિકના દુઃખાવાનો અહેસાસ થતો હોય છે. આ દુઃખાવો ખાસ કરીને માસિક શરૂ થવાના ૧૦-12 દિવસ પહેલા ધીમે -ધીમે થતો હોય છે અને માસિક આવતાની પહેલા ખુબ જ અસહય પીડા થતી હોય છે અને માસિક આવી જાય ત્યારે દુઃખાવો ધીમો થઈ જાય અને માસિક જતાની સાથે જ આ દુઃખાવો જતો રહે છે.
- આ દુઃખાવો સામાન્ય રીતે ૩૦-40 વર્ષની ઉમરની બહેનો વધારે થતો હોય છે.
- આ દુઃખાવો HORMONEમાં બદલાવને કારણે થતો હોય છે.
- આ દુઃખાવો બંને સ્તનમાં થતો હોય છે, સ્તનમાં ઉપરના અને બહારના ભાગમાં વધારે થતો હોય છે તેમાં સ્તનમાં જો દર્દી પોતાની જાતે દુઃખાવો અનુભવે તો સ્તનમાં ખેચાતું હોય છે, તણાતું હોય , બળતરા થતી હોય તેવો અનુભવ થાય છે.
- આ પ્રકારના દુઃખાવામાં સ્તનમાં બહારથી કોઈ બદલાવ લાગતો નથી જેમકે, ચામડી લાલ થવી,નારંગી જેવા નાના નાના કાણા પડી જવા,નિપ્પલમાં લોહી આવવું તે જોવા મળતું નથી.
- આ પ્રકારનો દુઃખાવો સામાન્ય રીતે પ્રેગનેન્સીના ત્રણ મહિનામાં,PRE-MENOPAUSAL સમયમાં,માસિકના દિવસોમાં દુઃખાવો થવાની શકયતાઓ વધારે રહેતી હોય છે.
- CYCLIC MASTALGIA નું નિદાન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
- CYCLIC MASTALGIAનું નિદાન ડોકટર દ્વારા દર્દીને પૂછવામાં આવેલ પ્રશ્નોનો ઉપરથી નક્કી થાય છે.
- ડોકટર દ્વારા હાથ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્તનમાં કોઈ પ્રકારની ગાંઠનો અનુભવ થાય છે કે નહી,નિપ્પલમાંથી કોઈ લોહી,પ્રવાહી આવે છે કે નહીં, સ્તન પર લાલ ચાંદા અથવા નારંગી જેવા નાના નાના કાણા પડેલા છે, બગલમાં કોઈ પણ પ્રકારના LYMPHNODE છે કે નહિ તેનું નિદાન કરવામાં આવે છે.
- દર્દીને સ્તનમાં MENSTRUAL CHANGES ને કારણે દુઃખાવો છે કે નહિ અથવા પાક્કું નિદાન ન થતું હોય તેમજ દર્દીની ઉમર 35 વર્ષથી ઓછી હોય તો SONOGRAPHYની સલાહ આપવામાં આવે છે અને 35 વર્ષથી વધારે હોય ઉમર તો MEMOGRAPHYની સલાહ આપવામાં આવે છે.
- કેટલીકવાર સોનોગ્રાફી અથવા MEMOGRAPHY દ્વારા નિદાન ન થાય તો NEEDLE BIOPSYથી નિદાન કરવામાં આવે છે..
- CYCLIC MASTALGIAની સારવારમાં શું કરવામાં આવે છે ?
- દર્દીએ જેની BREASTની સાઈઝ મોટી છે તેમણે સ્પોટ બ્રાનો ઉપયોગ કરવો જોઈએ.
- સ્પોર્ટ બ્રા પણ પોતાના સ્તનના આકાર અને સાઈઝ પ્રમાણે ઉપયોગ કરવી જોઈએ.
- સ્તન દબાવવાના કારણે અથવા ઉંધા સુવાને કારણે પણ સ્તનમાં દુઃખાવો થતો હોય છે તેને પણ અવગણવી જોઈએ..
- કેટલીક પ્રકારની કસરતો કરવાથી પણ સ્તનમાં દુઃખાવો થતો હોય તો તેને પણ અવગણવી જોઈએ.
- સામાન્ય સ્તનનો દુઃખાવો થાય ત્યારે સામાન્ય ગરમ પાણીનો શેક કરવાથી પણ રાહત થતી હોય છે.
- દુઃખાવા દરમિયાન પોતાના ખોરાકમાં પણ બદલાવ કરવાની જરૂર હોય છે, નમકવાળું,તીખું-તળેલું ઉપયોગ ઓછો કરવો અને લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ.
- STRESSને કારણે પણ દુઃખાવો થતો હોય તેથી STRESS અવગણવું જોઈએ.
- કેટલીકવાર આ ઘરગથ્થું ઉપચાર કરવાથી પણ રાહત નથી થતી ત્યારે દુઃખાવો રાહત થાય તે માટે દુઃખાવામાં રાહત થાય તે માટે PAINKILLER પણ લઇ શકાય છે,જો તેનાથી રાહત ન થાય તો PRIMEROSE OIL અથવા વિટામીન ૩-6 મહિના સુધી આપવામાં આવે, જો તેનાથી રાહત ન થાય તો કેટલાક હોર્મોનની દવાઓ આપવામાં આવે છે તે દવા ગાયનેકોલોજિસ્ટ ડોકટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ….
2) NON-CYCLIC MASTALGIA
- આ દુઃખાવો કોઇપણ સમયે,કેટલીકવાર સતત દુઃખાવો થતો હોય અથવા કેટલીકવાર હલનચલન,સ્તનનું હલનચલન અથવા હાથનું હલનચલ કરે ત્યારે દુઃખાવો થતો હોય છે.
- આ પ્રકારના દુઃખાવાનું મુખ્ય કારણ સ્તનમાં કોઈપણ ઇજા થઈ હોય અથવા INFECOTION લાગ્યું હોય અથવા પરુ ભરાયું હોય તો સોજો આવતો હોય અને ગ્રંથી ફૂલેલી હોય અને કેટલાક કારણોમાં સ્તનમાં કેન્સર હોય અથવા સ્તનમાં સાદી ગાંઠ હોય તો આવી તકલીફમાં NON-CYCLIC MASTALGIAનો દુઃખાવો થતો હોય છે.
- આ દુઃખાવો મોટાભાગે એક જ સ્તનમાં થતો હોય છે.
- સ્તનના કોઈ 2-૩ CMના AREAમાં થતો હોય છે.
- આ દુખાવામાં સામાન્ય રીતે ઉપરની ચામડી લાલ હોય શકે, નિપ્પલમાંથી લોહી પણ આવી શકે,હાથમાં ગાંઠ આવે તેવા પ્રકારની ખામીઓ જોવા મળતી હોય છે.
- NON-CYCLIC MASTALGIAનું ડોકટર દ્વારા પણ તપાસ કરવામાં આવે છે અને દર્દનું કારણ શોધવામાં આવે છે , કેટલીકવાર તપાસ કરતા ખબર પડી જાય છે કે આમાં વધારે પડતી કેન્સર થવાની શક્યતા વધારે હોય તો DIRECT BIOPSY કરવાની જરૂર હોય છે.
- નિદાન SONOGRAPHY અથવા MEMOGRAPHYથી થતું હોય છે.જો તેમાં પણ DOUBT લાગે તો NIDDLE BIOPSYની જરૂર પડી શકે છે.
- કેટલીકવાર દર્દી દ્વારા જાતે સ્તનની તપાસ કરવામાં આવે તો વહેલા નિદાન કરી શકાય છે.ક.
- NON-CYCLIC MASTALGIA કારણ જાણ્યાબાદ તેની સારવાર કઈ રીતે કરવામાં આવે છે ?
- તેની સારવારમાં કેટલીક એન્ટીબાયોટીક દવા અને દુઃખાવામાં રાહત થાય તે માટે દુઃખાવાની દવા અને કેટલીકવાર ગરમ પાણીનો ચેક કરવામાં આવે છે.
- કેટલીકવાર પરુ ભરાયેલું હોય અને એન્ટીબાયોટીકથી પણ રાહત ન થાય તો તેને ચેકો મારીને લાંબા સમય સુધી ડ્રેસિગ કરવામાં આવે છે.
- કેટલીકવાર DUCT ATRESIA જેમાં દવાથી રાહત ન થાય તો ગ્રંથી નીકાળવાના ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
- કેટલીકવાર ગાંઠથી દર્દીને તકલીફ થતી હોય તો ગાંઠ કાઢવાની પણ સલાહ આપવામાં આવે છે.
- કેટલીકવાર આ ગાંઠ કેન્સરની છે તો, કેન્સરને લગતી ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.
- કેટલીકવાર દુઃખાવો સ્તનમાં થતો હોય પણ તેનું કારણ કોઈ અન્ય અંગમાં હોય શકે છે, ચેતાતતું દ્વારા જે દુખાવોનું ટ્રાન્સમિશીન થાય છે તેના કારણે સ્તનમાં થતો હોય તેવું લાગે છે .
- દાખલા તરીકે, : એસીડીટી,પીતાશયમાં પથરી હોય,શરદી,ઉધરસને કારણે,વધારે વજન ઉપાડવાના કારણે,પાસળીઓમાં સોજો આવવાના કારણે…
- આવી તકલીફોની સારવાર કરવાથી છાતીમાં દુઃખાવો ઓછો થાય છે.
No Comments